________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાવાર્થ-વ્યવહાર સમ્યગદર્શનની વ્યાખ્યા જણાવે છે. નવતત્વાદિ પદાર્થોને તે તે પદાર્થોના સત્યધર્મથી જાણી શકે, જેવા રૂપે જે પદાર્થ હોય તેવા રૂપે તેને જાણે, અર્થાત્ જીવને જીવતરીકે જાણે, અજીવને અજીવતરીકે જાણે, પુણ્યને પુણ્યતરીકે જાણે, પાપને પાપ તરીકે જાણે, આશ્રવને આશ્રવ તરીકે જાણે, સંવરને સંવર તરીકે જાણે, નિર્જરાને નિર્જરા તરીકે જાણે, બંધને બંધ તરીકે જાણે અને મોક્ષને મોક્ષતરીકે જાણે, ધર્માસ્તિકાયાદિ દ્રવ્યોને તે તે પદાર્થના લક્ષણથી યથાર્થ જાણે, દેવતને દેવતત્વ તરીકે જાણે, ગુરૂતત્ત્વને ગુરૂત તરીકે જાણે, ધર્મને ધર્મતત્ત્વ તરીકે જાણે, શ્રાવકના ધર્મને શ્રાવક ધર્મ તરીકે જાણે, સાધુધર્મને સાધુધર્મ તરીકે જાણે, એમ દરેક પદા
ને સત્ય લક્ષણથી જાણી તેની હૃદયમાં પરિપૂર્ણ શ્રદ્ધા કરવી તે વ્યવહારનયથી સમ્યગદર્શન કહેવાય છે. જીવાદિ નવ તત્ત્વોને જાણે છે અને તેની શ્રદ્ધા કરે છે તે વ્યવહારથી સમ્યક દર્શન કહેવાય છે. આજકાલ પંચમકાળમાં વ્યવહારથી સમ્યગૂ દર્શન જાણી શકાય છે. અને તે પ્રાપ્ત કરી શકાય છે. નિશ્ચયથી સમ્યમ્ દર્શન કોને છે તે જાણી શકાતું નથી, તથા તેને કોઈ મનુષ્ય પોતાની અંદર તે છે એમ નિર્ધાર કરી શકતો નથી, કારણ કે નિશ્ચય દર્શન અરૂપી છે અને તે પ્રકૃતિના ઉપશમ આદિપણાથી પ્રાપ્ત થાય છે, તેથી તેની પ્રાપ્તિ કોને છે એમ હાલ તેવા પ્રકારના જ્ઞાનના અભાવે જાણી શકાતું નથી, માટે વ્યવહાર સમ્યગ દર્શનની આરાધના મુખ્યતઃ કરવી અને તેની પ્રાપ્તિ માટે અહર્નિશ પ્રયત્ન કરવો. નિશ્ચયથી કહેલું એવું ઉપશમ સમ્યકત્વ, સંપૂર્ણ ભવચક્રમાં પાંચવાર પ્રાપ્ત થાય છે, ક્ષયોપશમ સમ્યકત્વ, સંપૂર્ણ ભવમાં અસંખ્યાત વાર પ્રાપ્ત થાય છે અને ક્ષાયિક સમ્યકત્વ તો પ્રાપ્ત થયું કદાપિકાળે જતું નથી. કોઈના મત પ્રમાણે જીવને પ્રથમ, ઉપશમ સમકિત પ્રાપ્ત થાય છે અને કોઈના એટલે સિદ્ધાન્તવાદીના મત પ્રમાણે પ્રથમ ક્ષયોપશમ સમકિત પ્રાપ્ત થાય છે.
સમ્યકત્વવિના ચારિત્ર ક્રિયાની યથાર્થ–પરિપૂર્ણ સફળતા થતી નથી, માટે અવશ્ય સમ્યગૂ દર્શનની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરવો જોઈએ. સદ્દગુરૂપાસે સિદ્ધાન્તોનું શ્રવણ કરી વ્યવહારથી સમ્યગદર્શનની પ્રાપ્તિ કરવી.
ઉપશમાદિ નિશ્ચય દર્શનની વ્યાખ્યા સમજાવ્યા બાદ જ્ઞાન અને ચારિત્રનું સ્વરૂપ નીચે પ્રમાણે સમજાવવામાં આવે છે.
निश्चयं दर्शनं तत्तु, ज्ञानं सम्यक् प्रभासकम् । द्रव्यतो भावतो विद्धि, चारित्रं जैनदर्शने ॥६६॥
For Private And Personal Use Only