________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૭ ) ૩ કોઈ પણ મનુષ્યની નિન્દા કરવી નહીં. મનુષ્યમાં પ્રગટેલા સગુણોની પ્રશંસા કરવી. દુર્ગણોને ઢાંકવા. પોતાની કોઈ નિન્દા કરે છે તો જેમ પોતાનો આત્મા દુઃખાય છે તેમ અન્યની નિન્દા કરતાં અન્યના આમાને પીડા થવાથી તેની ભાવ હિંસા કરી કહેવાય છે. કસાઈઓ જેમ દ્રવ્યપ્રાણને નાશ કરે છે, તેમ નિન્દકો પણ ભાવપ્રાણની હિંસા કરનાર હોવાથી ભાવકસાઈ છે. નિન્દક જનથી અન્યોના સદ્ગુણે તરફ જોઈ શકાતું નથી, માટે કોઈની નિન્દા કરવી નહીં.
૪ કોઈને પણ આત્માને દ્રવ્યથી વા ભાવથી દુઃખ દેવું નહિ તેને દયા કહે છે. એવી ઉત્તમ દયાને હૃદયમાં અહર્નિશ ખીલવવા પ્રયત્ન કરવો. જીવોની દયા કરનાર ખરેખર સમ્યક્ત્વને અધિકારી થઈ શકે છે.
૫ સર્વ મનુષ્યમાં જે જે અંશે ગુણો પ્રગટ્યા હોય તે તે ગુણોની પ્રશંસા કરવી જોઈએ, ધારો કે એક મનુષ્યમાં નેવું દોષ છતા છે અને એક વિનય ગુણ ખીલ્યો છે તો તે નેવું દેશ સામું ન જોતાં તેના વિનયગુ. ણની પ્રશંસા કરવી જોઈએ. નેવું દોષને જાણવામાં આવે તો પણ તેનો કોઈની આગળ પ્રકાશ કરવો નહીં એવા પ્રકારની પ્રમોમાવના ધારણ કરવી જોઈએ.
૬ અધિકાર પ્રમાણે શાસ્ત્રોનું ગુરૂમુખથી શ્રવણ તથા વાચન કરવું જોઈએ. પક્ષપાત બુદ્ધિનો ત્યાગ કરી અનેકાન્ત દૃષ્ટિથી શાસ્ત્રોનું શ્રવણ તથા વાચન કરતાં, સમ્યક્ શ્રદ્ધાની ઉત્પત્તિ થાય છે. સંપ્રતિ સમયમાં ગીતાર્થ ગુરૂમુખથી જેઓ શાસ્ત્રોનું શ્રવણ કરતા નથી અને પોતાની ઈચ્છા પ્રમાણે-અધિકાર પોતાનો કેટલો છે તેને નિશ્ચય કર્યાવિન–ગમે તે પુસ્તકો વાંચે છે તેનો આત્મા અવળે માર્ગે દોરાય છે અને તેથી તેઓ શાસ્ત્રો તે કોઈ વખત શસ્ત્રપણે પરિણમે છે, માટે પોતાનો અધિકાર કેટલો છે, તેનો અવશ્ય નિર્ણય કરવો જોઈએ. અધિરિવરાતિ શાસ્ત્ર એ સૂત્ર ભૂલવું જોઈતું નથી. પોતાના અધિકાર પ્રમાણે શાસ્ત્રનું શ્રવણ તથા વાંચનથી પોતાને લાભ થઈ શકે છે. જે જે શાસ્ત્રો વાંચવામાં આવે તે તે શાસ્ત્રો રચવાનો શો ઉદ્દેશ હતો ? અને તે કયા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી છે ? તે મહને ઉપયોગી છે કે કેમ ? વગેરેનો પ્રથમથી જ નિર્ણય કરી પશ્ચાત તેમાં પ્રવૃત્તિ કરવાથી ઉત્તમ લાભ પ્રાપ્ત કરી શકાય છે. એ પ્રમાણે પ્રવર્તકના વિચારો ખીલે છે અને તે આગળ ચઢતો રહે છે. તેને શાસ્ત્ર સાંભળવામાં તથા વાચનમાં પૂર્ણ પ્રેમ ઉત્પન્ન થાય છે, અને તેથી તે તત્ત્વોની પૂર્ણ શ્રદ્ધાને પ્રાપ્ત કરી શકે છે, માટે જિજ્ઞાસુઓએ શાસ્ત્ર શ્રવણ તથા વાચનમાં અહનિંગ ઉદ્યમ કરવો.
૭ મનુષ્યોએ તત્વબુદ્ધિને વિકાસ કરવા માટે માધ્યશ્ય દૃષ્ટિને ધારણ
For Private And Personal Use Only