________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૮૭ )
માંથી ઉતરતાં ઉતરતાં ઠેઠ સૂક્ષ્મમાં જવું. સૂક્ષ્મમાં સૂક્ષ્મ આત્માના પ્રદેશોનો વિચાર કરવો.
रूपातीत ध्यान करनारे शुं कर जोइए.
રૂપાતીત ધ્યાનના જિજ્ઞાસુએ દ્રવ્યાનુયોગનું સારી રીતે જ્ઞાન પ્રાપ્ત કરવું, તેમજ અધ્યાત્મ શાસ્ત્રોનું સારી રીતે જ્ઞાન પ્રાપ્ત કરવું, જડ અને ચેતનની ભિન્નતાનો સારી રીતે ખ્યાલ કરવો, મનુષ્ય સંસર્ગથી દૂર રહેવું, ઉપાધિ કાર્યાથી અળગ રહેવું, આત્મસ્વરૂપનો અનુભવ કરવા સદાકાળ આત્માના વિચારોમાં લીન થઈ જવું, શરીરની આરોગ્યતા સાચવવી, રૂપાદિકના આણંબનવના આત્માનું ધ્યાન ધરવા અભ્યાસ કરવો, માહ્યરૂપી જડ પદાર્થોમાંથી અર્હુત્વનો અધ્યાસ દૂર કરવો, વૈરાગ્યભાવનાથી આત્માને ભાવી, પરિગ્રહની મમતાનો ત્યાગ કરવો, બાહ્યમાં મનને ભટકવા દેવું નહિ, સદાકાળ મનને અન્તરમાં લગાડવું અને શુકલ ધ્યાનનું જેમાં વર્ણન હોય એવા ગ્રન્થોને પ્રેમથી, અહુ માનથી વાંચવા. ઇત્યાદિ ઉપાયોથી આ કાળમાં રૂપાતીત ધ્યાનનો કિંચિત્ ભાસ થાય છે.
रूपातीत ध्याननी उत्तमता.
પિંડસ્થ, પદસ્થ અને રૂપસ્થ ધ્યાન કરતાં રૂપાતીત ધ્યાનની અનન્તગણી ઉત્તમતા છે. રૂપાતીત ધ્યાનના એક ક્ષણને પણ અન્ય બ્યાનો પહોંચી શકતાં નથી. શુક્લધ્યાનમાં રૂપાતીત ધ્યાનનો સમાવેશ થાય છે. રૂપાતીત ધ્યાન ધરનાર યોગી અન્તર્મુર્તમાં કેવલ જ્ઞાન અને કેવલ દર્શનને પ્રાપ્ત કરે છે. રૂપાતીત ધ્યાન ધરનાર યોગી કમ લાકડાંને બાળી ભસ્મ કરે છે અને તે ત્રણ કાલનો જ્ઞાતા બને છે; અનન્ત શક્તિને પ્રગટાવે છે. રૂપાતીત ધ્યાનનો અંશ પણ સિદ્ધના સુખની વાનગીને આપે છે, ત્યારે સમ્પૂર્ણ ધ્યાનનું તો શું કહેવું?
रुपातीत ध्यानथी मोक्षपद मळे छे.
ચોગી એક સ્થિર ઉપયોગથી રૂપાતીત આત્માના સ્વરૂપમાં જેમ જેમ ઉગે ઉતરતો જાય છે, તેમ તેમ તે આત્માનો નવીન અનુભવ મેળવતો જાય છે અને રાગદ્વેષની વૃત્તિનો સંપૂર્ણપણે નાશ કરે છે. અન્ય ધ્યાનો ઘણાં છે પણ રૂપાતીત ધ્યાન પ્રાપ્ત કર્યાવિના મુક્તિ મળતી નથી. અનંતજીવો મુક્તિ પામ્યા અને પામશે. તે સર્વ રૂપાતીત ધ્યાનનો પ્રભાવ જાણવો. રૂપાતીત ધ્યાન એ ઉત્તમમાં ઉત્તમ ચારિત્ર છે, તેનાથી મોક્ષપદ સત્ત્વર મળે છે. ध्यानना अन्य भेदो.
આર્તધ્યાન, રોદ્રધ્યાન, ધર્મધ્યાન અને શુકલધ્યાન એમ ધ્યાનના ચાર ભેદો છે. આ ચાર ધ્યાનનું વિશેષ સ્વરૂ૫ મરીય ધ્યાનવિચાર, વમામ જ્યોતિ વગેરે ગ્રંથોમાં છે, માટે અત્ર તેનું વર્ણન કર્યું નથી.
For Private And Personal Use Only