________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૮૩ )
બળથી ધૈર્યતા તથા સાહસિકપણું ખીલી શકે છે. મનોબળમાં સંયમ કરૂ નાર અન્ય મનુષ્યોને પોતાના વિચારવાળા કરી શકે છે. મેસ્મેરિઝમ અને દ્વિપનોટીઝમ જેવી શક્તિયો તો સહેજે પ્રગટાવી શકે છે, મનોબળમાં સંયમ કરનાર વાણી અને શરીરપર કાજી મેળવી શકે છે. અર્થાત્ તે વાણી અને કાયાના વ્યાપારને પોતાની ધારણા પ્રમાણે પ્રવર્તાવે છે. મનોબલ સંયમ કરવાથી અનેક પ્રકારના મન્ત્રો સારી રીતે સાધી શકાય છે, તેમજ જે કાર્યમાં ચિત્ત લગાડ્યું હોય છે તે કાર્યની ત્વરિત સિદ્ધિ થાય છે. મનોળની સહાયથી આત્માની પરમાત્મઢશા થાય છે. દરેક કાર્ય કરતાં હિમ્મત રહે છે અને સંકલ્પબળની સિદ્ધિ થાય છે. ભય વગેરેના ગભરાટથી મન ચંચળ-ઝટવારમાં બની જતું નથી. મનોબળમાં સંયમ કરનાર યોગી ધારે તે કરી શકે છે. ઇત્યાદિ.
“ મસ્તમાં સંયમ. ”
મસ્તકમાં સંયમ કરવાથી મગજના જ્ઞાનતંતુઓની પુષ્ટિ થાય છે અને તર્કશક્તિ સારી રીતે ખીલે છે અને વિવેકશક્તિ પ્રગટ થાય છે. વિકલ્પસંકલ્પોની સ્થિરતા થાય છે. દરેક વસ્તુઓ સમ્બન્ધી વિશેષ નિર્ણય કરા વનાર બુદ્ધિબળ પ્રગટી નીકળે છે. ધ્યાન અને સમાધિનું બળ વૃદ્ધિ પામે
છે. ઇત્યાદિ.
શરીરના જે ભાગમાં સંયમ કરવો હોય ત્યાં થઈ શકે છે અને તેથી ભિન્ન ભિન્ન શક્તિયો ખીલે છે તેનું વિશેષ વિસ્તારના ભયથી અત્ર વર્ણન કરવામાં આવ્યું નથી. શરીરપ્રદેશમાં ભિન્ન ભિન્ન અવયવોમાં સંયમ કરવાની ઇચ્છાવાળાઓએ ગુરૂગમથી સર્વ સમજી લેવું.
66
'पदस्थध्यानना विचार. "
અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ આદિપદ તથા નવપદ વગેરે દ્વારા સદ્ગુણોની પ્રાપ્તિ માટે જે ધ્યાન કરાય છે તેને દુસ્થ ધ્યાન કહે છે. પદસ્થ ધ્યાન કરનારાઓ અનેક પ્રકારની લબ્ધિયોને પ્રાપ્ત કરી શકે છે. નમસ્કાર મંત્ર વગેરેનું ધ્યાન ધરતાં કર્મનો નાશ થાય છે. જગમાં પદ્મસ્થ ધ્યાનના બળથી સર્વ ઇષ્ટ વસ્તુઓની પ્રાપ્તિ થાય છે. કલ્પવૃક્ષ અને ચિન્તામણિ રલના કરતાં પદ્મસ્થ ધ્યાનની અત્યંત શક્તિ છે. પદસ્થ ધ્યાનના બળથી શુકલ ધ્યાનમાં પ્રવેશ થાય છે અને પરમાત્મપદ પ્રાક્ષ થાય છે. નમામંત્ર, વર્ધમાનવિદ્યા, સૂરિમત્ર, પિમન્ડમૂળમત્ર અને ચિન્તાળિમન્ત્ર, વગેરેનો પદસ્થ ધ્યાનમાં સમાવેશ થાય છે. મન્ત્રોનું ધ્યાન કેવી રીતે કરવું તે વિષયને અત્ર લખવામાં આવ્યો નથી, કારણ તે વિષયનું જ્ઞાન ગુરૂમુખથી લેવું એમાં વિશેષ હિત સમાયેલું છે. શ્રી હેમચન્દ્રાચાર્ય યોગ
For Private And Personal Use Only