________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨ ) પરિણામની ઘારાથી આત્મા, તીર્થંકર નામકર્મ બાંધે છે. ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ તીર્થકર નામકર્મની પુણયપ્રકૃતિ જાણવી.
જે શુદ્ધ પરિણતિમાં રમણતા કરી શકતા નથી તેઓને અશુભ રાગાદિકનો નાશ થાય અને શુભ રાગાદિ પરિકૃતિનો આદર થાય એવો ઉપદેશ આપવો તે તેઓના અધિકાર પ્રમાણે હિતકર છે. પણ અત્ર સમજવવું યોગ્ય છે કે, અશુભ રાગાદિકમાંથી શુભ રામાદિકમાં જીવોને જોડવા એટલુંજ કંઈ જીવનને સાર નથી, માટે જે જીવો જ્ઞાનમાં સમજી શકે તેવા અધિકારી થયા હોય તેઓને “શુદ્ધ પરિણતિ ” એજ મોક્ષનો ખરો માર્ગ છે એમ સમજાવવું જોઈએ. શુદ પરિણતિને સાધ્ય લક્ષી વર્તનારાઓ શુભ રાગાદિકની પરિણતિને પણ પ્રસંગ પ્રસંગે વહે છે, તો પણ તેઓ સાધ્ય લક્ષી હોવાથી પુણ્યાનુબંધી પુણ્ય બાંધે છે અને તેઓ સાધ્ય લક્ષી હોવાથી પુણ્યમાં રાચતા નાચતા નથી; તેથી ઉચ્ચ દષ્ટિના અધિકારી પ્રતિદિન બને છે. જેઓની ઉત્તમ બુદ્ધિ થઈ નથી અને સંસાર મોક્ષનું સ્વરૂપ સમજતા નથી તેવાઓને શુભરાગાદિની ઇચ્છા મુખ્યતયા રહે તે તે બનવા યોગ્ય છે, પણ જેઓ શુદ્ધ અને અશુદ્ધ પરિણતિ સમજે છે, રાગ અને કેવથી બંધાવાનું તો છેજ એમ લખ્યું છે, એવા જીવો કદાપિ મુખ્યતયા શુભરાગાદિકમાં સાધ્ય બુદ્ધિ કરે તે ખરેખર તે સાધ્ય સાધકના મુખ્ય ઉદ્દેશને વિસરે છે એમ સમજવું જોઈએ. જ્ઞાનથી અધિકારી થએલા જીવ શુદ્ધપરિણતિનેજ મુખ્યતયા સાધ્ય બિંદુતરીકે લક્ષે છે અને તેની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરે છે, તેમ છતાં પ્રસંગવશાત શુભરાગાદિથી શુભ પરિણતિને ગણનાએ ધારણ કરે છે તો પણ તેનું સાધ્ય બિંદુ એકજ સત્ય હોવાથી ઉત્તરોત્તર શુદ્ધપરિણતિના અધિકારી બને છે અને મોક્ષની પ્રાપ્તિ કરે છે. શુક્રપરિણતિ સાથ લય સાધક જ્ઞાનિયો શુભ વ્યવહારનાં કૃત્યોને કાયાથી આવશ્યકતયા કરે છે તો પણ અન્તરમાં શુદ્ધપરિણતના યોગે નિસ્પૃહભાવથી પૂજા અને દાનાદિકથી કર્મની નિર્જરા કરે છે અને પિતાના આત્માની શુદ્ધિ કરે છે. મુખ્યતયા ફલિતાર્થ એવો નીકળે છે કે, સાધ્ય બિંદુ લક્ષ્યાધિકારી જ્ઞાની પુરૂષ, નિર્લેપદશાથી બાહ્ય કાર્યો કરતો છતે પણ અતર શુદ્ધપરિણતિના યોગે કર્મ ખેરવે છે. કદાપિ તે સરાગભાવમાં આવે છે તે તીર્થકર આદિની પદવી પ્રાપ્ત કરે છે તો પણ મુખ્યતા શુદ્ધપરિણતિની જ રહે છે, કારણ કે તેનું સાધ્યબિંદુ ફરતું નથી. આવા
ધકારી વિરલ જ્ઞાની પુરૂષ હોય છે. એવી દશા ન આવે ત્યાં સુધી શું અશુભ રાગાદિ પરિણતિમાં રહેવું ? આના ઉત્તરમાં કહેવું પડશે કે, પૂવક્ત જણાવ્યો તે પ્રમાણે સાધ્ય લક્ષ્ય અધિકાર પ્રાપ્ત ન થાય ત્યાંસુધી અશુભ રાગાદિકને શુભ રાગાદિકમાં ફેરવી નાંખવાનું કૃત્ય આવશ્યક છે. તેવા બાલ અધિકારી જીવોને અપેક્ષાએ પ્રસ્થ રાગે શુભ પરિણતિ રહે એવો
For Private And Personal Use Only