________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦૭ ). ભાવાર્થ –ધર્મની સૂમક્રિયાઓનું અપૂર્વ માહાન્ય છે. સ્થલ ક્રિયાઓ પણ અધ્યવસાયરૂપ સૂક્ષ્મ ક્રિયાની નિર્મલતા વિના સફળ થઈ શકતી નથી. પ્રસન્નચંદ્રરાજર્ષિ રાજગૃહીની પાસે વૈભારગિરિ પર્વત પાસે કાયોત્સર્ગ ધ્યાનમાં હતા, દૂતના મુખથી અશુભ શબ્દો સાંભળતાં તેમના હૃદયમાં અશુભ અધ્યવસાય (પરિણામ)ની ધારા વહેવા લાગી, એટલા સુધી દુર્ગાનરૂપ સૂક્ષમ ક્રિયાઓમાં તે ચડિયા કે, સાતમી નરક ચોગ્ય કર્મલિકને ગ્રહણ કર્યા, પશ્ચાત્ મસ્તકે હાથ ફેરવતાં ઉપયોગ આવ્યો કે અરે હું તો સાધુ છું અને મહું મનમાં લડાઈ કરીને મહા અશુભ કર્મ કર્યું, અહો ! હું ભૂલ્યો, એમ ભાવના ભાવતાં નિર્મલ અધ્યવસાય (પરિણામ) ઉત્પન્ન થયા અને આમાની ઉજવલ સૂક્ષ્મ ધ્યાનરૂપ ક્રિયાનું ધ્યાન કરતાં કેવલજ્ઞાન પામ્યા. અહો ! આધ્યાનરૂપ સૂમ ક્રિયાનું કેટલું બધું સામર્થ્ય! !! શ્રી મહાવીરસ્વામીની પાસે પ્રસન્નચન્દ્રના મરણ અને અન્ય ગતિમાં અવતાર સબંધમાં શ્રેણિક રાજા પ્રશ્ન પૂછે છે, એટલી વારમાં તો પ્રસન્નચન્દ્ર કેવલજ્ઞાની બની ગયા. અહો ! ભાવના ધ્યાનરૂપ સૂમ ક્રિયામાં કોને પ્રેમ ન થાય ત્યારૂ? અલબત તેવી ક્રિયામાં સર્વને પ્રેમ ઉત્પન્ન થઈ શકે છે.
અન્ય દૃષ્ટાંત દૃઢપ્રહારીનું જાણવું. દૃઢપ્રહારીએ ચાર જણની ઘાત કરી પણ પશ્ચાત જ્ઞાન થવાથી કાર્યોત્સર્ગમાં રહ્યા, નગરના લોકોએ હેલના કરી તે સર્વ સહન કરી, અન્તરથી આત્મધ્યાનરૂપ સૂમ ક્રિયામાં રહી, કર્મનો ક્ષય કરી સ્વસ્વરૂપમય બન્યા. દૃઢપ્રહારીનું જીવનચરિત્ર અન્ય ગ્રંથોથકી જોઈ લેવું. દ્રઢપ્રહારીએ બાહ્ય શરીરાદિની ક્રિયા કંઈ વિશેષતઃ કરી જણાતી નથી પણ તે આત્મભાવનારૂપ સૂમક્રિયામાં લીન થશે તેથી મુક્ત થયો, એમ વસ્તુતઃ જતાં જણાય છે. મનવડે આત્મા બંધાય છે અને મનવડે છેટે છે. મનમાંથી અહં અને મમત્વ ગયું તો મુક્તપણે સમજવું. મનની સૂકમ અશુભ વિચારરૂપ ક્રિયાથી બંધ થાય છે અને શુદ્ધ વિચારરૂપ સૂક્ષ્મક્રિયાથી મુક્ત થવાય છે. આત્માનું ઉચ્ચપણું વા નીચપણું તે ખરેખર શુભ અને અશુભ પરિણામ ઉપર આધાર રાખે છે. દ્રઢપ્રહારી ગમે તેવો પાપી હતો તો પણ શુદ્ધ વિચારોથી અલ્પકાળમાં મુક્ત થયો. જ્યાંથી મુક્ત થવાનું છે ત્યાં આવ્યાવિના કદાપિ મુક્ત થઈ શકાશે નહીં. રાગદ્વેષ આદિની સૂક્ષ્મ ક્રિયાઓના નાશાથે સમ ધ્યાનક્રિયાની આવશ્યકતા સિદ્ધ કરે છે. સૂમ વસ્તુઓને છેદવા માટે સૂક્ષ્મ વસ્તુઓ સમર્થ થઈ શકે છે. નાનું એવું વજ, પર્વતને છેદી નાખે છે, તે પ્રમાણે ધર્મધ્યાનાદિ સૂક્ષમ ક્રિયાઓથી ગમે તેવાં નિવિડઘન કર્મને પણ નાશ થાય છે. સુવિચાર અને શુદ્ધ વિચારોમાં અનન્તગણું બળ છે. આપણે ભવિષ્ય, વર્તમાનકાળમાં કરાતા વિચારો ઉપરથી રચી શકાય છે. સૂક્ષ્મ વિચારોની ક્રિયામાં જેવું શુભાશુભપણું હોય છે, તેવું સ્થૂલમાં શુભાશુભપણું
For Private And Personal Use Only