________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૬) રાજરાનો જેટલો આદરભાવ તેટલોજ અપ્રશસ્ય રાગાદિને નાશ સમજ જોઈએ, તેમજ જેટલી શુદ્ધપરિણતિમાં રમણતા તેટલી જ અશુપરિણતિની વિનાશતા સમજવી જોઇએ.
આ પ્રમાણે પાંચ ઈન્દ્રિયો અને મનને પ્રત્યાહાર સિદ્ધ કરવાથી ધારણામાં સહેજે પ્રવેશ થઈ શકે છે. પ્રત્યાહારની સાધના કરવાથી બાહ્ય દુનિયાની દશામાં ફસાવાતું નથી. યોગના સાધકોએ આ પ્રત્યાહારની ક્રિયામાં અવશ્ય લક્ષ્ય દેવું જોઈએ. હાલના કાળમાં પ્રત્યાહારની સિદ્ધિ કર્યા વિના ઘણા લોકો ધારણામાં પ્રવેશ કરે છે, તેથી તેઓ ધારણાની સિદ્ધિ પણ કરી શકતા નથી અને પ્રત્યાહારની સિદ્ધિદપણ કરી શકતા નથી અને તેથી તેઓ યોગના પગથીયા ઉપર ચઢી શકતા નથી. અજ્ઞાનિ લોકો પ્રાણાયામથી સિદ્ધિયો કરવા માટે મથે છે, પણ જો તેઓ પ્રત્યાહારનું સ્વરૂપ સમજે તો સિદ્ધિને તેઓને લોભ ટળે છે અને તેથી તેઓ ઉચ્ચકોટીપર ચડતા રહે છે. પાંચ ઇન્દ્રિયોના વિષય જીત્યા વિના ધારણામાં ચિત્ત કરતું નથી. અને ધારણામાં ચિત્ત ઠર્યાવિના ઉત્તમ લાભ મળી શકતું નથી. યોગના સાધકો જે સાધ્યબિંદુનો ઉદ્દેશ, લક્ષ્યમાં રાખે તો પ્રત્યાહારના અંગ ઉપર પૂર્ણ પ્રેમ થયા વિના રહેશે નહીં. પ્રત્યાહારના સાધકે મનને વશ કરવાની કળા જાણવી જોઈએ. પળે પળે મનમાં કેવા કેવા પ્રકારના વિચારો ઉદ્ભવે છે તેનું ઉપયોગથી નિરીક્ષણ કરવું, કથી કચી બાબતોના મનમાં વિચારી પ્રગટે છે તેનો ખૂબ વિચાર કરો, પલકમાં મન શું વિચારે છે અને અન્ય પલકમાં મન શું વિચારે છે તેનો ઉપયોગ મૂકીને નિર્ધાર કરવો, જે ચિંતવવા યોગ્ય વિષય છે તેને મૂકીને અન્ય કથા પદાર્થનો મન વિચાર કરવા મંડી જાય છે તેનો લક્ષ્યપૂર્વક ઉપયોગ મૂકવો. મન એવું છે કે તે ક્ષણે ક્ષણે કંઈપણ વિચાર કરતું રહે છે. સદાકાલ ચપળતા કર્યા કરે છે. વિધતુની પેઠે મનની અત્યંત તીવ્ર ગત છે. આવું જાણતાં અભ્યાસીએ કદી કંટાળવું નહીં અને મનને જીતવાના અભ્યાસમાં સદાકાળ મચ્યા રહેવું. મનની ચાર પ્રકારની દશા નીચે પ્રમાણે છે, 'વિલક્ષણ, કાત્તાવાર, ઋણ, અને સુશ્રીન, આ ચાર પ્રકારની મનની અવસ્થાનું લક્ષણ કહે છે. વિક્ષિણ મનને ચપળતા ઈષ્ટ છે, મનના અભ્યાસી જ્યારે મન વશ કરવા ધારે છે ત્યારે મન તુરત છટકી જાય છે અને સ્વચ્છંદતાથી ગમે તે પ્રકારનું ચિંતવન કર્યા કરે છે, જે વસ્તુ ચિંતવવાની હોય છે તેમાંથી છટકી જઈ અન્ય વસ્તુઓના ચિંતવનમાં પ્રવૃત્તિ કરે છે. જેમ મૃગને પકડવા જતાં મૃગ એકદમ દોડાદોડ કરી મૂકે છે, તેમ મનને પણ વશ કરવામાં પ્રથમ પ્રવૃત્તિ કરતાં તુર્ત મન દોડાદોડ કરી મૂકે છે. મન નવકારવાળી ગણવામાં રોક્યું હોય છે તો તેમાંથી તુરત ચાલ્યું જાય છે અને બીજી વસ્તુઓના ચિતવનમાં કુદંડુદા કરી મૂકે છે,નવકારવાળી તે
For Private And Personal Use Only