________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧લ્ટ) રની સેવા બજાવવાનો સર્વ મનુષ્યોને હક્ક છે. પરોપકારની સેવા બજાવવામાટે તીર્થકરોએ સુવર્ણ કોટી દાન તથા દેશના વગેરેથી પોતાને મળેલો અધિકાર રાફળ કર્યો ત્યારે મહારે પણ હુને મળેલા અધિકાર પ્રમાણે પરોપકાર કર જોઈએ. પોતાની ફરજ અધિકાર પ્રમાણે ઈન્દ્રો પણ બનાવે છે, તેને નિરંતર પણ કહેવામાં આવે છે. જગતમાં દરેક પદાર્થો પોતપોતાની એક ઘડીભર ફરજ ન બજાવે તે કોઈ મનુષ્યોથી શ્વાસ પણ લેઈ શકાય નહીં. પોતાની ફરજ બજાવનાર ત્રણમુક્ત થાય છે, શ્રી મહાવીર પ્રભુએ છેલ્લી વખતે સોળ પ્રહર ભવ્ય જીવોને દેશના દેઈ પોતાની પરોપકારરૂપ ફરજ બજાવી હતી, તેથી તેમનું આપ ઘડીએ ઘડીએ ધ્યાન ધરીએ છીએ. અને ત્યંત પરોપકારની લાગણીથી શ્રી વીરપ્રભુએ મૌન રહેવાની પ્રતિજ્ઞા કર્યા છતાં પણ ચંડકોશિયા સપને બોધ આપી તેનું ભલું કર્યું હતું. પૂર્વભવમાં મનુષ્યનો આ વખતનો અવતાર પામવા અન્યોએ પરોપકારથી સહાય કરેલી એમ નિશ્ચય છે. આ ભવમાં સર્વ જનો એ મોટા થતાં અવસરે ઉપકારરૂપ પોતાની ફરજ બજાવી છે, તે પ્રમાણે આપણે પણ અધિકાર પ્રમાણે મળેલી શક્તિ વડે અન્ય જીવોને પિતાના બંધુ સમાન ગણી ઉપકાર કરવો જોઈએ. ઉપકારી મનુષ્ય, ઉચ્ચ થવાના સર્વ ઉપાયોને પોતાની સન્મુખ આકર્ષે છે અને તે ભવિષ્યમાં પોતાનું જીવન ઉચ્ચ કરે છે, અન્ય પણ હેને તેની એવી દશા જોઈ તેને (ઉચ્ચ) ઉત્તમ કરવા જીગરથી સહાય આપે છે અને તેથી તેને સમ્યક્દર્શનારૂપઆંખ પ્રગટે છે.
૧૦-ધર્મતત્ત્વ જિજ્ઞાસુઓએ વિષયોની ઈચ્છાનો ત્યાગ કરી સર્વ જીપર શુદ્ધ પ્રેમ કરવો જોઈએ, શુદ્ધ પ્રેમથી સર્વ જીવે પોતાના પ્રતિ આકર્ષાય છે અને તેઓ વેરની લાગણીઓ ત્યજી દે છે, સત્ય તત્ત્વની દૃષ્ટિ પણ દર્શન મેહનો નાશ કરીને સ્વયમેવ પ્રગટે છે, શુદ્ધ પ્રેમથી ગુરૂનું અવલંબન થઈ શકે છે અને કોઈની નિન્દા થતી નથી, સત્યતત્ત્વ ગ્રહણ કરવાનું મન થાય છે. ગુરૂઓ પણ શુદ્ધ પ્રેમથી સત્યતત્ત્વને અપકાળમાં રસમજાવે છે અને તે હૃદયમાં સહેલાઈથી ઉતરે છે, તેથી તે સમ્યકત્વ રનને પ્રાપ્ત કરી શકે છે.
૧૧ શુમ વિચારોનો અભ્યાસ, સમ્યકત્વની ઇચ્છાવાળાઓએ શુભ વિચારોનો પ્રવાહ મનમાં સતત વહેરાવવો જોઈએ. શુભ વિચારો કરવાથી, ઘરકુટુંબ, નાત, ગામ, જિલ્લો અને આખા દેશના ઉપર સારી અસર થાય છે. સારા વિચારોની અસર શરીરના પર પણ સારી થાય છે અને તેથી પોતાની સંતતિ ઉપર પણ સારી અસર થાય છે. જેમ ક્રોધી માતા પુત્રને ધવરાવે છે. તે ક્રોધથી દૂધમાં ખરાબ અસર થાય છે અને બાળક માંદું પડે છે,
For Private And Personal Use Only