________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૭૮ ) નાભિચક્રમાં ધ્યાનની વિશેષ સ્થિરતા થતી જાય છે તેમ તેમ સંયમની વૃદ્ધિ થાય છે અને તેથી આત્માનો પ્રકાશ ખીલે છે અને તેથી મગજ કાબુમાં રહે છે. અનેક પ્રકારનાં વિઘો શમે છે. જે જે વિચારો કરવામાં આવે છે તેનું ફલ પણ આસનકાળમાં દેખાય છે. પોતાના પ્રતિ લોકોનું મન આકષય છે. હીપનોટિઝમ વગેરે ક્રિયાઓ તો સહેજે સિદ્ધ થાય છે. પોતાનું માનસિક વિચારબળ અન્યોના ઉપર સારી રીતે અસર કરે છે; મેગ્નેરિઝમ વગેરે ક્રિયાઓમાં પણ આથી સહેજે પ્રવેશ થાય છે.
कण्ठकृपमां ध्यानसंयम. કઠપમાં ધ્યાન સંયમ કરવાથી ક્ષુધા અને તૃપા શમે છે. જેમ જેમ ત્યાં ધ્યાન સંયમ કરવામાં આવે છે તેમ તેમ ક્ષુધા તૃપાની ન્યૂનતા દિનપ્રતિદિન ઉત્તરોત્તર થતી જાય છે, ધારણું ધ્યાન અને સમાધિ એ ત્રણની એકત્ર સ્થિતિને પાતંજલ આદિ શાસ્ત્રકારો સંયમ કહે છે, તેમાં ધ્યાન પણ સંયમની પેટા ભાગ છે. ધ્યાનના કથનથી વાચકોએ શરીરના દરેક પ્રદેશમાં ધારણું ધ્યાન અને સમાધેિ એ ત્રણનું અવલંબન કરવું, એમ અમારો આશય છે. કંઠમાં સંયમ કરવાથી કંઠમાં રહેલી ગરમી વગેરે અનેક રોગોની શાન્તિ થાય છે. વૈખરી વાણીનો પણ કંઠથી સારી રીતે પ્રકાશ થાય છે. કંઠમાંથી જે જે શબ્દો બહાર નીકળે છે, તે શ્રોતાઓને સારી રીતે અસર
कृर्मनाडीमां संयमध्यान. કંઠ કૂપની નીચે કૂર્મ નાડી છે તેમાં ધ્યાન સંયમ કરવાથી સ્થિર તાની વૃદ્ધિ થાય છે, મનમાં વારંવાર પ્રગટતી ચંચલતાનો વેગ શમે છે. જે જે કાર્યો કરાય છે તે પણ સ્થિરતાથી કરાય છે, આથી દરેક કાર્યો કરતાં બૈર્યતા વધે છે અને અનેક વિક્ષેપો નડતાં મન ગભરાઈ જતું નથી. જે કંઈ બોલાય છે તે પણ સ્થિરતાથી બોલાય છે, જે કંઈ વિચારાય છે તે પણ સ્થિરતાથી વિચારાય છે અને તેથી પાછળથી પશ્ચાત્તાપ કરવાનો વખત રહેતું નથી. કૂર્મ નાડીમાં જે આત્માના પ્રદેશોનો સંબંધ છે તે પ્રદેશોમાંથી જ વસ્તુતઃ સંયમના બળે સ્થિરતા પ્રગટી નીકળે છે. સદાકાળ તેમાં ધ્યાન ધરવાથી મેરૂ પર્વતની પેઠે મનુષ્ય, સ્થિરતા ગુણવંત બની શકે છે. કુર્મ નાડીમાં ધ્યાન ધરનારો મહાયોગી ચંચળ પ્રાણીઓને પણ સંકલ્પ બળવડે સ્થિર કરી શકે છે. કૂર્મ નાડીમાં ધ્યાન સંયમ કરનારો મહાયોગી મનના સંક૯પથી અન્યનું મન સ્થિર કરી શકે છે. અસ્થિરતાના પ્રદેશમાં પણ તે સ્થિરતાવાળો રહી શકે છે અને આવતા ભવમાં તે ઉત્તરોત્તર વૃદ્ધિ પામતો પામતો સિદ્ બુદ્ધ પરમાત્મા થઈ શકે છે.
For Private And Personal Use Only