________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૯૨ )
પોતાની પાસે રાખે છે. જો કે તત્સંબંધી પુસ્તકો છે તોપણ ગુરૂગમ પૂર્વક જે મળે છે તે જુદાજ પ્રકારનું છે. ગુરૂઓ અલ્પકાલમાં હાસમાધિ કરાવી શકે છે.
અત્ર હસમાધિનું વિશેષ વર્ણન સ્વાનુભવપૂર્વક લખવાથી સર્વ મનુષ્યે તે પુસ્તક વાંચે તો તેમાં યોગ્યતા વા અયોગ્યતાનો ભેદ રહે નહીં. ગુરૂગમ પૂર્વક યોગ્ય અધિકારીને હસમાધિની જ્ઞાન કુંચીઓ મળવી જોઇએ, એમ સમજાયાથી અત્ર તેનું વિશેષ વર્ણન કર્યું નથી. જેને હડસમાધિની વિશેષ જિજ્ઞાસા હોય તેણે ગુરૂગમપૂર્વક વિનય યોગ્યતા વડે તેની પ્રાપ્તિ કરવી એમ ભલામણ કરવામાં આવે છે.
શ્રીઆનન્દઘનજી, શ્રીચિદાનન્દજી, તેમજ પુલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય હાસમાધિને પ્રાપ્ત કરી હતી. સહુ યોગસમાધિમાં જે ઝીલે છે તેને હરસમાાધમાં વિશેષતઃ જિજ્ઞાસા થતી નથી.
અમોએ પણ હડસમાધિનો અનુભવ કર્યો છે, પણ યોગ્ય અધિકારીઅન્યોને તેનો અભ્યાસ કરાવવો યોગ્ય ધાર્યાં નથી, કારણ કે યોગ્ય અધિકારીવિના અન્યોને તેનો અભ્યાસ કરાવવો હિતાવહ નથી, એમ ગુરૂપરંપરા ચાલી આવે છે. કેટલાક લોક હડસમાધિનો ડોળ ધારણ કરે છે અને કંઈપણ જાણતા નથી, તેવાઓથી છેતરાવું નહિ. શાસ્ત્રોના આધારે સમાધિનો અભ્યાસ કરાવે તેવાઓની પાસે સમાધિનો અભ્યાસ કરવો. સમાધિનો અભ્યાસ કરાવનારાઓએ યોગ્યતાવાળા શ્રદ્ધાળુ મનુષ્યોને અભ્યાસ કરાવવો. સમાધિથી બ્રહ્મરન્ત્રમાં આત્મજ્યોતિની સ્થિરતા થાય છે અને અત્યંત સહજસુખ ભોગવાય છે. અમુક વખતસુધી હડસમાધિને ધારણ કરી શકાય છે. હડસમાધિ કરનારાઓએ એકાન્ત નિર્જન પ્રદેશ, ગુફા વગેરેનો આશ્રય લેવો; શરીરની આરોગ્યતા જાળવવી જોઇએ.
हठसमाधि करनारने सूचना.
હાસમાધિયોગીએ મનુષ્યનો સંસર્ગ ત્યાગ કરવો જોઇએ. ઘણા મનુષ્યોના સંસર્ગમાં આવવાથી મનમાં વિકલ્પ સંકલ્પ પ્રગટે છે. મનુષ્યોના સંસર્ગમાં આવતાં છતાં પણ અલિપ્તતા રાખવી જોઇએ. ખાસ કારણવિના ચમત્કાર દેખાડવાની બુદ્ધિ ન રાખવી જોઈએ. રાજયોગના જ્ઞાનપૂર્વક હડયોગની ક્રિયાઓ કરવી જોઇએ. આત્મામાં પરમાત્મત્વ રહ્યું છે, એવી અહર્નિશબુદ્ધિ ધારણ કરવી જોઇએ. આત્માની પિરપૂર્ણ શ્રદ્ધા ધારણ કરવી જોઇએ. સર્વત્ર આત્મભાવ ધારણ કરવો જોઇએ. ગમે તેવા પ્રસંગોમાં પણ મનની સમાનતા ધારણ કરવી. દરેક આવશ્યક કાર્યો કરતાં છતાં પણ તેના ફળ ઇચ્છાઓમાં અદ્ધ ન થવું જોઇએ. જૈનશાસ્ત્રોનો ગુરૂગમ પૂર્વક અભ્યાસ કરીને
For Private And Personal Use Only