________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦ ) છે, એ કદી ભૂલવું જોઈતું નથી. ધર્મની સૂક્ષ્મ ક્રિયાઓ રાજા સમાન છે અને ધર્મની સ્થલક્રિયાઓ પ્રજાને સમાન છે. પ્રજાવિના રાજ નથી, તેમજ રાજવિના પ્રજા પણ શોભતી નથી. અભવ્ય જીવો પણ ચારિત્ર અંગીકાર કરીને આઘની સ્થલધર્મક્રિયાઓ કરે છે, પણ સમ્યકત્વ શ્રદ્ધાનની તથા ધ્યાનની સૂમક્રિયાઓ વિના તેઓ મુક્ત થઈ શકતા નથી, માટે ધર્મની સૂમધ્યાનાદિ ક્રિયાઓની અત્યંત ઉપયોગિતા સિદ્ધ કરે છે.
ઈલાચી પુરે વાંસના ઉપર નાચતાં સુવિચાર ભાવનાના બળે કેવલ જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું, ભરત રાજાએ આદર્શ ભુવનમાં ભાવનારૂપ સૂમ ક્રિયાના બળે તુતવારમાં કેવલ જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું, આવા અનેક દાખલાઓ છે કે જેમાં ધ્યાનાદિ સૂમક્રિયાઓવિના કેવલજ્ઞાન અને કેવલદર્શન થયું જ નથી. આ ઉપરથી ભવ્ય જીવો સમજી લેશે કે, ભાવના ધ્યાન આદિ કર્મની સૂમ ક્રિયાથી આમાં ખરેખર પરમાત્મપદ પામવાને અધિકારી બને છે. જ્ઞાનની પ્રાપ્તિ વિના તથા મનની સ્થિરતા વિના સૂક્ષ્મ ક્રિયા બની શકતી નથી માટે અત્ર પ્રસંગત: શાને
આદિની ઉપગતા જણાવે છે,
सापि ज्ञानं विना नास्ति, मनास्थैर्य विना तथा ।
अतो ध्यानं क्रियारूपं, सूक्ष्मं ध्येयं विचक्षणैः ॥ ७३ ॥ શબ્દાર્થ –તે સૂટમક્રિયા ખરેખર જ્ઞાન તથા મનની સ્થિરતાવિના પ્રાપ્ત થઈ શકતી નથી, માટે વિચક્ષણ એ ધ્યાનરૂપ સૂક્ષ્મક્રિયા બાવા યોગ્ય છે. | ભાવાર્થ-આત્મજ્ઞાન તથા મનની સ્થિરતાવિના ધ્યાનાદિ ક્રિયાઓ બની શકતી નથી, માટે વિચક્ષણ પુરૂષોએ ધ્યાનરૂપ ક્રિયા પૂર્ણ વિચાર કરવો જોઈએ. ધ્યાનરૂપ ક્રિયાની યોગ્યતા પ્રગટાવવા માટે યોગ્ય ઉપાયો આદરવા જોઈએ. ધ્યાનથી જે જે તે શોધી કઢાય છે, તે તેના અનુભવીઓ, સારી રીતે જાણી શકે છે. ફોનોગ્રાફ વગેરે યંત્રોના શોધનારાઓએ તે તે વસ્તુઓની રચના માટે કલાકોના કલાકો પર્યત ધ્યાન ધર્યું હતું. એક વસ્તુ સંબંધી કલાકોના કલાકો પયંત સૂક્ષ્મ વિચારો કરવામાં આવે છે ત્યારેજ તતુ વસ્તુ રસંબંધી અભિનવ જ્ઞાન પ્રાપ્ત કરી શકાય છે. ગાડરીયા પ્રવાહની પેઠે વિચાર કર્યા વિના સ્થલક્રિયાઓ કરવાથી અભિનવ અનુભવજ્ઞાન ખીલતું નથી અને તેથી જડ યંત્રની પેઠે શરીરની ક્રિયાઓ, ધર્મને માટે કરાય છે, પણ તેથી આગળ ચઢી શકાતું નથી. જે જનસમાજ, ફોન ચા
યો. ૨૭
For Private And Personal Use Only