________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦ ) ફની પેઠે સમજ્યાવિના શબ્દોના સમૂહનો ઉચ્ચાર કરે છે અને પૂતળીની પેઠે ક્રિયાઓ કરે છે અને જે જે કરાય છે, જે જે બેલાય છે, તત સંબંધી અંશમાત્ર પણ વિચાર કરી શકતો નથી, તે જનસમાજ, દુનિયામાં પોતાની વ્યાવહારિક તથા ધાર્મિક ઉન્નતિ કરી શકતો નથી, માટે દરેક વસ્તુઓ સંબંધી સૂક્ષ્મ વિચારો કરવા જોઈએ અને તેમાંથી સત્યને પ્રગટ કરવું જોઈએ.
આત્માના ધર્મના પ્રકાશ માટે તેમજ અવધવું જોઈએ. ધ્યાનાદિ સૂક્ષ્મક્રિયાઓ અમૂલ્ય છે, એમ અન્યના કહેવા પ્રમાણે હાજીહા કરી ત્યાગ એટલે કંઈ વળતું નથી, પણ તત્ત્વજ્ઞાનથી સૂમક્રિયાઓનું પરિપૂર્ણ રહસ્ય સમજવું જોઈએ કે, ધ્યાન શી વસ્તુ છે અને તેનું શું સામર્થ છે. તત્સં. બંધી કલાકોના કલાકો પર્યત વિચારની શ્રેણિયોને પ્રવાહ હૃદયમાં ગંગાનદીના પ્રવાહની પેઠે વહેવરાવવામાં આવે છે ત્યારે તેમાંથી કંઈ નવું રહસ્ય અવોધાય છે. કલાકોના કલાકો પર્યત વિચારો કરી જે થાનક્રિયાને અનુભવ મેળવાય છે તે કદી ટાળ્યો ટળતો નથી અને તરસંબંધી નિશ્ચયની થએલી શ્રદ્ધા અવિચળ રહે છે, માટે જ્ઞાનવડે ધ્યાનની સૂક્ષ્મક્રિયા સમજવાની અત્યંત આવશ્યકતા છે.
મનની સ્થિરતાવિના ધ્યાનની સૂમક્રિયા થઈ શકતી નથી. જ્યાં સુધી મનની ચંચળતા હોય છે ત્યાં સુધી આત્મસંબંધી ધ્યાન થઈ શકતું નથી. ધ્યાનની સૂક્ષ્મક્રિયામાં મનની સ્થિરતાની આવશ્યકતા છે, માટે જ્ઞાનવડે મનની સ્થિરતાના ઉપાયો શોધવા જોઈએ. પિતાના અધિકાર પ્રમાણે ક્યા કયા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી મનની સ્થિરતા રહેશે, તેને પોતે અનુભવ કરવો જોઈએ; પોતે અનુભવ કરીને જે ઉપાયો આદરે છે તેજ પિતાના માટે યોગ્ય ઉપાયો છે, એમ વિચક્ષણોએ સમજવું જોઈએ. હવે પ્રસંગે પાત્ત ધ્યાનને પુષ્ટિકારક એવા તત્ત્વ વગેરેના
ભેદોનું સામાન્યતઃ પ્રતિપાદન કરે છે,
सर्वतत्त्वानि बोध्यानि, निक्षेपैर्नयकैस्तथा । ग्राह्याग्राह्यविवेकेन, धर्मशास्त्रविशारदैः ॥ ७४ ॥
શબ્દાર્થ –નિક્ષેપ અને નવડે સર્વ તત્ત્વોનું સ્વરૂપ બાધ્ય છે. ધર્મશાસ્ત્રજ્ઞ પંડિતોએ, અમુક તત્ત્વ ગ્રાહ્ય છે અને અમુક અગ્રાહ્ય છે એમ વિવેકપૂર્વક સર્વ તત્ત્વોને જાણવાં જોઈએ.
ભાવાર્થ-ધર્મશાસ્ત્રના જ્ઞાતાઓએ જીવ, અજીવ, પુષ્ય, પાપ, આ
For Private And Personal Use Only