________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વસ્તુમાં અમુક કાળસુધી ગમનાગમનવિના મન લાગી રહે તેને સ્લિણ મન કહે છે. આવી મનની અવસ્થા પ્રાપ્ત થતાં સ્થિરતા તથા આનન્દનો અનુભવ થાય છે. મનના ઉપર આત્માનો વિશેષતઃ કાબુ રહે છે. આત્માના તાબે મન વર્તે છે, આવી મનની અવસ્થા પ્રાપ્ત થતાં સંકલ્પની સિદ્ધિ થાય છે. મંત્ર તથા વિદ્યાની સિદ્ધિપણ આ અવસ્થા પ્રાપ્ત થવાથી થાય છે. વારંવાર મનમાં અનેક વસ્તુઓ સંબંધી વિકલ્પ પ્રગટતા બંધ થાય છે. મનમાં આનંદની છાયા છવાઈ રહે છે, ધારેલાં કાર્ય સિદ્ધ કરવાની શક્તિ પ્રગટે છે. મનમાં અમુક પદાર્થનું ચિંતવન કરવું કે ન કરવું તે યોગીના હાથમાં રહે છે. આ અવસ્થા પ્રાપ્ત કરવા માટે ઉચ્ચ પ્રકારનું આમિક જ્ઞાન મેળવવાની આવશ્યકતા છે. જ્ઞાનિ સપુરૂષોને સમાગમ કરવાની જરૂર રહે છે. અત્યંત સૂમ અભ્યાસ કરવાની જરૂર રહે છે. જે વિષયમાં મન ચોટાડવું હોય ત્યાં ચોંટી રહે પણ અન્યમાં જાય નહિ તે માટે મન ઉપર પ્રખર અંકુશ મૂકવાની જરૂર રહે છે. આવી અવસ્થામાં યોગી આનંદ મગ્ન જણાય છે. ક્ષણમાં બાહામાં મન તેનું જતું હોય છે પણ આcરમાં લઈ જવું હોય છે તો શિખવેલા ઘોડાની પેઠે તેને અન્તરમાં લઈ જાય છે, બાહ્યમાંથી અતરમાં જવું હોય છે તો તેને અત્યંત મહેનત પડતી નથી. એય વસ્તુમાં મનને ચોંટાડી (ગોંધી) રાખવાથી અનેક પ્રકારનાં નવીન કર્મ બંધાતાં અટકે છે. અને સંવરની પુષ્ટિ થાય છે. બાહ્ય વિષયોમાં મન ભટકવા પામતું નથી. આવી મનની દશા થવાથી કોઈ પણ પ્રકારની ધારણા કરવી હોય તો સહેજે થાય છે. ચોથી મનની સુલીન અવસ્થામાં ધ્યેયવસ્તુમાં મન લીન થઈ જાય છે. પરમાનંદની છાયા છવાઈ જાય છે; આ છેલી બે મનની અવસ્થાઓ પ્રાપ્ત કરવા લાયક છે. આ ચાર મનની અવસ્થાઓને અત્ર પ્રસંગોપાત દેખાડી છે વસ્તુતઃ તેનો ધ્યાન અને સમાધિની અંદર સમાવેશ થાય છે. માટે અત્ર તેનું સંક્ષિપતઃ પ્રસંગોપાત્ત વર્ણન કર્યું છે.–આ પ્રમાણે મનમાં ઉત્પન્ન થતા દોષો ટાળવા બાદ મનની નિર્મળતા થાય છે. મનની નિર્મલતા થયા બાદ મનમાં જે જે વસ્તુઓને ધારવામાં આવે છે તે તે વસ્તુઓની બરાબર ધારણ થાય છે માટે હવે ધારણાનું સ્વરૂપ કહેવામાં આવે છે.
- ૬ ધારણાં. પ્રત્યાહાર સિદ્ધ થયા બાદ ધારણામાં પ્રવેશ કરવો જોઈએ. શાસ્ત્રોમાં બતાવેલા કોઈપણ સ્થાનમાં મનને ધારવું તેને ધારણા કહે છે. કોઈ પણ સ્થાનમાં મનને લગાડી જાગૃતિપૂર્વક લાંબા વખતપર્યત રહેવાથી તેમાં ચિત્ત લાગી રહે છે તેથી તે શાન્ત જેવું થઈ જાય છે. કોઈપણ સ્થાનમાં લક્ષ્યપૂર્વક ચિત્તને ઠેરવવાથી હજારો વિષયોમાં ભટકતું મન બંધ થઈ જાય છે. જેમ સરકારના નોકરો કાયદાસર કાર્ય કરે છે તેમ મન પણ કાયદાસર કાર્ય કરે છે. પ્રથમ
For Private And Personal Use Only