________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦૦) જનું જમણ જમ્યાબાદ સાલંબન ધ્યાનનું જમણ નિરસ જેવું લાગે છે. રૂપાતીત ધ્યાનના વિરહ સાલંબન ધ્યાન ધ્યાઈ શકાય છે. રૂપાતીતમાંથી સાલબનમાં આવતાં પાછું રૂપાતીત ધ્યાનમાં પ્રવેશવાની રૂચિ થાય છે અને તેમાં પ્રવેશ કરી શકાય છે, જો કે આ ઠેકાણે રૂપાતીત અને સાલંબન ધ્યાનની વ્યાખ્યા લખેલી છે તે પ્રસંગોપાત્ત પ્રસ્તુત વિષયને મૂકીને તે તે જાતની સમાધિ તે તે ધ્યાનથી થાય છે એમ જણાવવામાટે અત્ર પૂર્વાલોચનાને સંબંધ જણાવ્યો છે. સાલબનવડે ધ્યાતા ધ્યેય અને ધ્યાનની એક્યતા થતાં સાલંબન સમાધિ પ્રાપ્ત થાય છે, તેમજ નિરાલંબનમાં ધ્યાતા ધ્યેય અને ધ્યાનની ઐક્યતારૂપ સમાધિને યોગી પ્રાપ્ત કરે છે, તેથી સહજ ચોગમાં સાલંબન અને નિરાલંબન એ બે પ્રકારની સમાધિ કહેવાય છે. સાલંબન સમાધિયોગી નિરાલંબન રૂપાતીત સમાધિ દશાને પ્રાપ્ત કરી શકે છે. સાલંબન સમાધિના આલંબનના ભેદે અનેક પ્રકારના ભેદો પડે છે, તે આલંબનરૂપ કારણથી સમાધિરૂપ કાર્યમાં ઉપચારની અપેક્ષાએ સમજવું, વસ્તુતઃ સાલંબનસમાધિ જે વખતે હોય છે તે વખતે ધ્યાતા પ્રેમ અને ધ્યાનની એકતા થાય છે, તેથી તે ઐક્યતામાં કોઈ જાતનો ભેદ ભાસતો નથી. નિરાલંબન સમાધિમાં પણ કોઈ પ્રકારનો ભેદ પડતો નથી.
सालम्बन करतां निरालम्बन समाधिनी उत्तमता. સાલંબન સમાધિ કરતાં નિરાલંબન સમાધિ અનંત ગણી ઉત્તમ છે અને તેમાં કર્મની નિર્જરા પણ અનંત ગણી વિશેષ થાય છે, તેમજ શક્તિ પણ અનન્તગુણું વિશેષ ખીલે છે અને આત્મા પણ અનતગણો વિશેષ નિર્મલ થાય છે. નિરાલંબન ધ્યાનમાં અપૂર્વ આનન્દ રસનો ભોગ ભોગવાય છે. નિરાલંબન સમાધિમાં પ્રવેશેલ યોગી મુક્તિપદ પ્રાપ્ત કરે છે. નિરાલબની સમાધિની ઉત્તમતાને, તેને અનુભવ કરનાર સારી રીતે જાણી શકે છે. બાકી અન્ય જીવો તો સાંભળીને જ ફક્ત જાણી શકે છે. નિરાલંબન સમાધિની ખુમારી જેણે ચાખી તેણે ચાખી છે. સાલમ્બન સમાધિમાં જેઓએ આનન્દરસ ભોગવ્યો છે તેઓએ નિરાલઅન સમાધિ સુખ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવો. सहज सालम्बन समाधिमांथी निरालम्बन समाधिमा प्रवेशाय छ.
સાલંબન સમાધિ જે અધિકારી થાય છે તે નિરાલંબન સમાધિમાં પ્રવેશે છે. પ્રથમ તો સાલઅન સમાધિને અત્યંત અભ્યાસ કરવો. સાલબન સમાધિમાં અત્યંત આનન્દ ઉદ્ધવે છે, સાલંબન સમાધિવિના નિરાલંબન સમાધિમાં પ્રવેશી શકાતું નથી. સવિકલ્પ ધ્યાન દ્વારા સાલંબન સમાધિમાં પ્રવેશાય છે. સાંસારિક દેવેન્દ્રોનું સુખ પણ સમાધિના સુખની આગળ એક
For Private And Personal Use Only