________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૮ ) ધૂન લાગે છે. ચોલમછઠના રંગની પેઠ નિરાલંબન યાનનો પગ છૂટતો નથી, પરના આલંબનવિના આત્માની જ્ઞાનાદિ અંતસૃષ્ટિમાં ચિત્તની લયલીનતા થવાથી દુનિયાનું ભાન ભૂલાય છે. બાહ્ય શરીર નામાદિ વડે દુનિયા એવા ચોગીને ગમે તેમ બોલે છે, તે પણ ભર નિદ્રાળુને જેમ તે વખતે બાહ્યનું ભાન હોતું નથી તેમ તેને બાહ્યની જરા માત્ર સારી ખોટી અસર થતી નથી. અર્થાત્ એવા રૂપાતીત ધ્યાનીને બાહ્યની કંઈ પણ શુભાશુભ અસર થતી નથી, કારણ કે તે વખતે તેનું મન, આત્માના શુદ્ધસ્વરૂપમાં લાગેલું હોય છે. અન્તર સમુખ મન હોય છે ત્યારે શરીર, તથા અમુક મારું નામ, અમુક કુળ, અમુક ગચ્છ, અમુક વંશ, અમુક પરિવાર વગેરેમાં મનની રમણતા રહેતી નથી અને તેથી તેવા બાહ્ય ભાવમાં કપાએલી અહંતા છટવા માંડે છે. અન્તમાં વિશેષ રમણતા તેટલી જ બાહ્ય રમણતાને ત્યાગ થાય છે.
તીર ધ્યાન કરનારને રૂા. રૂપાતીત ધ્યાન કરનારને જગને જડ પદાર્થોમાં અહં મમત્વની કદના રહેતી નથી. તે જેવો બાહ્ય, દેખાય છે તેવો અન્તરથી હોતી નથી અને ઉદાસીન બને છે. બાહ્ય શરીર ક્રિયાઓ કરે છે તો પણ તે બાહ્યવૃત્તિ શૂન્ય હોવાથી તેમાં લેખાતો નથી. બાહ્ય સુખની લાલચોથી તે મુંઝાતો નથી. શરીર વાણું અને મનને તે ઉપરી બને છે. મનને તે પોતાના કબજે રાખી શકે છે, પણ મનના કબજામાં તે વર્તતો નથી. રૂપી વસ્તુના આલંબનવિના અરૂપી ગુણોનું ચિંતવન કરી તેમાં રાચીમાંચી રહે છે અને અન્તરની મસ્તાન દશાના સહજ આનન્દને પામે છે. યોગી ઉપયોગી સૂક્ષ્મતાને ધારણ કરતો કરતો એવો તો અન્તરમાં ઉતરી જાય છે કે તે વખતે ધ્યાતા, ધ્યેય અને ધ્યાનના એક્યને પામે છે; અર્થાત્ તે વખતે તેને ધ્યાતા ધ્યેય અને ધ્યાન એ ત્રણની ભિન્નતાને અનુભવ થતો નથી. એવી ક્ષયોપશમ ભાવમાં રૂપાતીત ધ્યાનની દશાને યોગી ધારણ કરી શકે છે. ક્ષેપક શ્રેણિ માંડનાર ચોગીયો તો રૂપાતીત ધ્યાનથી આગળ વધતા જાય છે, પણ પાછા પડતા. નથી. ઉપશમ શ્રેણિને યોગી પાછો પડે છે, પણ પાછો પડીને ગમે તે કાળે પણ ઉપર ચડી પૂર્ણ સમાધિ દશાને પામ્યા વિના રહેતો નથી. ઉપશમ ચગી તે તે કાળમાં ઉપશમ સમાધિમાં રહીને સહજ સુખને પામે છે. ક્ષાયિક ભાવે સમાધિ પામનાર યોગી તેરમા ગુણસ્થાનકથી કદી પાછો પડતો નથી. સહજ યોગી તે તે ગુણોને પ્રાપ્ત કરી આનન્દમાં મગ્ન રહે છે. રૂપાતીત થાનમાંથી પુનઃ સાલંબન ધ્યાનમાં આવતાં હતાં પણ રૂપાતીત ધ્યાનની ખુમારી ભૂલાતી નથી. મિષ્ટાન્ન જમ્યા બાદ જેમ લુખા ભજનપર રૂચિ રહેતી નથી, પણ મિષ્ટાન્નના અભાવે લખું અન્ન ખવાય છે, તેમ રૂપાતીત ધ્યાનરૂપ મિટ્ટી
For Private And Personal Use Only