________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦૪ )
સંબંધી યુદ્ધિનો અનુભવ ખીલે છે, માટે ચારિત્ર સ્વરૂપ તો ગુરૂપાસેજ સમજવું જોઇએ. તેમાં ગૃહસ્થ વર્ગનો અધિકાર જણાતો નથી.
શ્રી સદ્ગુરૂ મહારાજ, નૈગમ, સંગ્રહ, વ્યવહાર, ઋન્તસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત એ સાત નયોથી ચારિત્રનું સ્વરૂપ સમજાવે છે. સાત નયોથી ચારિત્રનું સ્વરૂપ સમજ્યાવિના ચારિત્રનું રહસ્ય હાથમાં આવતું નથી. ક્રમવડે વિશુદ્ધ એવું ચારિત્ર, ઉત્તરોત્તર નય જણાવે છે, તે પ્રમાણે ચારિત્રનો ખોધ થયાથી ઉત્તરોત્તર શુદ્ધ ચારિત્ર પ્રાપ્ત કરવા ધ્યાન ખેંચાય છે અને અમુક નયના આગ્રહમાંજ ચારિત્રની માન્યતાનો હવાદ થએલો હોય છે તે ટળી જાય છે. સાત નયોથી પ્રત્રિપાદિત ચારિત્રનું સ્વરૂપ જાણવામાં આવે તો પણ કયા નયના ચારિત્રનો મ્હને અધિકાર છે તેનો અનુભવ મેળવવો જોઇએ. સાત નયોથી ચારિત્રનું સ્વરૂપ જાણતાં તે સર્વનયકથિત ચારિત્ર કંઈ પોતાના આત્મામાં ઉત્પન્ન થઇ શકતું નથી, અર્થાત્ ચારિત્રનું સ્વરૂપ જાણ્યું એટલે તે આવી ગયું એમ માની શકાય નહીં. નયોના અધિકાર પ્રમાણે ક્રમવિશુદ્ધ ચારિત્ર પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવો જોઇએ. સમજો કે, ૠૠસૂત્ર, અને વ્યવહારનય ચારિત્રનું તો આત્મામાં હૂંકાણું ન હોય અને એવદ્યુત નયકથિત ચારિત્ર પ્રાપ્તિ માટે નીચેના નયકથિત ચારિત્ર મને ત્યજી દઇએ તો અતોઅષ્ટસ્તરોઅષ્ટઃ થવાનો વખત આવે છે. માટે, અધિકારવિના એક નયકથિત ચારિત્રનું આરાધન કરી અન્ય નયકથિત ચારિત્રનો અપલાપ કરવામાં આવે તો તે પણ ઠીક નથી; અધિકાર પ્રમાણે ચારિત્રની યોગ્યતા છે.
નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એ ચાર નિક્ષેપાથી ચારિત્રના પણ ચાર ભેદ પડે છે, નામારિત્ર, સ્થાપનાચરિત્ર, દ્રવ્યવારિત્ર અને માયારત્ર, આનું સ્વરૂપ સુગમ છે. નય નિક્ષેપપૂર્વક દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી ચારિત્રમાર્ગનું સંપૂર્ણ જ્ઞાન કરવું અને અધિકાર પ્રમાણે સદ્ગુરૂપાસે ચારિત્રને સંગીકાર કરવું જોઇએ. ચારિત્રધારક સદ્ગુરૂચીજ ચારિત્રની પ્રાપ્તિ થઇ શકે છે, માટે શાસ્ત્રોમાં સાધુ ગુરૂની પાસે ચારિત્ર અંગીકાર કરવું એમ આજ્ઞા કરી છે. ચારિત્ર લેનારનો ગુરૂ, ચારિત્રધારકજ હોવો જોઇએ, જેનામાં ચારિત્ર નથી તે અન્યોનો ચારિત્રગુરૂ બની શકવાનો નથી. ચારિત્ર ધારક સાધુઓનો ગૃહસ્થ ગુરૂ હોઈ શકતો નથી, એમ નિગમમાં જ્યાં ત્યાં વિધિપ્રતિપાદક પાડોથી જણાવ્યું છે. રાર્વવિરતિ ગુણસ્થાકનમાં રહેલા ચારિત્ર ધારક સાધુઓને સજ્જ્વલન ક્રોધ, માન, માયા અને લોભનો ઉદય હોય છે, તેથી તે તે કષાય અપેક્ષાએ તેઓ રાગી અને ક્રેપી હોય છે, તેથી તેઓને અતિચાર લાગે છે, પણ ચારિત્રનો નાશ થતો નથી. સામ્પ્રત સમયમાં રાગ દ્વેષનો સંપૂર્ણ ક્ષય થતો નથી, તેથી સજ્વલનના રાગ અને દ્વેષને ધારણ કરનાર
For Private And Personal Use Only