________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુરૂ વણ ઘોર અન્ધાર” ઈત્યાદિ વાક્યોથી સગુરૂને અત્યંત મહિમા પ્રગટ થાય છે. શાસ્ત્રોદ્વારા ગમે તેટલું જાણવામાં આવે છે તો પણ શ્રીસદ્દગુરૂના અનુભવ જ્ઞાનની આવશ્યકતા તો બાકી રહે છે, શ્રીસદગુરૂગમપૂર્વક ભણેલું સર્વ આશીર્વાદરૂપ થઈ પડે છે અને તેનું ફળ બેસે છે. આજકાલ ગુરૂવિના કેટલાક સ્વબુદ્ધિથી શાસ્ત્રોમાં ઉદ્યમ કરે છે પણ તેઓના હૃદયમાં તત્ તત્ ય પદાર્થનો અનુભવ આવતો નથી.
ચારિત્રનું સ્વરૂપ સમજવામાં પણ ચારિત્ર અંગીકાર કરીને પાળનાર એવા સદ્ગુરૂની ખાસ આવશ્યકતા સિદ્ધ ઠરે છે. શાસ્ત્રોમાં પ્રતિપાદન કરેલું એવું ચારિત્રનું રહસ્ય જેટલું ચારિત્રધારક મુનિ ગુરૂઓ જાણે છે, તેટલું અન્ય કે જે ચારિત્રહિત એવા પંડિતો જાણી શકતા નથી. ચારિત્રધારક મુનિયોજ, કવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી ચારિત્રનું સ્વરૂપ રામજી શકે છે. જે બાબતમાં જેનો અધિકાર છે, તે જ તે બાબતનો અનુભવ યથાર્થ જાણું શકે છે. ચારિત્રના રહસ્યને અનુભવ એકલા શાસ્ત્રોના તત્ત્વથી થઈ શકતો નથી, પણ ચારિત્ર ધારક ગુરૂઓની ઉપાસના કરવાથી યથાર્થ અનુભવ થઈ શકે છે. ચારિત્ર સ્વરૂપના જ્ઞાનાર્થ તેમજ તેની પ્રાપ્તિ માટે ચારિત્રધારક સશુરૂ સેવવાની આવશ્યકતા છે, એમ અનુભવ કરતાં જણાશે. ચારિત્રધારક સદ્ગુરૂવિના અધિકાર પ્રમાણે ચારિત્ર રહસ્ય કોઈ સમજાવી શકતું નથી અને તેથી સ્વબુક્રયા ચારિત્રસબંધી વાંચેલાં પુસ્તકોમાં અનેક પ્રકારની શંકાઓ પડે છે અને તેથી ઉલટી નાસ્તિક બુદ્ધિની વૃદ્ધિ થાય છે. જ્યારે વસ્તુસ્થિતિ આમ છે ત્યારે અવશ્ય સદ્ગુરુ સેવાની જરૂર પડે છે, તે માટે કોઈ ચારિત્ર ધારક સશુરૂ કરવા જોઇએ.
વ્યવહાર ચારિત્રમાં ઘણા ઉત્સર્ગ માર્ગો અને અપવાદ માર્ગો છે. જેટલા ઉત્સર્ગ માગે છે તેટલાજ અપવાદ માર્ગો છે. જે વસ્તુનો ત્યાગ બતાવ્યું છે તે જ વસ્તુઓ કોઈ વખતે અમુક દશાવાળાને આદેય બતાવી છે. તે પાળતાં તેમાં દોષ લાગે છે અને તે દોનું પ્રાયશ્ચિત્ત પણ ગુરૂપાસે લેવાનું દેખાડ્યું છે. વ્યવહાર વૃત્તિ તેમજ બૃહતુ કટપવૃત્તિ વગેરેમાં ઘણા અપવાદ માર્ગો દર્શાવ્યા છે અને લાગેલા દોષોનાં પ્રાયશ્ચિત્ત પણ બતાવ્યાં છે. પાંચ વ્રતમંગનાં પ્રાયશ્ચિત્ત ત્યાં જણાવ્યાં છે. કોઈ સાધુએ અમુક પાપ સહું લેય તો તેનું પણ પ્રાયશ્ચિત્ત દર્શાવ્યું છે. ગુરૂની પાસે પ્રાયશ્ચિત્ત લેવાથી તે દોષિના આત્માની શુદ્ધિ થાય છે, એમ સારી રીતે પ્રતિપાદન કર્યું છે.-સાધુઓને પ્રાયશ્ચિત્ત આપવા સંબંધી કેટલાંક પુસ્તકો ગુપ્ત રાખવાં પડે છે, માટે તત્ સંબંધી ગુરૂગમથી વિશેષ જ્ઞાન સમજી લેવું ચારિત્રધારકને ચારિત્ર સંબંધી અનેક અનુભવો મળે છે. ચારિત્ર પાળવાથી તત
For Private And Personal Use Only