________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦૮ ) આવે છે. વિચાર સંકલ્પ બળવડે જગમાં અનેક મહાન કાર્ય થઈ શકે છે. શરીરોની રચનાનો આધાર પણ વિચારબળની ક્રિયા ઉપર આધાર રાખે છે. માનસિક વર્ગણાની રચનાને આધાર પણ વિચારબળની ક્રિયા ઉપર છે. નરકગમનને આધાર પણ વિચારબળ ઉપર છે. સ્વર્ગમાં જવાનો આધાર પણ વિચારધળપર છે. પશુયોનિ પ્રાપ્ત થવાનો આધાર પણ વિચારબળપર છે. પુનઃ મનુષ્યભવ પ્રાપ્ત કરવાનો આધાર પણ વિચારબળપર છે. દુષ્ટ વિચારબળ ક્રિયાના બળથી દુષ્ટ થવાય છે, સુવિચારબળ ક્રિયાના બળથી શુભાવિત થવાય છે.
શુભ વિચાર દિયાબળથી પુણ્યની વગણાઓ ખેંચી આત્માની સાથે પરિ. સમાવી શકાય છે, તેમજ અશુભવિચાર ક્રિયાબળથી પાપની વગાઓને ખેંચી આભાની સાથે પરિણમાવી શકાય છે.
સુવિચારોના બળથી તીર્થકર નામગોત્ર બંધાય છે. સુવિચારોના બળથી ઉત્તમમાં ઉત્તમ અવતારો ધારણ કરી શકાય છે અને ચાવતુ પરમામદશાની. પણ પ્રાપ્તિ કરી શકાય છે. સુવિચારો એ એક પ્રકારની સૂક્ષ્મ ધ્યાનક્રિયા છે. સુવિચારની ક્રિયાના બળવડે મનમાં રહેલા રાગદ્વેષના સંસ્કારોને જીતી શકાય છે અને મરૂદેવા માતાની પેઠે અપકાળમાં મુક્ત થઈ શકાય છે. મદેવામાતા સમવસરણમાં જતાં હાથીની ખાંધપર બેઠાં હતાં, બાહાની સ્થલ ધર્મની ક્રિયાઓ કંઈ કરી નહોતી, પણ તે વખતે એકત્વ, અન્યત્વભાવનારૂપ સૂક્ષ્મ ક્રિયામાં તલ્લીન થયાં હતાં અને તેથી હાથીની ખાંધપર બેઠાં બેઠાં કેવલજ્ઞાની બન્યાં; આ દૃષ્ટાંતપરથી આપણે સાર લેવાનો એ છે કે અને તે ભાવના ધ્યાન આદિની સૂફમ થાનક્રિયાઓ કર્યા વિના છૂટકો નથી. સ્થલક્રિયાનાજ એકાને જે રાગી છે તે સૂક્ષ્મભાવના ક્રિયાના અધિકારી બની શકતા નથી અને તેથી તેઓ મનની મલીનતાનો નાશ કરવાને સમર્થ થઈ શકતા નથી, એમ ખાસ અનુભવ કરવાથી જણાશે.
સ્થલ ક્રિયા કે જે આત્માના ઉપયોગ વિનાની થાય છે, તેને દ્રવ્યપ્રિયા કહેવામાં આવે છે. સૂમ ધર્મની ક્રિયાઓનું મૂલ્ય જ્યારે કરોડ
પૈયાનું કપીએ તો સ્થલ ક્રિયાઓનું મૂલ્ય એક આની જેટલું આશરે બની શકે, તે પણ એટલું તે લક્ષ્યમાં રાખવું જોઈએ કે, સ્થૂલ ક્રિયાના અધિકારીઓએ પોતાની ક્રિયામાં તત્પર રહેવું અને સૂક્ષ્મના અધિકારીઓએ પોતાની ક્રિયામાં તત્પર રહેવું. સૂક્ષ્મ ધ્યાનાદિ ક્રિયાના અધિકારીઓ અપ્રમત્ત દશામાં આવે છે અને સમાધિસુખને પ્રાપ્ત કરે છે; તેમજ રથ ધર્મની ક્રિયાઓ કે જે, અવસરે જે જે જૈનધર્મના ઉદાર તથા પ્રચાર માટે કરવાની છે તે કરે છે, તેથી જૈનશાસનની શોભા વધે છે. પાર્વ ક્રિયાઓ પોતપોતાના સ્થાને મોટી
For Private And Personal Use Only