________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૭૩ ) છે અને તે ધોવાઈ જાય છે એમ ભાવના ભાવવી. પશ્ચાત વારૂણમંડલને શાંત કરવું. એ પ્રમાણે વારૂણી ધારણા જાણવી.
तत्त्वभू धारणा. શુક્ર ધ્યાનવાળા યોગીએ સાત ધાતુરહિત, પૂર્ણચન્દ્રકાંતિની પેઠે નિમેલ સર્વજ્ઞ સમાન પોતાના આત્માને ચિંતવવો. પશ્ચાત સિંહાસન ઉપર બેઠેલા સર્વ કર્મોનો નાશ કરનાર, શરીરની અંદર રહેલા એવા નિરાકાર આત્માને મરવો. આ પ્રમાણે તત્ત્વમ્ભ ધારણ કરવાથી સકલ કર્મનો ક્ષય થાય છે અને આમાં તે પરમાત્મરૂપ બને છે.
अन्य दर्शनीय योगीओ कथित पृथ्वीतत्त्व पञ्चतत्त्वध्यान.
પગના અંગુઠાથી તે સ્વાધિષ્ઠાન ચક્રપર્યત વ્યાપ્ત પૃથ્વીતત્ત્વનું હૃબીજાક્ષરસહિત ધ્યાન કરવું. ચિત્તવૃત્તિ પણ ત્યાં જ સ્થાપન કરવી. પૃથ્વીતત્વનો પીત વર્ણ ત્યાં ચિંતવવો. દરરોજ એકેક કલાક, બે કલાક અને ત્રણ કલાકપર્યત પૃથ્વીતત્ત્વનું અત્યંત ઉત્સાહથી ધ્યાન કરવું. આ ધ્યાન લાંબા ચરણ રાખીને પણ થાય છે. ચક્ષને ઉઘાડી રાખવામાં આવે તો ચક્ષુથી પણ તે
સ્થાન પલકારો માર્યા વિના જોવાય એમ પ્રવૃત્તિ કરવી. પૃથ્વીતત્વનાં જેટલાં રજકણે છે એ સર્વની ગંધ મહારી નાસીકાએ આવશે એમ ચિંતવવું. પૃથ્વીતત્ત્વ મહારા વશ થાય છે, તેમાંથી આરપાર નીકળી જાઉં તો પણ હને હરકત થનાર નથી એવી ભાવના કરવી. ત્રણ કલાકના અભ્યાસથી બાર વપર્યત પ્રતિદિન પૃથ્વીતત્વનું ધ્યાન ધરવાથી પૃથ્વી તત્વ ઉપર કબજો મેળવી શકાય છે. પૃથ્વીતત્ત્વ ધ્યાન ધરનારને ધનની પ્રાપ્તિ થાય છે. કયા
ક્યા ઠેકાણે સોનું વગેરે છે તે દેખી શકે છે. ધનના અધિષ્ઠાયક દેવતાઓ ધનને દેખાડે છે, કોઈને તે આશીર્વાદ આપે છે તે તેની વચનસિદ્ધિના માહામ્યથી તે લક્ષ્મીમંત બને છે. પૃથ્વીમાં પેસે તે પણ ખલાયમાન થતો નથી. પૃથ્વીતત્ત્વથી જગતુમાં શા શા ફાયદાઓ થાય છે અને તે શા ઉપયોગમાં આવે છે તે બરાબર જાણી શકે છે. પૃથ્વીતત્વના અભ્યાસીને સ્વપ્રામાં પણ સુવર્ણ વગેરેના ડુંગરો દઢ અભ્યાસના બળે દેખાય છે. પોતાના યોગ્ય પૃથ્વીતત્વના ફાયદાઓ પણ જાણી શકે છે. આ પૃથ્વીતત્ત્વનું ધ્યાન કરતાં અનેક ઉપાધરૂપ વિજો આવે છે પણ ધીર યોગી, અભ્યાસમાં સદાકાલ મચી રહી પૃથ્વીતત્ત્વનું ધ્યાન સિદ્ધ કરે છે.
જ્ઞાતવ.” સ્વાધિષ્ઠાનચકથી તે નાભિકમળ આવે ત્યાંસુધીના શરીરના સ્થાનમાં È બીજાક્ષરસહિત શ્વેતવર્ણયુક્ત જલતત્ત્વનું ધ્યાન ધરવું. એ બે અને ત્રણ કલાક પયંત તેજ સ્થાનમાં એવા ધ્યાનમાં લીન થવું કે અન્ય વસ્તુનું સ્મ
For Private And Personal Use Only