________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪ ) તે પણ તેનાથી પિતાને સુખ મળતું નથી. પોતાને આશ્રય લીધાવિના ગમે તેટલા પરાશ્રયી બનો, તોપણ કરી પરતત્રદશામાં સુખ મળનાર નથી. પોતાનામાં જ પોતાનું સુખ છે અને તે સ્વાશ્રયી બનીને ભોગવવાનું છે. સ્વાશ્રયથી જે સુખ થશે તે સદાકાળ રહેવાનું છે, તેમાંથી કિંચિત્ માત્ર પણ કોઈ સુખ ટાળી શકવા સમર્થ નથી. પરવસ્તુનું ગમે તેટલું આલંબન યોતે વસ્તુઓની પ્રાપ્તિ માટે પ્રાણનો પણ નાશ કરો, તે પણ કદાપિકાળે સુખની આશા રાખવી વ્યર્થ છે. પોતાના આત્માના અસંખ્યાત પ્રદેશમાં ઉતરીને ત્યાં સ્થિર થવાથી પોતાના સુખનો પોતે જ અનુભવ લઈ શકશો. બાહ્યમાં ચિત્તવૃત્તિને દોડાવ્યા કરો અને ખરા સુખની આશા રાખે તે શું મૂર્ખતા નથી ? અલબત મૂર્ખતા છે. જે માર્ગે આત્મસુખ મળવાનું છે તે માર્ગ ગમન કરવું શ્રેષ્ઠ છે. આત્માના પ્રદેશોમાં ઉતર્યાવીને કદી આત્મસુખ મળનાર નથી.
નાભિમાં આમા ધ્યેયરૂપે ધારવો જોઈએ. ત્રણ કલાક પવૅત નાભિસ્થાનમાં આત્માજ ધ્યેયરૂપે ધારવામાં આવે તો આ મસુખને કંઈક નવીન અનુભવ પ્રાપ્ત થાય છે. હૃદયમાં પણ આત્માની ધારણ કરી આત્માના પ્રદેશમાં સ્થિર થઈ જવું. કપાલમાં પણ આમાજ એયરૂપે ધારી તેની ધારણા કરવી.
અન્ય પદાર્થોનું ચિન્તવન છોડીને ફક્ત એક આમાજ ધ્યેયરૂપ ધારવો. આ ત્રણ સ્થાનમાં ત્રણ ત્રણ કલાકની આત્મારૂપ બેયની ધારણા સિદ્ધ થતાં બ્રહ્મરદ્ધમાં સહેજે પ્રવેશ થાય છે. બ્રહ્મરમાં ત્રણ કલાક પર્યત આત્મારૂપ ધ્યેયની ધારણા કરવી; બ્રહ્મરશ્નમાં ત્રણ કલાક પયત ધારણા ધરતાં ધ્યાનની સિદ્ધિ થાય છે. સૂક્ષ્મમાં સૂમ, પરથી પણ પર, નિરાકારમાં ધારણાની સિદ્ધિદ થતાં રોયની ત્વરિત સિદ્ધિ થાય છે અને તેથી તત્ર, માતા, ધ્યેય અને ધ્યાનની એકાગ્રતા થાય છે. પશ્ચકોને પણ દ્રવ્ય અને ભાવથી સાધવાથી બ્રહ્મરનધ્રમાં આત્મધ્યેયની સ્થિરતા થાય છે અને બ્રહ્મરંધ્રમાં જેમ જેમ સ્થિરતાની વૃદ્ધિ થાય છે, તેમ તેમ ત્યાં ચિત્તની સમાધિ વિશેષતઃ રહે છે અને આ મસુખનો ભાસ સારી રીતે થાય છે. જેને બ્રહ્મરિન્દ્રમાં આમદધેય સ્થિરતા થાય છે તે સમાધિ
ભાવને પામે છે, તેને હવે જણાવે છે.
व्यवहारनयेनोक्तः, समाधिस्तत्र जायत । शुद्धं परात्मनो ज्योतिर्भासते नात्र संशयः ॥ ७८ ॥
For Private And Personal Use Only