________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૯૭૭ )
છે, આનન્દ સમુદ્રમાં જાણે ઝીલતો ન હોય એવો અનુભવ થાય છે—કદી નહિ પ્રાપ્ત થયેલી એવી અપૂર્વ આનંદદશા અનુભવાય છે. આત્માની અનન્તશક્તિનો કંઈક અનુભવ થાય છે. સર્વ જીવો ઉપર સમતારૂપ અમૃત મેઘવૃષ્ટિ વર્ષાવાય છે, તે વખતે એવો અનુભવ આવે છે કે અહો આવીજ દશામાં સદાકાલ રહેવાય તો કેવું સારું!!! પણ એવી દશા ક્ષયોપશમ ભાવમાં લાંબા કાળસુધી ટકતી નથી તો પણ પુનઃ પિંડસ્થ ધ્યાન ધરી તેવી દશા પ્રાપ્ત કરવા ધ્યાની ઉદ્યમ કરે છે અને પાછો તેવોજ આનન્દ લે છે, પાછો સાંસારિક ધર્મકાર્યો વગેરેમાં જોડાતાં ઉપાધિની વિકલ્પઢશા અનુભવે છે; તેમાં તેને રસ પડતો નથી, પુનઃ તે ગમે તેમ કરી પાછો ધ્યાનમાં પ્રવેશ કરે છે. ત્યાં પુનઃ અસંખ્યાત પ્રદેશમાં મનની સ્થિરતા કરી સહજાનંદ રસનો ભોગી બને છે; તેવી સ્થિતિમાં તેને એમ થઈ આવે છે કે કોઈ પણ કાર્યમાં જરા માત્ર પ્રવૃત્તિ ન થાય અને આ દશા સદાકાલ રહે; એવો ઉત્તમ ભાવ ઉત્પન્ન થાય છે. ચોસઠ ઇન્દ્રોનાં ત્રણ કાલનાં સુખ ભેગાં કરીએ તો પણ તે પૌલિક સુખ તો આ ધ્યાનના આનંદરૂપ સાગરની આગળ એક બિંદુ સમાન પણ લાગતું નથી, તેથી આત્મધ્યાતા, મનમાં સહજ નિત્ય સુખ પ્રાપ્ત કરવા સંકલ્પ કરે છે અને દેવલોકનાં સુખ પ્રાપ્ત કરવા જરા પણ ઈચ્છા કર તો નથી. પ્રથમ ધર્મની સામાન્યદશામાં દેવલોકનાં સુખ પ્રાપ્ત કરવા અભિલાષ રહેતી હતી તે અભિલાષા હવે આવી ઉત્તમ ધ્યાન દશામાં રહેતી નથી. બાહ્ય સુખની સર્વ પ્રકારની અભિલાષાઓ આવી સહજ સુખની દશાનો અનુભવ થતાં ટળે છે. આવી દશાનો ધ્યાની છ ખંડના ઉપરી કરતાં પણ અનંતગુણ ઉત્તમ છે. બાહ્યથી આવો ધ્યાન કરનાર પુરૂષ, શરીર વગેરેના ભેદથી સામાન્ય લાગે પણ અન્તરથી તે મહાન દેવતાઓને પણ પૂજ્ય છે એવો ભાસે છે. આવા ધ્યાની પુરૂષો ખોટ્યાવિના પણ લાખો પુરૂષોને સારી અસર કરી ધર્મમાં જોડી શકે છે; તેઓ ખરેખરા વીતરાગના માર્ગે ચાલનારા સમજવા. શરીરના અમુક અમુક ભાગોમાં ધ્યાન ધરવાથી અમુક અમુક પ્રકારનું જ્ઞાન, આદિ શક્તિયો પ્રગટે છે.
35
“ નામિમાં ધ્યાન.
નાભિચક્રમાં ધ્યાન ધરવાથી કાયવ્યૂહનું જ્ઞાન થાય છે. શરીરમાં અમુક અમુક નાડીઓ છે તે અમુક અમુક પ્રકારનું કાર્ય કરે છે તે જણાય છે, તેમજ મનમાં અનેક પ્રકારના વિકલ્પો અને સંકલ્પો પ્રગટે છે તેનો વિલય થાય છે. મનની સ્થિરતા વૃદ્ધિ પામે છે અને જ્ઞાનની વિવેકશક્તિ પ્રગટે છે. અન્ય મનુષ્યોના વિકલ્પો પણ જાણી શકાય છે, તેમજ તેથી જે જે વિચારો ઉત્પન્ન થાય છે તે પ્રમાણે સર્વ થતું દેખવામાં આવે છે. સમાન વાયુની સ્થિરતા થાય છે અને તેથી અનેક ઉપદ્રવોની શાન્તિ થાય છે. જેમ જેમ
ગો. ૨૩
For Private And Personal Use Only