________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૭૧) ભાસે છે. અનેક પ્રકારની લબ્ધિ પ્રગટે છે, અનત ભવનાં બાંધેલાં કર્મ પણ ધ્યાનના બળે ય પામે છે.
ક્યા સ્થળેમાં ધ્યાન કરવું. પર્યકાસન, વીરાસન, વજાસન, પદ્માસન, ભદ્રાસન, સિદ્ધાસન, દંડાસન, શબારસન, ઉત્કટિકાસન, દોહિકાસન, અને કાર્યોત્સર્ગાસન વગેરે અનેક આસનો છે તેમાંથી ગમે તે આસને વિશેષ વખત સુધી અથવા ન્યૂનમાં ન્યન ત્રણ કલાક તે રહી શકાય તેવા આસનવડે તીર્થકરોના જન્મ, દીક્ષા, કેવલ, નિર્વાણ કલ્યાણકોની ભૂમિકામાં જઈ ધ્યાન ધરવું. તેવા સ્થાનના અભાવે સ્ત્રી, પશુ અને નપુંસકાદિ રહિત ઉપાધિશૂન્ય અને ચિત્તની સ્થિરતા રહે તેવા ઠેકાણે રહી ધ્યાન ધરવું. યોગ્ય સ્થાનમાં જઈ મૈત્રી, પ્રમોદ, મધ્યસ્થ અને કારૂણ્ય તથા અનિત્યાદિ બાર ભાવનાઓથી પોતાના આમાને ભાવવો. ધ્યાનના અનેક ભેદ શાસ્ત્રમાં વર્ણવ્યા છે, ધ્યાનના ચાર પ્રકાર છે. પિસ્થ, પદસ્થ, રૂપ અને રૂપાતીત, આ ચાર પ્રકારનું ધ્યાન ધરવાથી આત્માની ઉચ્ચ દશા થાય છે.
પિસ્થ દયેયને ધારણાના ભેદોથી દર્શાવે છે. _પિંડ ધ્યેયમાં પાર્થિવી, આથી, મારૂતી, વારૂણ અને તત્ત્વભૂ આ પાંચ ધારણાઓ કરવાની આવશ્યકતા છે.
पार्थिवी धारणा अने तेनुं ध्यान. આ તિલોક એક રાજપ્રમાણ લાંબે પહોળો છે. તે પ્રમાણ લાંબો, પહેલો ક્ષીરસમુદ્રને કલ્પવો. તે સમુદ્રની મધ્યમાં જંબુદ્વીપની પેઠે લક્ષ યોજન વિસ્તૃત અને એક સહસ્ત્ર પાંખડીઓવાળું કમળ ચિતવવું. કમળની મધ્ય કેસરાઓ છે તેની મળે દિપ્યમાન પીતપ્રભાવાળી અને મેરૂ પર્વત સમાન પ્રમાણવાળી કર્ણિકા છે એમ કહપના કરવી. તે કણિકાના ઉપર એક ઉજજલ સિંહાસન છે તે ઉપર પિતે બેસીને સર્વ કર્મોનો ઉચ્છેદ કરું છું એમ કલ્પના કરવી, તેવા વિચારમાં સ્થિર થઈ જવું. આઠ કર્મોની પ્રકૃતિયોના પુદ્ગલ ને આત્માના પ્રદેશોથી ખંખેરી નાંખી ચઉદ રાજલોકમાં ફેંકી દીધા એમ થાવવું. પશ્ચાતુ પોતાને આત્મા અનંતકોટી સૂર્યના તેજ કરતાં પણ અનતજ્ઞાન પ્રકાશથી સર્વ લોકાલોકને પ્રકાશે છે એમ ચિંતવવું. પશ્ચાત્ ચઉદ રાજલોકમાં ઉઠેલાં કર્મપુદ્ગલો સ્થિર થઈ જાય છે એમ ચિતવવું. પશ્ચાત સુવર્ણના સિંહાસન ઉપર મહને દેવતાઓ અને ઇન્દ્રો બેસાડી દેશના સાંભળે છે એમ ચિંતવવું. લાખો છો આવી, તત્વ સાંભળે છે પણ હું સાક્ષી તરીકે તેઓનાં આચરણ, વિચારો જોઈ રહું છું, પણ મને તેમાં હા કે શોક થતા નથી એમ ચિતવવું. સ્ફટિક રજસમાન નિર્મલ એવા અસંખ્ય
For Private And Personal Use Only