________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨ )
પ્રદેશોમાં સમયે સમયે સર્વે ભાસ થાય છે, એમ ભાવના ભાવવી. અસખ્યાત પ્રદેશ સ્થિર એકરૂપ છે એવી ભાવના ભાવવી. आग्नेयी धारणानुं ध्यान.
નાભિની અંદર સોળ પાંખડીવાળું કમલ ચિતવવું તે કમલની કણિકામાં મહામંત્ર હૈં સ્થાપન કરવો. અને તે કમલનાં પ્રત્યેક પત્રમાં અનુક્રમે-અ ગર્ ૩ ૫ જી જ છુ તે ઓ ઔ અં અઃ આ શોળ સ્વરોને સ્થાપન કરવા. અને તે કમલમાં એકાગ્ર ચિત્તથી લયલીન થઇ જવું. એટલા સુધી તેમાં લયલીન થઈ જવું કે તે કમલવિના અન્ય વસ્તુનું સ્મરણ રહે નહીં. પશ્ચાત્ હૃદ યમાં અષ્ટ પાંખડીનું કમલ કલ્પવું. તે કમલની પ્રત્યેક પાંખડીમાં જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અન્તરાય, એ આઠ કર્મનું એકેક પાંખડીમાં સ્થાપન કરવું. તે કમળનું મુખ નીચું રાખવું. સોળ પાંખડીવાળા કમલના ઉપર અધર ઝુલે તેવું કમળનું મુખ રાખવું. પશ્ચાત્ રેફબિન્દુ અને કળાયુક્ત મહામંત્રમાં ( હૈં ) અક્ષર છે તેના રેફમાંથી નીકળતી એવી ધમ્ર શિખા ચિંતવવી. પશ્ચાત્ તેમાંથી અગ્નિના કણિયાઓ નીકળે છે એમ કલ્પવું. પશ્ચાત્ અનેક જ્વાળાઓ નીકળે છે તેમ કલ્પના કરવી. પશ્ચાત્ જ્વાલાઓના સમૂહથી હૃદયાંતર્ગત અષ્ટકમાઁની પાંખડીવાળું કમળ ખાળવું. મહામંત્ર (રેં )ના ધ્યાનથી ઉત્પન્ન થએલા અગ્નિવડે અષ્ટકર્મની પાંખડીવાળું કમળ બળીને ભસ્મ થાય છે એવી ભાવના કરવી. પશ્ચાત્ શરીરની બહિર્ ત્રણ ખુણાવાળો મળતો અગ્નિનો જથ્થો સા થિઆવડે ચિહ્નિત અને વઢ઼િબીજ રારસહિત ચિતવવો. પશ્ચાત્ શરીરની અંદર મહામંત્રના ધ્યાનથી ઉત્પન્ન થએલ અગ્નિની જ્વાળા અને અહિર્ના વહ્નિપુરની જ્વાલા એ બે વડે દેહ અને અકર્મથી બનેલું કમળ એ એને મળીને ભસ્મ કરવાં અને શાંત થવું; એને આગ્નેયી ધારણા કહે છે. वायवी धारणानुं ध्यान.
ત્રણ ભુવનના વિસ્તારને પૂરનાર એવા પ્રચંડ વાયુની કલ્પના કરવી. પશ્ચાત્ પૂર્વે શરીર અને કર્માની રાખ થએલી છે તેને વાયુ ઉડાડી નાખે છે, એમ કલ્પના કરવી. પશ્ચાત્ વાયુ શાંત થઈ જાય છે એમ ભાવવું. એ મારૂતી ધારણા જાણવી.
वारुणी धारणानुं ध्यान,
અમૃતસમાન વર્ષાને વર્ષાવનાર, મેઘમાળાથી ભરપૂર એવા આકાશની કલ્પના કરવી. પશ્ચાત્ અર્ધચન્દ્રાકાર કલાયિન્દુસહિત વરૂણબીજ વૅની લાવના કરવી. વરૂણબીજથી ઉત્પન્ન થનાર અમૃત સમાન જલથી આકાશ જાણે ભરાઇ જાય છે અને તેવડે કર્મની તથા શરીરની રાખ શાંત થઈ જાય
For Private And Personal Use Only