________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૭૦ ) વિવેક દષ્ટિથી પ્રથમ વિચાર કરવો જોઈએ કે કઈ વસ્તુની ધારણા કરવી જોઈએ? જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તેના હેતુઓની ધારણા કરવી જોઈએ. અરિહંત, સિદ્ધ, આચાર્યો, ઉપાધ્યાય, સાધુ, જ્ઞાન, દશન, ચારિત્ર અને તપ, એ નવપદની હૃદયમાં ધારણું કરવી; ઈત્યાદિ ધારણાના ઘણા ભેદ છે તે સર્વ ભેદોનું ગુરૂગમપૂર્વક જ્ઞાન મેળવવું જોઈએ. મનમાં પ્રતિદિન ધારણાનો અભ્યાસ કરવો જોઈએ. શ્રી ઇષ્ટગુરૂની મૂર્તિની મનમાં ધારણ કરવી જોઈએ. ધારણાના અભ્યાસીએ પરની પંચાતમાં પડવું નહિ. રાગ અને દ્વેષ વૃદ્ધિ પામે એવા સંયોગોથી દૂર રહેવું જોઈએ. નિયમિત આહારાદિકનું ગ્રહણ કરવું જોઈએ. મનમાં ગમે તે વિચારો આવે તેને રોકવા જોઈએ. જેની ધારણ કરવી હોય તેમાં એવું તન્મય થઈ જવું કે જાણે તે પદાર્થ જ પોતે હોય; એવું લક્ષ્ય રાખવું જોઈએ. હજારો વિચારો મનમાં આવતા અટકાવવા અને જે પદાર્થની ધારણા કરી હોય તેમાંજ તન્મય થઈ જવું. જે વસ્તુની ધારણા કરવી તે વસ્તુમાં પ્રેમભાવના કલ્પવી જોઈએ. ધારણા યોગ્ય વસ્તુમાં શું હિત છે તેનો પ્રથમ વિચાર કરવો જોઈએ. જ્યારે બાહ્ય જડવતુઓમાં ઈષ્ટત્વ અને અનિષ્ટત્વ ભાસે નહિ ત્યારે આમાના સદ્ગુણોની ધારણા કરવી. આત્માના જ્ઞાનાદિ સદ્ગુણોની ધારણ કરતાં તે તે ગુણોના આવરણનો ક્ષય થતો જાય છે. જે જે ગુણોની ધારણા કરવામાં આવે છે તે તે ગુણોના સંસ્કાર વૃદ્ધિ પામે છે. ધારણાનો અભ્યાસ પ્રતિદિન વધારવો જોઇએ. આ ભવમાં કરેલી ધારણાના સંસ્કાર પરભવમાં વૃદ્ધિ પામે છે. જે જે ગુણોની ધારણા કરવામાં આવે છે, તે તે ગુણોનો દઢ સંસ્કાર પડવાથી પરભવમાં ખીલી શકે છે. ધારણાનો અભ્યાસ કરનારા મનમાં ઉત્સાહ ધારણ કરવો જોઈએ. ધારણ કરનારને પ્રથમ તો મનમાં કંટાળો ઉપજે છે, પણ પ્રતિદિન અભ્યાસ કરતાં મનમાં આનંદ ઉપજે છે. ધારણાને અભ્યાસ સિદ્ધ કર્યાબાદ ધ્યાનનો અભ્યાસ શરૂ કરવું જોઈએ. ધારણાના પૂર્ણ અભ્યાસીને ધ્યાનની સિદ્ધિ થાય છે માટે હવે ધ્યાનનું સ્વરૂપ કહેવામાં આવે છે.
“ દશાન.” ૭ - એક વસ્તુનું આલંબન કરી તેમાં અનાદપર્યત મનની સ્થિરતા કરવી તે છમસ્થ યોગિયોનું ધ્યાન કહેવાય છે. ધ્યાનની પરંપરા તે ઘણા વખત સુધી રહી શકે છે. મુદબાદ મનની સ્થિતિ બદલાય કે પશ્ચાતુ પુનઃ ત્યાં મનને સ્થાપન કરવું. આ પ્રમાણે એક પદાર્થ વા અન્ય પદાર્થનું મનમાં ધ્યાન કરી શકાય છે. કલાકોના કલાક સુધી આ પ્રમાણે ધ્યાન કરી શકાય છે. ધ્યાનની પરંપરા જેમ એક પદાર્થ સંબંધી વધતી જાય છે તેમ તેમ આત્મશક્તિ પ્રગટતી જાય છે અને તેથી અનેક પ્રકારના અનુભવો
For Private And Personal Use Only