________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૬) તેરાતઃ સંતો વિરતિશ્ચારિત્રે તનુ દ્રવ્યતા स्थैर्य शुद्धात्मरूपेयच्चारित्रं तच्चभावतः॥ ६७ ॥
શબ્દાર્થ:-પૂર્વોક્ત ઉપશમાદિ સમ્યકત્વને નિશ્ચય દર્શન કહે છે. સમ્યક્ પ્રકારે વસ્તુ સ્વરૂપ જણાવનારને જ્ઞાન કહે છે. ચારિત્ર મોહનીયના ઉપશમાદિ ધર્મને ચારિત્ર કહે છે, કારણ કાર્યની અપેક્ષાએ ચારિત્રના દ્રવ્ય અને ભાવ એ બે ભેદ જૈનદર્શનમાં કહ્યા છે. દેશ અને સર્વવિરતિ એમ બે ભેદે દ્રવ્ય ચારિત્ર છે, આત્માના સ્વરૂપમાં સ્થિરતા તે ભાવથી ચારિત્ર છે.
ભાવાર્થ:–ઉપશમાદિ નિશ્ચય દર્શન ગુણને પ્રગટાવનાર વ્યવહાર દર્શન (દ્રવ્યદર્શન) છે. નિશ્ચય દર્શનનો કોઈ ભેદ, કોઈ પામ્યો હોય છે તોપણ તે પોતાની મેળે નિશ્ચય કરી શકતો નથી. નિશ્ચય દર્શનની પ્રગટતાને માટે જે જે અનુમાન કરવામાં આવે તે સ્વમત્યનુસાર હોવાથી ભૂલવાળાં પણ હોઈ શકે. જૈનધર્મની ક્રિયા આદિથી નિશ્ચય સમ્યકત્વનો નિર્ણય થતો નથી, અભવ્યજીવો માખીની પાંખ દુઃખવતા નથી એવું ચારિત્ર પાળે છે તેમાં નિશ્ચય સમ્યકત્વ દર્શનનું લક્ષણ ચાલ્યું જાય માટે પૂર્ણ શ્રદ્ધાપૂર્વક જૈનધર્મનું આરાધન કરવું એજ શ્રેષ્ઠ માર્ગ છે. અધ્યાત્મજ્ઞાન અને દ્રવ્યાનુયોગના જ્ઞાનપૂર્વક જૈનધર્મની આરાધના કરવાથી નિશ્ચય દર્શન પણ આત્મામાં પ્રગટ થાય છે. પોતાની શ્રદ્ધા જો પૂર્ણ છે તો બસ! તેનાથી સકલ ગુણો પ્રગટ થઈ શકશે, માટે જેને કોઈ દિવ્યજ્ઞાનિવિના નિર્ણય ન થાય તેવા નિશ્ચય દર્શનની પ્રગટતામાં માથું મારી નકામો કાળક્ષેપ કરવો યોગ્ય નથી. તત્ત્વોની શ્રદ્ધામાં તલ્લીન બની અધિકારી પરત્વે જે જે કરવાનું હોય તે કર્યા કરવું, પોતાના અધિકાર પ્રમાણે જે જે કરવાનું હોય તે તે પૂર્ણ શ્રદ્ધાથી કર્યા કરવું, ગુરૂનો ઉપદેશ સાંભળવો અને પોતાના અધિકારનો નિશ્ચય કરવો. પોતાનું જ્ઞાન અને આચરણ શક્તિ વગેરેની બહાર હોય તેના માટે માથું મારવું તે ખરેખર પોતાના અધિકારને ભ્રષ્ટ કરવા બરોબર છે. દર્શન પામવાની ઇચ્છાવાળાઓએ નીચે કહ્યા પ્રમાણે વર્તવું.
૧ પ્રત્યેક આત્માઓને પોતાના આત્માની બરોબર ગણી તેના ભલામાટે મનમાં શુભ ચિંતવવું. સર્વ જીવો સુખી થાઓ સર્વ જીવોના દોપ ટળો, સર્વને સત્યનો પ્રકાશ થાઓ ઈત્યાદિ.
૨ જીવોને સત્ય સમજાવવા બને તેટલો પ્રયત્ન કરવો. ઉચ્ચ પાયરીએ ચઢવાના ઉપાયો બતાવવા. આમાન ગુણોનો પ્રકાશ કરવાને જે જે શાસ્ત્ર વાચન અને ગુરૂ ઉપદેશ શ્રવણ વગેરે ઉપાસે હોય તે બતાવવા.
For Private And Personal Use Only