________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૭ )
હાથમાં ને હાથમાં હોય છે અને મન તો કયાંયનું કયાંય ભટકતું હોય છે. અર્થાત્ મનને વશ કરવાના જે જે ઉપાયો રચ્યા હોય છે તેમાંથી તુરત છટકી જાય છે. જ્યારે ઉપયોગ મૂકવામાં આવે છે ત્યારે માલુમ પડે છે કે અરે! મન તો કંઈનું કંઈ ચિંતવે છે. આવી મનની વિક્ષિપ્ત દશામાં સન્નિપાતના જેવી મનની સ્થિતિ જણાય છે; જગમાં જે જીવોએ મનને વશ કર્યુ નથી તેઓની પ્રાય: એવી દશા વિશેષતઃ વર્તે છે. આત્માર્થી જીવોએ આવી મનની વિક્ષિપ્ત દશા ત્યાગવા પ્રયત્ન કરવો જોઇએ.
मननी यातायात दशा.
મનની બીજી યાતાયાત દશા છે. મનનું જવું અને પાછું આવવું તેને યાતાયાત કહે છે. પલકમાં મન ઠેકાણે રહે છે અને પલકમાં કૌઈ ખા પદાર્થનો વિચાર કરવા મંડી જાય છે. મનને જીતવાના પ્રથમ અભ્યાસમાં મનનું જવું અને આવવુંણી વખત બને છે. શ્રીપ્રસન્નચંદ્રરાજર્ષિનું મન એક વખત ખાર્થે રાજ્યપ્રપંચમાં ચાલ્યું ગયું હતું અને તેથી સાતમી નરકનાં કર્મદલિક ગ્રહણ કર્યાં હતાં, પણ પશ્ચાત્ સાધુની અવસ્થા યાદ આવતાં મન પાછું ઠેકાણું આવ્યું અને આત્માના સ્વરૂપમાં મન જોડાતાં કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. એક શ્રાવક દેરાસરમાં પ્રભુની પ્રતિમાદ્વારા પ્રભુનું સ્મરણ કરતા હતા, મનને પ્રભુના ગુણોમાં જોડ્યું હતું, પણ પ્રસંગ પામી મન ઢેડવાડામાં ચાલ્યું ગયું; શ્રાવકના ઘેર એક મનુષ્ય આવીને કહેવા લાગ્યો કે શ્રાવક કયાં ગયા છે? છોકરીએ જવા" આપ્યો કે શ્રાવક શેઠ ઢેડવાડે ગયા છે. આ ઉપરથી સારાંશ લેવાનો કે, કોઈ પણ ધ્યેય વસ્તુમાં મનને રોકવામાં આવે છે . તો પાક્કું અન્યત્ર ચાલ્યું જાય છે અને ખેંચી લાવવાથી પાછું ઠેકાણે આવે છે. આ બીજી દશામાં મનને પાછું ખેંચી લાવવાની યુક્તિ સુજે છે, અને તેથી યોગી પોતાના મનની દશાનો અનુભવ સારી રીતે મેળવે છે. પોતાના મનની યાતાયાત દશા જોઈ કિંચિત્ મનમાં ખેદ્ર ધારણ કરે છે પણ મનને ઠેકાણે લાવવાની યુક્તિ સુજવાથી કંઈક મનમાં આનંદ પામે છે. જે જે ધર્મના હેતુઓમાં મનને જોડ્યું હોય છે તેમાંથી ખાણની પેઠે સટકને સટકી જાય છે અને પાછું અભ્યાસ ઉપયોગ ખળથી ઠેકાણે આવે છે. પ્રથમની ખીજી દશા કરતાં આ દશામાં તે મન ઉપર વિશેષ કાષ્ઠ ધરાવે છે. મનની મીજી દશામાં આવતાં યોગીને નિશ્ચય થાય છે કે મનને વશ કરવું હોયતો અંતે કરી શકાય છે એમાં જરામાત્ર પણ શંકા નથી. મનની યાતાયાત દશા જોઈ તેને એક ઠેકાણે સ્થિર રાખવાની યુક્તિ સુજે છે, અને તેથી યોગી બીજી દશાને જીતી ત્રીજી દશામાં પ્રવેશ કરે છે.
""
“ મનની ત્રિની ષ્ટિ અવસ્થા.
કોઈ પણ વસ્તુમાં મનને ચોંટાડવું, તેમાંને તેમાં ગોંધી રાખવું, જે ધ્યેય
For Private And Personal Use Only