________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૪) રણ પણ થાય નહીં. જલતત્વના પરમાણુ ધો પિડના અને બ્રહ્માંડના મહારા વશમાં થાય છે. હારા સંક૯પ પ્રમાણે તેઓની ગતિ થાય છે એમ ધ્યા નની છેલ્લી વખતે ભાવના કરવી. આ પ્રમાણે પ્રતિદિન ત્રણ કલાકના અભ્યાસપૂર્વક બાર વર્ષપર્યત જલતત્વનું ધ્યાન ધરતાં જલતત્ત્વની સિદ્ધિ થાય છે. જલતત્વનો ઉપદ્રવ શમી જાય છે, જલમાં તરી શકાય છે. જલતત્વનું સંપૂર્ણ સ્વરૂપ જાણી શકાય છે. જલતત્વના ગુણો જાણવામાં આવે છે. જલતના ઉપદ્રવોને શાંત કરી શકાય છે. મનની વૃત્તિ શાંત રહે છે. માઇલાંની પેઠે જલમાં વિચારી શકાય છે. જલતત્ત્વની સિદ્ધિ થવાથી જલતત્ત્વસંબંધી અનેક ફાયદાઓને યોગીઓ ધારણ કરી શકે છે.
“જતા .” અગ્નિતત્ત્વનો બીજમંત્ર જે છે, નાભિકમલમાં ૨ મંત્રનું ધ્યાન ધરવું. ત્રણ કલાક દરરોજ ધ્યાન ધરવું. અવિચ્છિન્નપણે બાર વર્ષપર્યત અતિ
ત્વનું નાભિકમળમાં ચિત્તવૃત્તિ સ્થાપન કરીને ધ્યાન ધરવું. બારે વર્ષ અગ્નિતત્ત્વની સિદ્ધિ થાય છે. અગ્નિતત્ત્વના ધ્યાનથી અનેક પ્રકારના અગ્નિસંબંધી ઉપદ્રવ શાંત થાય છે. પરિપૂર્ણ અગ્નિતત્ત્વની સિદ્ધિ થયાથી અગ્નિતત્ત્વથી શરીર દાઝતું નથી. અગ્નિતત્ત્વ વશમાં થવાથી અગ્નિતત્ત્વ સંબન્ધી અનેક કાયો કરી શકાય છે. અગ્નિતત્વનું પરિપૂર્ણ સ્વરૂપ સમજી શકાય છે. દવાઓ વગેરેમાં અગ્નિતત્ત્વથી શા શા ફાયદા થાય છે તે સારી પેઠે જાણી શકાય છે, કારણુપ્રસંગે ઉચ્ચાટન વગેરે પણ અગ્નિતત્ત્વથી કરી શકાય છે. મંત્ર વગેરેમાં અગ્નિતત્વની ઉપયોગિતા સમજી શકાય છે. આ પ્રમાણે અગ્નિતત્વનો સંયમ કરવાથી તેના ફાયદાઓ અનુભવીઓ અનુભવી શકશે.
વાયુતત્ત્વ.” વાયુતત્વનું તેના વણ પ્રમાણે છાતીમાં ધ્યાન ધરવું. (જં) વે મંત્રનું છાતીને સર્વ ભાગમાં તદાકાર થઈ ધ્યાન ધરવું. એક, બે અને ત્રણ કલાક પર્યત ધ્યાન ધરવાથી બાર વર્ષે વાયુતત્વની સિદ્ધિ થાય છે. વાયુતત્ત્વની ધારણા, ધ્યાન અને સમાધિ કરવી એ ત્રણને સયમ કહે છે. વાયુતત્તવની સિદ્ધિ થવાથી વાયુતત્ત્વનું સૂક્ષ્મ જ્ઞાન થાય છે. આકાશગમનની શક્તિ પ્રગટે છે, શરીર બહુ હલકું થાય છે. શરીરમાં રહેલા પાંચ પ્રકારના પ્રાણવાયુની સિદ્ધિ થાય છે. દરેક પદાર્થોમાં વાયુતત્ત્વ કેટલું રહ્યું છે તેનું જ્ઞાન થાય છે. વાયુતત્વના અનેક ચમત્કાર કેવી રીતે બને છે તે સર્વ જાણી શકાય છે. વાયુતત્ત્વનું ધ્યાન ધરતાં અનેક પ્રકારનાં વિશ્ન આવે છે, પણ યોગિયો ગુરૂગમથી વિન્ને જીતી લે છે. વાયુતત્ત્વની સિદ્ધિથી ઇચ્છા પ્રમાણે આકાશમાં વિચારી શકાય છે. વાયુનત્ત્વને વશમાં કરવાથી વાયુનત્વસંબધી અ
For Private And Personal Use Only