________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૯ )
શાલામાં ગએલો વિદ્યાર્થી જેમ ચિત્ત ઠેકાણે રાખતો નથી તેમ પ્રથમ અભ્યાસમાં મન ઠેકાણે રહેતું નથી, પણ જ્યારે વિદ્યાર્થીને ભણવામાં આનંદ પડે છે ત્યારે તેનું મન તેમાં ડરી જાય છે તેમ ઘણા અભ્યાસથી મન પણ અમુક સ્થાનમાં કરી જાય છે. પશ્ચાત્ તે સ્થાનમાંથી ખસીને અન્યત્ર જતું નથી.
ધારણાનાં સ્થાને નીચે મુજમ છે.
નાભિ, હૃય, નાસિકાનો અગ્રભાગ, ભ્રુકુટી, કપાલ, તાળવું, નેત્ર, મુખ, કહ્યું, મસ્તક અને બ્રહ્મરન્બે, એ સ્થાનોમાં મનને ઠેરવવું. પૂર્વોક્ત સ્થાનમાં મનને ધારવાથી અનેક પ્રકારના સ્વાનુભવો જણાય છે. જીવિત, મરણ, પરાજય, લાભ અને અલાભ, વગેરેના નિમિત્તોનું જ્ઞાન થાય છે અને અન્ય પણ શબ્દાદિક વિષયોનું દિવ્યજ્ઞાન થતું જાય છે; તેમજ ચમત્કાર શક્તિ પણ વૃદ્ધિ પામે છે.
પૂર્વોક્ત સ્થાનોમાં ધારણા કરતાં પ્રથમ તો કેટલીક મિનીટ સુધી મન ઠરશે નહીં પણ દૃઢ સંકલ્પપૂર્વક અભ્યાસ કરવાથી ધારણાની સિદ્ધિ થવા લાગશે. પ્રતિદિન ધારણામાં વૃદ્ધિ થયા કરશે. છેવટે પરિપૂર્ણ ધારણાની સિદ્ધિ થશે. ધારણાની સિદ્ધિ થતાં અનેક ચમત્કારનો અનુભવ થાય છે. ધારણા કરનારે પ્રથમ આદ્યસ્થાનમાં ધારણા કરવી જોઇએ. બાહ્યમાં ધારણા સિદ્ધ થયા બાદ અન્તરમાં ધારણા કરવાની આવશ્યકતા છે. છેવટે આત્માના અસંખ્યાત પ્રદેશમાં ધારણા કરવી જોઇએ.
ધારણાના અભ્યાસીએ પ્રથમ આત્મજ્ઞાન સારી રીતે કરવું જોઇએ. નવતત્ત્વ, સાનય અને સપ્તભંગી વગેરેનું સારી રીતે જ્ઞાન કરવું જોઇએ, જડ અને ચેતન વસ્તુનું પરિપૂર્ણ જ્ઞાન થવાથી આત્માના સ્વરૂપની ધારણા થઈ શકે છે. આવી સૂક્ષ્મ ધારણાનો કાલ જેમ વધતો જાય છે, તેમ આત્મામાં આનંદની ખુમારી વૃદ્ધિ પામે છે અને ચૈતન્ય સુખની પ્રતીતિ થાય છે. આાહવસ્તુઓ સંબંધી થતા વિકલ્પ અને સંકલ્પો ટળે છે. આત્માની અચળ શ્રદ્ધા પ્રતિદિન વૃદ્ધિ પામે છે. અશુભ માર્ગમાંથી આ આત્મા પાછો હઠે છે. આત્મતત્ત્વ સાધ્ય લક્ષ્ય તરીકે રહે છે. આત્મતત્ત્વની લે (લય) લાગે છે. દુનિયાના પદાર્થો ઉપર રાગ વા દ્વેષ થતો હોય છે તે મન્દ્ર પડે છે.
ધારણાના અભ્યાસીને સૂચના કે, તેણે ધારણાનો અભ્યાસ વધારવા માટે ઉપાધિ ત્યાગ અને નિર્જનાવસ્થા વગેરે હેતુઓનું અવલંબન કરવું. ખાતાં, પીતાં અને હરતાં ફરતાં પણ ધારણાના ઉપર લક્ષ્ય રાખવું જોઇએ. આત્માની સાધ્ય દશા સ્મરણ કરવી. જે જે વસ્તુઓની ધારણા કરવી હોય તે તે વસ્તુઓની ઈષ્ટતા સમજવી જોઇએ.
મો. ૨
For Private And Personal Use Only