________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૭૬ )
ધરવું જોઇએ. જ્યાં જ્યાં શરીર દેખવામાં આવે ત્યાં ત્યાં આત્મા વ્યાપી રહેલો છે. અને તેનામાં જ્ઞાનાદ્રિ અનંત ગુણો છે એવી ભાવના ભાવવી જોઇએ. આવી ધ્યાનદશાથી, શરીરથી આત્મા ભિન્ન છે એવા ભેદજ્ઞાનનો અનુભવ પ્રગટે છે અને તે દૃઢ થતો જાય છે.
પિંડસ્થ ધ્યાન કરનાર પોતાને શરીરથી ભિન્ન માને છે, ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ અને કાર્યઙ્ગ આ પાંચ પ્રકારના શરીરને પણ પોતાનાથી ભિન્ન નિર્ધારવાથી શરીરરાદિ અંગોનાં કાર્યોમાં આત્મા અહું અને મમત્વપરિણામથી બંધાતો નથી. શરીર ભોગ્ય પદાર્થોની ઈચ્છાઓમાં બંધાતો નથી તેમજ શરીરના યોગ્ય ભોગ્ય પદાર્થોની ખરાબ ઇચ્છા કરી અનેક જીવોને દુ:ખ આપતો નથી. શરીર એક વસ્ત્ર સમાન છે, કર્મના યોગે અનેક શરીર મળે છે અને છૂટે છે, તો પણ તેથી તે જરામાત્ર પણ હર્ષ વા ચિન્તાને ધારણ કરતો નથી. યોગી શરીરમાં રહેલ એવા આત્માનું ધ્યાન ધરે છે. પ્રાધ કર્મયોગે અનેક કાર્ય કરતો હતો પણ આત્માના સ્વરૂપમાં ધ્યાન રાખે છે. શરીરમાં રહેલો આત્મા શરીરથી ભિન્ન છે એવું નિશ્ચયાત્મક જ્ઞાન થતાં બાહ્ય સંયોગોમાં રહ્યો છતો પણ તેમાં લેપાતો નથી. આત્માના અસંખ્યાત પ્રદેશમાં અનંત ઋદ્ધિ છે તેનો તે અનુભવ કરે છે. આત્માના અસંખ્યાત પ્રદેશમાં મનને જોડે છે. અસંખ્યાત પ્રદેશમાંજ અનંત સુખ સાન આર્દ્રિ અનંત ગુણોનો નિશ્ચય થવાથી ધ્યાતાનું મન અન્ય પદાર્થોમાં ચોંટતું નથી. જગ નાં કાર્યોને ઉપકારમાટે કરતો છતો પણ તેવી દશામાં ન્યારો રહી શકે છે. આત્માના પ્રદેશમાં ચોંટેલું મન નિર્વિકલ્પદશાવાળું થાય છે અને તેથી આત્માની શક્તિયો ખીલવા માંડે છે, વચનસિદ્ધિ તો સદા હાથ જોડી રહે છે. સત્યસંકલ્પવડે ધારેલાં કાર્ય સિદ્ધ કરી શકાય છે. જે મહાત્માઓ દુનિચાના કોઈ પણ કાર્યને માટે ઇચ્છા સરખી પણ કરતા નથી તેઓ આત્માના સંપૂર્ણ ગુણોને પ્રગટાવી શકે છે. જેઓ આત્માના અસંખ્યાત પ્રદેશોનું ધ્યાન ધરે છે પણ જગમાં ઉપકાર કરવાની પ્રબલ પ્રશસ્ય ઇચ્છા ધરાવે છે તેઓ તીર્થંકર આદિ પદવીઓને પ્રાપ્ત કરે છે અને જેઓ ઉપકાર કરવાની ઇચ્છાને પણ તને આ પ્રમાણે પિંડસ્થ ધ્યાન ધરે છે તેઓ મૃકકેવલી થઈ સિદ્ધદશાને પ્રાપ્ત કરે છે. શરીરના કોઈ પણ ભાગમાં આત્માના પ્રદેશોનું ધ્યાન થઈ શકે છે. સર્વે ભાગ કરતાં બ્રહ્મરન્ધસ્થાનમાં આત્માના પ્રદેશોનું ધ્યાન ધરવું શ્રેષ્ઠ છે. જે વખતે બ્રહ્મરન્ધ્રમાં આત્માના અસંખ્યાત પ્રદેશોનું ધ્યાન ધરવામાં આવે છે, તે વખતે શ્વાસોચ્છ્વાસની ગતિ મન્દ પડે છે. આત્માના અસંખ્યાત પ્રદેશમાં તન્મયતા થવાથી શ્વાસોચ્છ્વાસની ગતિ ખીલકુલ ઓછી થઈ જાય છે, તે વખતે આનંદ આનંદ થઈ જાય છે. મનના વિકલ્પ સંકલ્પ ઢળવાથી શાંત રસમાં આત્મા લદદ્દે થઈ રહે છે—મનની પ્રસન્નતા જણાય
For Private And Personal Use Only