________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૬૫ )
થીયાની અવસ્થા યાદ કરી તેઓને દયા અને પ્રેમથી ચઢાવવામાં મદત કરવી જોઇએ.
સારાંશ કે, અશુભરાગાદિની અશુભપરિણતિ ધારણ કરનારાઓ કરતાં શુભપરિણતિ ધારણ કરનારાઓ ઘણાજ ઉત્તમ છે, પણ તેથી તેઓએ અશુભરાગાદિપરિણતિ ધારણ કરનારાઓને ધિક્કારીને ધક્કો ન મારવો જોઇએ, પણ તેઓને ઉચ્ચે ચઢાવવા અધિકાર પ્રમાણે ઉપાયો અતાવવા જોઇએ. શુદ્ધપરિણતિવાળાઓએ શુભરિણતિ ધારકોને નીચા છે એમ માની ધિક્કારવા ન જોઇએ, પણ શુદ્ધપરિણતિની યોગ્યતાને ધારણ કરે તેવા ઉપાયો તેઓને બતાવવા તેઇએ; આવી રીતે મનુષ્યોએ ઉચ્ચ દૃષ્ટિવાળાઓ તરફ લક્ષ્ય રાખી ઉચ્ચ સાધ્ય સાધવા પ્રયત્ન કરવો અને પોતાના કરતાં જે નીચા દરજ્જાના હોય તેઓને પ્રેમની દૃષ્ટિથી ઉચ્ચ કરવા પ્રયત્ન કરવો પણ તેઓને ધિક્કારવા નહીં; કારણ કે કોઈ વખત તેવી દશા પણ પોતાની હતી અને અન્ય ઉત્તમ પુરૂષોએ પોતાને મદત કરી હતી, તે પ્રમાણે મ્હારે પણ નીચ કોટીવાળાને મદત કરવી જોઇએ. એવો મ્હારો સત્ય ન્યાયધર્મ છે તેને અમલમાં મૂકી સદાકાલ તે પ્રમાણે પ્રવર્તવું જોઇએ.
આ પ્રમાણે વિશ્વધર્મ વ્યવસ્થા ક્રમ સમજી અશુભ રાગાદિવાળાઓની પરિણતિને શુભ પરિણતમાં ફેરવી નાખવી જોઇએ. સુદેવ સુગુરૂ અને સુધર્મનો રાગ કરવામાં વિશેષ ફળ છે એમ સમજણ આપવી; જ્ઞાન દર્શન અને ચારિત્ર ઉપર રાગ થાય તેવો ઉપદેશ આપવો.
કાનથી ધર્મના શબ્દો સાંભળવામાં રાગ કરવો, દેવ અને ગુરૂ આદિનાં દર્શન કરવા અત્યંત રાગ ધારણ કરવો, જિન્હાથી પ્રભુ, ગુરૂ અને ધર્મનું, સ્વરૂપ ગાવા અત્યંત રાગ ધારણ કરવો. કાયાથી દેવ, ગુરૂ અને ધર્મની ભક્તિ ધારણ કરવા અત્યંત રાગ ધારણ કરવો. અશુભ રાગાદિને આ પ્રમાણે શુભ રાગાદિ ભાવમાં ફેરવી નાંખવા. જેમ જેમ શુભરાગાદિ જેટલા જેટલા પ્રમાણમાં વૃદ્ધિ પામે છે તેટલા તેટલા પ્રમાણમાં અશુભ રણ અને અશુભ દ્વેષ ટળે છે. શુભ રાગ વધતાં અશુભ રાગટળશે, શુભ દ્વેષ વધતાં અશુભ દ્વેષ ટળશે, જ્ઞાન ઉપર રૂચિ કરતાં અજ્ઞાન ટળશે, ધર્મ ઉપર રાગ કરતાં અધર્મપરથી રાગ ટળશે; આ પ્રમાણે પ્રત્યાહારની પ્રવૃત્તિ કરી મનની ઉચ્ચતા કરવા પ્રયત્ન કરવો. અશુભપરિણતિમાંથી શુભપરિણતિમાં અવાય છે; ચોથા પાંચમા અને છઠ્ઠા ગુડાણે પણ શુભરિતિ અને શુદ્ધ પરિણતિ એ એ છે. કોઈ વખત શુભરિત હોય છે અને કોઈ વખત શુદ્ધ પરિણતિ હોય છે. શુદ્ધ પરિણતિનો મુખ્ય ઉદ્દેશ જેને સાધ્ય છે તેની શુભ પરિણતિ પણ અપેક્ષાએ પ્રશસ્ય ગણાય છે. જેટલા જેટલા અંશે અપ્રશસ્ય રાગ અને દ્વેષમાંથી નીકળી પ્રશસ્ય રાગ દ્વેષમાં આવે તે તે અંશે તે પ્રશસ્ય ગણાય છે.
For Private And Personal Use Only