________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૬૪ ) ઉપદેશ આપવો અને તેવા તે શુભપરિણતિમાં રહે તે અનતગુણ ઉત્તમ કાર્ય છે; આમ પણ કહેવું અપેક્ષાએ યોગ્ય ઠરી શકે છે. બાલ, મધ્યમ અને ઉત્તમ પુરૂષોને અધિકાર પ્રમાણે ઉપદેશ આપવો અને તેઓના અધિકાર પ્રમાણે તેઓની શુભાદિ પરિણતિ રહે છે–તેઓના કરતાં જે નીચા છે તેના કરતાં તેઅનંતગુણ ઉચ્ચ કહેવાય છે, તેમાં અપેક્ષાએ સત્યતાજ સમાય છે. બાલ જીવના કરતાં મધ્યમ પુરૂષ છે તે ઘણોજ ઉચ્ચપરિણતિ ધારક છે પણ તે ઉત્તમના કરતાં તે ઘણોજ નીચો છે. ઉત્તમ જીવો મધ્યમ કરતાં ઘણ ઉચ્ચ છે પણ તેઓના કરતાં જેઓ ઉચ્ચ સિદકોટમાં છે તેના કરતાં ઘણી નીચા છે. આમ અપક્ષાએ તરતમયોગે ઘણા ભેદ અધિકારની ચોગ્યતાએ પડી શકે છે. જેઓ સદાકાલ અપ્રશસ્ય રાગદ્વેષમાં રાચીમાચી રહ્યા છે, તેના કરતાં પ્રાચ રાજપને જીમ રિળતને ધારણ કરનારા ઘણા ઉત્તમ છે. પણ જે શુદ્ધપરિણતિને ધારણ કરે છે તેના કરતાં સુમપરિતિવાળા અનંતગુણા નીચા છે. ક્ષાયિક ભાવની શુદ્ધપરિણતિવાળા કરતાં ક્ષયોપશમની શુદ્ધપરિણતિ ધારણ કરનારા ઘણા નીચા છે. એમ અપેક્ષાએ ઉગ્રતા તથા નીચતાને સમજનારા ઉચ્ચ સાથપ્રતિ લક્ષ્ય રાખી, પ્રતિદિન ઉચ્ચ અધિકારી બને છે, તેમજ પોતાના કરતાં જેઓ ઉચ્ચગુણ ભૂમિકામાં પ્રવેશેલા છે, તેઓની ભૂમિકા પ્રતિ ગમન કરે છે અને નીચલી ભૂમિ કાઓવાળાને તેઓને અધિકાર પ્રમાણે બોધ કરી ઉચ્ચ ભૂમિમાં આવવા ઉચ્ચ દૃષ્ટિ કરાવે છે.
ધારો કે એક મુક્તિરૂપ મહેલનાં એક હજાર પગથીયાં છે, કોઈ પહેલા, કોઈ બીજા, કોઈ ત્રીજા, કોઈ ચોથા, કેાઈ પાંચમાં એમ ઉત્તરોત્તર ચઢતાં કોઈનવસે નવાણુમા પગથીયે અને કોઈ છેલ્લા હજારમાં પગથીએ છે, નીચા પગથીએ રહેલા ઉચા પગથીએ દરરોજ ચઢવા માટે ઉદ્યમ કરે છે; ધારો કે પાંચમા પગથીયાવાળો સોમા પગથીયાવાળા કરતાં ઘણો નીચો છે અને સોમા પગથીયાવાળા કરતાં પાંચમા પગથીયાવાળામાં દોષપણુ ઘણા છે તેથી સોમા પગથીયાવાળાએ પાંચમા પગથીયાવાળાને નીચ ગણી ધકકો ન મારવો જોઇએ. પણ તેને ઉંચે ચઢાવવા મદત કરવી જોઈએ. પાંચમા પગથીયાવાળો સમા પગથીયાવાળાની અપેક્ષાએ નીચ ગણાય પણ પહેલા પગથીયામાં રહેલા છ કરતાં તો ઉચ્ચ ગણાય, માટે તેથી પોતાનામાં ઉચ્ચતા માની પહેલા પગથીયે રહેલાઓને ધક્કો ન મારવો જોઈએ. હજારમાં પગથીયાવાળાએ સોમા પગથીયાવાળાને હલકો ગણું તેને ધક્કો ન મારવો જોઈએ, કારણ કે તે પણ કોઈ વખતે સોમા પગથીએ હતો, તેને પણ ઉપરના પગથીયાવાળાએ ચડતાં મદત કરી હતી, તેમ આપણે પણ પોતાના કરતાં નીચા પગથીએ રહેલાઓને નીચ ગણું તને ધિકકારવા ન જોઈએ પણ પોતાની પૂવની તે પગ
For Private And Personal Use Only