________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૯૩) આત્મતત્વની પ્રાપ્તિના મુખ્ય ઉદેશને મેરુપર્વતની પેઠે હૃદયમાં સ્થિર કરવો, પ્રતિદિન કંઈક નવું તત્વજ્ઞાન પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવો, શરીરના સર્વ અવયવોમાં અસંખ્યાત પ્રદેશી આત્મરૂપ ભગવાન વ્યાપીને રહ્યા છે તેનું ક્ષણે ક્ષણે સમરણ કરવું. આત્મરૂપ ભગવાનને ઓળખાવનાર આત્માનું જ્ઞાન છે. જ્ઞાન ગુણથી પોતે પોતાની મેળે જણાય છે, અર્થાત્ આમા પોતે પોતાનો સ્વયમેવ ભાસ કરે છે તેમાં અન્ય પ્રમાણોની કંઈ જરૂર નથી.
આ પ્રમાણે યોગનાં અષ્ટાંગ જાણી તેને અભ્યાસ કરનાર યોગી પરમામપદ પ્રાપ્ત કરે છે.
અસંખ્ય યોગથી મુક્તિ થાય છે. યોગનાં આઠ અંગ તેપણ અસંખ્ય યોગમાંના ભેદો છે, તેનું સામાન્યતઃ અત્ર સ્વરૂપ દર્શાવ્યું છે.
सर्व योगोमां शानदर्शन चारित्रनी मुख्यता छे. જ્ઞાનદર્શન ચારિત્રાઉન મોક્ષમાર જ્ઞાનદર્શન અને ચારિત્ર એજ મોક્ષમાર્ગ છે. જ્ઞાન, દર્શન અને ચારિત્રનું સ્વરૂપ સમજવું મહામુશ્કેલ છે. જેમ જેમ તત્સંબંધી વિશેષ વિચાર કરવામાં આવે છે, તેમ તેમ તે સૂત્રનું વિશેષ જ્ઞાન થતું જાય છે, માટે જ્ઞાનદર્શન અને ચારિત્રના ભેદોનું વિશેષતઃ સ્વરૂપ સમજવું જોઈએ. અષ્ટાંગયોગમાં જ્ઞાન દર્શન અને ચારિત્રનો સમાવેશ થાય છે, તેમજ જ્ઞાન, દર્શન અને ચારિત્રમાં અષ્ટાંગયોગનો સમાવેશ થાય છે. આ ત્રણ રસ્તનું આગમોમાં વિશેષતઃ સ્વરૂપ દર્શાવ્યું છે; અષ્ટાંગયોગનો જેટલો વિચાર કરીએ તેટલો ન્યન છે.
अष्टांगयोगना अधिकारी कोण? અષ્ટાંગયોગના સાધુવર્ગ અને ગૃહસ્થવર્ગ એ બે અધિકારી છે. સાધુઓએ અવશ્ય અષ્ટાંગયોગનું આરાધન કરવું જોઈએ, તેમાં થતા પ્રમાદને નાશ કરવું જોઈએ. સાધુઓએ પોતે તેની સાધના કરીને અન્યોને પણ તેનો ઉપદેશ આપવો જોઈએ. વિશ્વવ્યાપક એવા અષ્ટાંગયોગ ધર્મથી જૈનધર્મની સર્વ દેશમાં વિજય ધ્વજ ફરકાવી શકાય છે. ગૃહસ્થ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર વર્ગનું નિયમિત કમ વ્યવસ્થાપૂર્વક આરાધન કરવું જોઈએ. વ્યાવહારિક આજીવિકા વ્યાપાર, પાઠન વગેરે કૃત્યોને સાચવીને નિયમિત સમયકાલમાં અષ્ટાંગયોગનું સેવન કરવું. ગૃહસ્થવર્ગ અષ્ટાંગયોગનું સેવન કરીને સંસારમાં રહ્યો હતો પણ મોક્ષમાર્ગનું આરાધન કરી શકે છે અને અનેકાત ધર્મનો સર્વત્ર પ્રસાર કરી શકે છે. સંકુચિત દૃષ્ટિનો વા એકદેશીય દૃષ્ટિનો ત્યાગ કરી વિશાલ દૃષ્ટિથી અષ્ટાંગયોગનું આરાધન કરી જન્મની સજ્જતા કરવી.
યો. ૨૫
For Private And Personal Use Only