________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧ ) બિંદુસમાન નથી. નિરાલંબન સમાધિમાં વિશેષતઃ નિર્વિકલ્પદશા રહે છે. ખરેખરો આનન્દ તે નિરાલંબન સમાધિમાં રહે છે. નિરાલંબન સમાધિવાળા ચોગિયો જીવતાં છતાં મુક્તિના સુખની વાનગી ચાખે છે. જેણે જીવતાં સમાધિ સુખને અનુભવ્યું નથી તે મૃત્યુ થયા બાદ પણ મુક્તિનું સુખ શીરીતે મેળવી શકે ? માટે આ ભવમાં સમાધિ સુખ મેળવવા માટે સદ્દગુરૂની ઉપાસના કરવી જોઇએ. ગમે તેટલાં પુસ્તકો વાંચવામાં આવે પણ સદ્ ગુરૂની ઉપાસના વિના સમાધિસુખ પ્રાપ્ત થતું નથી.
નિરૂપાધિ દશાવાળો જ્ઞાનયોગી સમાધિસુખનો ભોક્તા બને છે, જ્ઞાની હોય પણ ઉપાધિદશા વિશિષ્ટ હોય તે સમાધિસુખ પામી શકતો નથી, જ્ઞાનવિના ઉપાધિનો ત્યાગ કરતાં છતાં પણ સમાધિસુખ પ્રાપ્ત થઈ શકતું નથી. સમાધિસુખના અધિકારી, જ્ઞાની અને પરિગ્રહ ત્યાગી મનુષ્યો થઈ શકે છે. આત્મજ્ઞાનવિના આત્માની સમાધિદશા મળતી નથી.
આવી ઉત્તમ સોલંબન અગર નિરાલંબન સમાધિદશાના અધિકારી મુનિરાજ છે. જ્ઞાની ગીતાર્થ મુનિરાજ સમાધિગુણમય ચારિત્ર પદને પામે છે. સહજ સમાધિનું વિશેષ સ્વરૂપ ગુરૂ પાસેથી સમજી લેવું.
हठयोग समाधि. હઠયોગદ્વારા જે સમાધિનું સ્વરૂપ પ્રાપ્ત થાય છે તેને હઠયોગ સમાધિ કહે છે. હઠયોગ સંબંધી અન્ય દર્શનીઓનાં અનેક પુસ્તકો છે, હઠસમાધિ પણ સ્યાદ્વાદયની અપેક્ષાએ ઉપયોગી છે. જૈનસિદ્ધાન્તોનો અભ્યાસ કર્યા પછી હઠસમાધિનું સ્વરૂપ જાણવાથી વિશેષ ફાયદો થાય છે. શ્રીચિદાનન્દજી મહારાજે (શ્રીકચંદજી મહારાજે ) ચિદાનન્દ સ્વરોદયમાં હઠસમાધિનું કેટલુંક વર્ણન કર્યું છે. જૈનદર્શનને બાધ ન આવે એવું સમાધિનું સ્વરૂપ ગ્રહણ કરવા લાયક છે. જૈન ચોગશાસ્ત્રોદ્ધારા હઠસમાધિનું સ્વરૂપ જાગી તેની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરવો જોઈએ. પચ્ચક્રનું ભેદન, તેમજ કંડલીનું ઉત્થાન અને મેરૂદંડમાં પ્રાણવાયુનો પ્રવેશ અને બ્રહ્મરન્દ્રમાં પ્રાણવાયુનું ગમન થવાથી હઠસમાધિ પ્રાપ્ત થાય છે. કેવલ કુંભક પ્રાણાયામથી કુંડલીનું ઉત્થાન થાય છે અને સુષુણામાં પ્રાણવાયુનો પ્રવેશ થાય છે. હઠયોગની સમાધિના કરનારા હાલમાં પણ છે. કોઈ વિરલાને હોગની સમાધિ પ્રાપ્ત થાય છે. સહજ યોગસમાધિ કરતાં હયોગની સમાધિનો દરજજો ઉતરતો છે. હોગથી અનેક ચમત્કારો જણાય છે અને અન્યોને પોતાના વિચારમાં ખેંચી શકાય છે. હઠસમાધિની, પરિપાટી જેનોમાં લુપ્તપ્રાય થઈ ગઈ છે. કોઈ કોઈ મહાત્માઓ તેને જાણે છે, પણ યોગ્યતાવિના અન્યોને કહી શકતા નથી. તેમજ અભ્યાસ કરાવી શકતા નથી. હઠસમાધિની ઉંચી ગુરૂઓ
For Private And Personal Use Only