________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૮૦ ) જે વિચારો ઉત્પન્ન થાય છે તે સર્વ જાણી શકાય છે. માનવણાઓ કે જે આત્માના પ્રદેશોથી છૂટે છે તે જગતમાં અન્ય જીવોને કેવી અસર કરે છે તેનું પૂર્ણ જ્ઞાન થાય છે. આમાના શુદ્ધ અને અશુદ્ધ વિચારોથી મનેવગેણામાં (મનોદ્રમાં) શુદ્ધતા અને અશુદ્ધતા થતાં તે સ્વપરને કેવો લાભ અને અલાભ આપી શકે છે તેનું જ્ઞાન થાય છે. મનોવણાથી અન્ય જીવોને કેવી અસર થાય છે, તેનું જ્ઞાન થાય છે. સારા અને અશુભ વિચારોથી બનેલી મનોવર્ગણાથી આત્માના ગુણોને ઉપકાર અને આઘાત કેવી રીતનો થાય છે તેનું જ્ઞાન થાય છે, તેમજ આત્માના પ્રદેશોથી છૂટી થએલી મનોવગેણા કેટલા કાળ સુધી જઘન્યથી તથા ઉત્કૃષ્ટથી વર્મણારૂપે રહી અન્ય જીવોને અસર કરે છે તેનું જ્ઞાન થાય છે. વિજલીબળ કરતાં મનોવર્ગણાનું કેટલું વિશેષ બળ છે તેનું સૂક્ષ્મદ્રષ્ટિથી જ્ઞાન થાય છે. ક્ષણે ક્ષણે સારા અને અશુભ વિચારો પ્રમાણે મનોવર્ગણામાં શુભતા અને અશુભતાનો ફેરફાર જણાય છે. મનોવર્ગણ (મનોદ્રવ્ય)માંથી કેટલાક સ્કંધો ખરે છે અને કેટલાક નવા આવે છે, સંબધી ક્ષણે ક્ષણે જે જે ફેરફારો થાય છે તે જણાય છે. ઈત્યાદિ મનોવગેણામાં સંયમધ્યાન કરવાથી જ્ઞાન થાય છે.
श्रोत्रेन्द्रियमा संयम. શ્રોન્દ્રિયમાં સંયમ કરવાથી, શ્રોત્રેન્દ્રિયજ્ઞાનનો પશમ વૃદ્ધિ પામે છે અને તેથી દિવ્ય શબ્દનું શ્રવણ થાય છે. જે શબ્દો પૂર્વ ન સંભળાતા હોય તે પશ્ચાત્ સંભળાય છે. કર્ણના રોગોનો સતત સંયમથી નાશ થાય છે. કર્ણમાં આવેલા શબ્દોની તીવ્રતા અને મન્દતાનું જ્ઞાન થાય છે. શ્રોદ્રિયની શક્તિને અનુભવ થાય છે. ઈત્યાદિ અનેક બાબતોની શક્તિ ખીલે છે. શબ્દવર્ગણા પુદ્ગલ દ્રવ્ય છે અને તેને કાનમાં પ્રવેશ થાય છે, તતસંબન્ધી વિશેષ અનુભવ મળે છે. શબ્દોનું ગમનાગમન કેવી ઝડપથી થાય છે તેની પ્રતીતિ થાય છે. ટેલીફોન તથા તારવિનાના ટેલીફોન કરતાં કાનમાં સંયમ કરવાથી વિશેષ ઝડપથી શબ્દોનું શ્રવણ થાય છે તેનો અનુભવ પ્રાપ્ત થાય છે. ઈત્યાદિ.
चक्षुमा संयमध्यान. બન્ને ચક્ષુઓમાં સંયમયાન કરવાથી દિવ્ય દર્શનશક્તિ ખીલે છે. - શુની દર્શનશક્તિનાં વિરોધી આવરણે ટળે છે. ચક્ષના અનેક પ્રકારના રોગ પણ ટળે છે. સૂફમવસ્તુઓ પણ દેખી શકાય છે. ચક્ષમાં સંયમ કરનારો અન્ય મનુષ્યોના ઉપર દ્રષ્ટિપાત કરે છે. એટલામાં જ તેના ઉપર સારી અસર કરે છે અને તેઓને ધારે તો વશ પણ કરી શકે છે. ચક્ષમાં સંયમ કરનારી દિવ્ય ચક્ષુને પ્રગટાવે છે અને સુકમ પદાર્થોને પણ દબી તેના ગુમ
For Private And Personal Use Only