________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( 200 )
તેમ સારા વિચારોની પણ મનોવર્ગાપર અસર થાય છે અને તેની અસર શરીરમાં રહેલ રક્ત તથા વીર્ય ઉપર થાય છે, તેથી રક્ત અને વીર્યના આહારથી શરીર ગ્રહણ કરનાર પુત્ર અને પુત્રીઓ ઉપર પણ્ સારી અસર થાય છે, માટે ધર્મના શુભ વિચારો કરવાનો સતત અભ્યાસ કરવો, ઝનૂની વિચારવાળાનાં છોકરાં પ્રાયઃ ઝનૂની થાય છે, તે પ્રમાણે શુભ વિચાર કરનારની સંતતિ પણ પ્રાયઃ શુભ વિચાર કરનારી થાય છે અને તે પ્રમાણે દેખવામાં પણ આવે છે. સારા વિચારોની અસર વિજલીની પેઠે સર્વત્ર થાય માટે સારા વિચારો અહર્નિશ કર્યા કરવા. શુભ વિચારો કરતાં સમ્યકત્વના વિચારોને પ્રાપ્ત કરી શકાય છે અને તેથી મુક્તિની પીઠિકા રચાય છે. અનેક પ્રકારની ક્રિયાઓ કરતાં ખરાબ વિચારોને હઠાવનાર એવા શુભ વિચારો પૂર્ણ પ્રેમથી કરવા. એમ અગીયાર ગુણોમાટે અભ્યાસ કરવાથી નિશ્ચય સમ્યગ રણની પ્રાપ્તિ થયાવિના રહેતી નથી.
ચારિત્ર.
ચારિત્ર મોહનીયના ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાયિક ભાવથી, ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાયિક ભાવનું ચારત્ર પ્રગટે છે. આ ત્રણ પ્રકારના ચારિત્રને નિશ્ચય ચારિત્ર કહેવામાં આવે છે, એ ત્રણ પ્રકારનાં ચારિત્ર પ્રાપ્ત કરવાના હેતુઓને દ્રવ્ય ચારિત્ર અથવા વ્યવહાર ચારિત્ર કહેવામાં આવે છે. મુક્ત દશા કરવામાટે ચારિત્રની આવશ્યકતા છે. પુરૂષો અને સ્ત્રીઓ ચારિત્ર માર્ગને અંગીકાર કરી શકે છે. વ્યવહાર ચારિત્રના દેશ અને સર્વતઃ એમ એ ભેદ પડે છે, વાચારિત્ર બાર વ્રતરૂપ હોવાથી તે ચારિત્રના આરાધક ગૃહસ્થ શ્રાવકો છે, અને સર્વ ચારિત્ર પંચ મહાવ્રતરૂપ હોવાથી તેના આરાધકો મુનિવરો છે.
चारित्रनी आवश्यकता.
તે ચારિત્રના વિઘાતકી સદ્ગુણોનો પ્રકાશ થતો
સદ્ગુણો તે ચારિત્રરૂપ છે અને દુર્ગુણો છે છે. સદ્ગુણો એ આત્માનો ધર્મ છે. જેમ જેમ ાય છે તેમ તેમ દુર્ગુણો ટળતા જાય છે. મન, વાણી, કાયા અને આત્મા એ ચારની શુભ ઉચ્ચ દશા કરવી તેજ ચારિત્ર કહેવાય છે. ગુણોવિના કોઈની મુક્તિ થઈ નથી અને થવાની નથી. આવરણોનો નાશ થયાવિના ગુણો પ્રગટતા નથી, મનની નિર્મલતા થયા વિના સ્થિરતા થતી નથી, માટે મનની સ્થિરતા કરવા વ્યવહાર ચારિત્રની ખાસ આવશ્યકતા છે. મન વચન અને કાયાના અશુભ વ્યાપારોનો ત્યાગ કરી એ ત્રણ યોગનો શુભ વ્યાપાર કરવો, એ ત્રણનો શુભ વ્યાપાર પણ ઉપાધિ ત્યાગવિના થઇ શકતો નથી માટે ચારિત્રની ખાસ જરૂર છે. તેથી મનની ચંચળતા ઢળે છે, મનની
For Private And Personal Use Only