________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૮ ) કરવી, માધ્યશ્ય દૃષ્ટિથી સત્યની પરીક્ષા થાય છે. હૃદયની આગળ સત્ય ઉભું રહે છે અને અસત્યનો તુતે નાશ થાય છે, એમ અનુભવ કરતાં તુર્ત જણાઈ આવશે. માધ્યધ્ધ દૃષ્ટિવાળો પક્ષપાતના પ્રપંચોમાં ફસાતો નથી. અને તે સત્યને બુદ્ધિગમ્ય કરવા મથે છે. હઠકદાહરૂપ મિથ્યાત્વ અંધકારને તે માધ્યસ્થ દૃષ્ટિરૂપ સૂર્યનાં કિરણોથી નાશ કરે છે. માધ્યશ્ય દ્રષ્ટિના પ્રતાપે તે પોતાના અશુદ્ધ વિચારોને ઉત્તમ સત્ય વિચારો મળતાં ફેરવી નાખે છે, અને આચારોમાં પણ સત્ય સમજાતાં તુર્ત ફેરફાર કરે છે. સાચું તે મહારું, એવો તેનો નિશ્ચય રહે છે પણ મહારું તે સાચું આવી સંકુચિત મમતાબુદિ રહેતી નથી. તત્ત્વોનું શ્રવણ તથા વાચન કરતાં કોઈ વખત કોઈ બાબત ન સમજાતાં તે જૂઠના નિશ્ચય ઉપર આવી જતો નથી. ન સમજાથલી બાબતપર કલાકોના કલાકો પર્યત વિચારો કર્યા કરે છે, તેમજ, દેશ, કાળ, ગુરૂ અને પોતાની બુદ્ધિને અધિકાર, વગેરેની પ્રતીક્ષા કરે છે, તેથી તેનું વર્તન સર્વત્ર અનુકરણીય થઈ પડે છે; તેવો મનુષ્ય, સમ્યમ્ દર્શનને ગમે ત્યારે પ્રાપ્ત કરે છે.
૮ હાનિશા-–સત્ય તત્ત્વની જિજ્ઞાસાથી અને સત્ય તત્ત્વનું જ્ઞાન થાય છે, સત્યનાં દ્વાર ઉઘડે છે, સત્ય અને અસત્યનો ભેદ પડે છે, પિતાનામાં સદ્ગુણો તથા દુર્ગણો કેટલા છે તે પોતાની આંખો આગળ તરી આવે છે, પોતાની યોગ્યતા તથા અયોગ્યતાનો તહેને નિશ્ચય થાય છે અને તે સત્યને સત્ય તરીકે સ્વીકારે છે અને કહે છે. અપેક્ષાએ સત્ય અને અસત્યનો નિર્ણય કરી શકે છે.
--—પોતાના ઉપર ઉપકાર કરનારને જે જાણે છે તે અન્યોનો ઉપકાર કરી શકે છે. જ્ઞાનોપદેશ આદિથી અન્યોનો ઉપકાર કરતાં સમ્યગ દર્શનના સમુખ આત્મા આવતો જાય છે. અમુકને ઉપકાર કરીશ તો તેનાથી અમુક જાતનો ફાયદો થશે એવી બુદ્ધિ રાખીને જે ઉપકાર કરે છે તે ઉપકાર નથી પણ એક જાતની લેવડ દેવડનો વ્યાપાર છે. ઉપકાર કરતાં તેનું પ્રતિફળ ઇચ્છવું ન જોઈએ. દરેકનાં દુ:ખો માં ભાગ લેવો અને દરેકના આત્માને શાનિત આપવી તેજ મહારું મુખ્ય પરોપકાર કર્તવ્ય કાર્ય છે, મને જે મળ્યું છે તે સર્વના માટે છે, મહને જો સર્વની સહાય ન થઈ હોત તો શરીર, વાણી અને પ્રાણને પણ ધારણ કરવા સમર્થ થઈ શકત નહીં, મહારા જીવનની ઉચ્ચતામાં જડવસ્તુઓ તથા ચેતનોની જરૂર પડી છે તે પ્રમાણે મહારે પણ જેવું લીધું તેવું મળ્યાથી શક્તિ પ્રમાણે પાછું આપવું જોઈએ એ ન્યાય છે, માટે પ્રત્યેક જીવોના ભલા માટે અધિકાર પ્રમાણે પરોપકાર કરવો જોઈએ, જગજીવ પ્રતિ સેવા બજાવવી જોઈએ. પરોપકા
For Private And Personal Use Only