________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ર૦૫ ) સાધુઓ પર અશ્રદ્ધા કરવા નહીં. ચારિત્ર ધારક ગુરૂઓમાં પણ ચારિત્રની તરતમતા છે, એમ અનુભવથી શાસ્ત્રાધારે સમજી લેવું. વ્યવહાર માર્ગથી સાધુની જે જે ક્રિયાઓ સ્કૂલ બતાવી છે તેનું અધિકાર પરત્વે આરાધન કરવું. વિશેષતઃ સમજી લેવું કે જેમ જેમ આત્માની શુદ્ધિ થાય અને જગતુંના જીવોની દયા થાય, તેઓનું ભલું કરાય અને રાગદ્વેષની મન્દતા થાય તેજ ચારિત્રને માર્ગ છે. ચારિત્રની ક્રિયાઓને ઘણા ભેદ છે. શરીર તથા માનસિક ચારિત્રના ભેદે તેની ક્રિયાઓ પણ સ્થલ અને સૂક્ષ્મ એ
બે ભેદમાં વહેંચાઈ જાય છે તે પ્રસંગત: જણાવે છે.
स्थूल सूक्ष्म विभेदेन, क्रिया चारित्रिणो द्विधा ।
शरीरादिकृता स्थूला, मूक्ष्मात्वध्यवसायतः ॥ ७० ॥ શબ્દાર્થ –ચારિત્રીની સ્થલ અને સૂક્ષ્મ એ બે ભેદે ધર્મની ક્રિયા છે. શરીર વા શરીરના પ્રયોગથી અન્ય વસ્તુઓ દ્વારા જે ક્રિયાઓ ધર્મની કરાય છે તે સ્થળ છે અને મનના અધ્યવસાયથી ધર્મની ધ્યાનાદિ ક્રિયાઓ જે કરાય છે તે સૂમ છે. | ભાવાર્થ –ચારિત્રીની પ્રતિક્રમણ પ્રતિલેખના વગેરે ક્રિયાઓ જે શરીરદ્વારા થાય છે તે સ્થલ ક્રિયાઓ, જાણવી અને મનમાં થતા અધ્યવસાય અથવા અધ્યવસાયથી જે જે ધ્યાનાદિ ક્રિયાઓ થાય છે, કે જેને અન્ય પોતાની દૃષ્ટિ દ્વારા દેખી શકતા નથી તે સૂમ ક્રિયાઓ જાણવી. ધર્મધ્યાન અને શુકલધ્યાન, પિંડી, પદસ્થ, રૂપ, રૂપાતીત, ચાર ભાવના અને બાર ભાવના વગેરે ધર્મની સૂમક્રિયાઓ જાણવી. સ્થલક્રિયાઓ કે જે આમાથી ભિન્ન છે તે નિમિત્ત ક્રિયાઓ જાણવી, અને આત્માના અધ્યવસાયરૂ૫ સમ ક્રિયાઓ તે ઉપાદાન ક્રિયાઓ જાણવી, સ્થલ ક્રિયા કરતાં આત્માની સૂમ ક્રિયામાં કર્મ હણવાની અનંતગણું શક્તિ છે. સ્થલ ક્રિયાઓ કરતાં કરતાં પણ અને સૂમ ક્રિયાઓને અવલંબવી પડે છે. સ્થલ કિયાઓ તો મૂર્ખ અને જ્ઞાનિની, બાહિરની સ્થલ દષ્ટિથી દેખતાં એકસરખી દેખાય છે અને તેથી બાળજીવો છે અને જ્ઞાનિને ભેદ સમજી શકતા નથી. ધ્યાનાદિ આતર સૂક્ષ્મ ક્રિયાઓને જ્ઞાની કરી શકે છે, અજ્ઞાનીને ત્યાં અધિકાર નથી. અને અજ્ઞાની તે સુકમક્રિયાઓની પરીક્ષા કરવાનો અધિકારી બની પણ શકતો નથી. જ્ઞાનિની અધ્યવસાયરૂપ સુ ક્રિયાઓને આદરવાને અજ્ઞાની અધિકારી થઈ શકતો નથી. જે જ્ઞાનિયોને સક્ષમ ક્રિયાઓમાં અધિકાર થયો છે તેઓ સ્થલ ક્રિયાઓને આવશ્યક તરીકે અન્યના ભલા માટે કરે છે. તેઓ
For Private And Personal Use Only