________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨ )
ध्यान करनारने सूचना.
ધ્યાનના જિજ્ઞાસુઓએ અનુભવી સદ્ગુરૂઓની સેવા કરવી અને ધ્યાન સંબંધી અનેક પુસ્તકોનો અભ્યાસ કરવો. આત્મતત્ત્વના જિજ્ઞાસુ થઈ સત્ય વિવેકને ધારણ કરવો, ધ્યાનક્રિયારૂપ ચારિત્રને ધારણ કરવું. અન્તરથી ન્યારા રહી અહિનું કર્તવ્ય કાર્ય કરવું.
(૮) “ સમાધિસ્વરૂપ, ઝ
કેવલ જ્ઞાન અને કેવલ દર્શન પામી જે સિદ્ધ બુદ્ધ પરમાત્માઓ થયા છે, તેઓ સમયે સમયે અનન્ત સુખ ભોગવે છે. તેઓ જન્મ જરા અને મરણની ઉપાધિથી ન્યારા હોય છે, સર્વ કર્મના ક્ષયથી સ્થિતિને સમાધિ કહેવામાં આવે છે.
ઉત્પન્ન થએલી
પરિપૂર્ણ ઉત્તમ
સકલ કર્મના ક્ષયથી પરિપૂર્ણ સ્થિતિરૂપ સમાધિને સમાધિ કહે છે. સયોગીકેવલીને વાતી કર્મના ક્ષય થકી ઉત્પન્ન થએલી સમાધિ છે. તરતમ યોગ સમાધિના ઘણા ભેદ પડે છે.
समाधिना वे भेद.
સહજસમાધિ અને હઠ સમાધિ એમ સમાધિના બે ભેદ જાણવા. સહજસમાધિના પણ ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાયિક એ ત્રણ ભાવની અપેક્ષાએ ત્રણ ભેદ પડે છે. ઉપશમાદિભાવના ભેદોનું અમરીય મન્ચ ગ્રંથોમાં વર્ણન કરવામાં આવ્યું છે, તેથી અત્ર તેનું વર્ણન કર્યું નથી. જે જે અંશે ચારિત્ર મોહનીય રાગદ્વેષાદ્વિ પ્રકૃતિયોનો ઉપશમ, વા ક્ષયોપશમ વા ક્ષય થાય છે, તે તે અંશે સમાધિગુણ ખીલે છે. ખાદ્યદશામાંજ રાગ અને દ્વેષ હોય છે. જેઓની અન્તરદૃષ્ટિ ખીલી હોય છે તેઓને મનની સ્થિરતા થાય છે અને તેથી તેઓ શુદ્ધ સમાધિને પ્રાપ્ત કરે છે.
ધ્યાન કરવાથી મન, રાગ દ્વેષથી રહિત થાય છે અને તેથી તે સમા ધિપણાને પામે છે. મનની નિર્વિકલ્પદશાને સમાધિ કહેવામાં આવેછે. ધ્યાનથી નિર્વિકલ્પ દશારૂપ સમાધિગુણરૂપ ફળ મળે છે. આત્મા માËદશાથી પરામુખ થઈને પોતાના સ્વરૂપમાં જેટલો કાળ સ્થિર રહે છે, તેટલા કાળની સમાધિ કહેવામાં આવે છે. આત્મામાં મન લીન થઈ જાય છે તે વખતે રાગ દ્વેષના અભાવથી સમાધિગુણ પ્રગટે છે અને ખરા સુખનો ભોગ થાય છે. સમાધિથી અજ, અખંડ, નિરાબાધ, નિરજ઼ન, નિરાકાર, પરમ, પર મેશ્વર, અરૂપી, ચૈતન્ય સ્વરૂપનો અનુભવ-સાક્ષાત્કાર થાય છે. અનુભવ સાક્ષાત્કાર થયા પછી સાલંબન ધ્યાન કરતાં નિરાલંબન ધ્યાનમાં વિશેષતઃ લક્ષ્ય લાગે છે અને આત્માની સહજ દશાએ આત્માનું પરિણમન થતું જાય છે. પરસ્વભાવમાંથી રમણતા છૂટે છે અને સ્વસ્વભાવમાં રમણતાની
For Private And Personal Use Only