________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧ )
મનમાં વૈર હોય છે ત્યાંસુધી મનની શાન્તતા થતી નથી. વૈર લેવાની બુદ્ધિવાળાઓના મનમાં અનેક વિકલ્પ સંકલ્પો પ્રગટે છે. સમરાદિત્ય ઉપર ગુણશાની વરબુદ્ધિ રહેવાથી તેના મનની સ્થિરતા થઇ નહીં. (આ કથા સમરાદિત્ય ચરિત્રમાં લખી છે.) આત્માની મૂળ સમભાવદશામાં જે આત્માને મૂકવો હોય તો અનેક ઉપર એલ મુદ્ધિને સત્વર ત્યાગવી જૈઇએ. વેરથી પરનું બુરું કરવાથી પોતાનું કદી ભલું થતું નથી; ઉલટું વૈરબુદ્ધિથી અનેક કર્મ ગ્રહણ કરવાં પડે છે અને તેથી અધોગતિમાં જવું પડે છે. જેના મનમાં વરની બુદ્ધિ હોય છે તેના મનમાં અન્ય પણ અનેક દોષો પ્રગટી નીકળે છે. વેરની બુદ્ધિથી મહાત્માઓ પણ નીચ કોટીમાં પ્રવેશ કરે છે તો સામાન્ય મનુષ્યોનું તો શું કહેવું? ભૂતકાળમાં અનંતજીવો વૈરથી દુઃખી થયા, વર્તમાનમાં અનેક દુઃખી થાય છે અને ભવિષ્યમાં દુ:ખી થશે. કોઈ પોતાનું ભંડું કરે તો તુર્ત તેનું વેર લેવા ઉજમાળ થવાય છે, પણ જો આત્માનો મૂળધર્મ વિચારીએ તો ભૂંડું કરનારનું પણ કદી ભૂંડું કરવું જોઇએ નહિ. સમજો, કે પોતાના અનેક શત્રુઓ હોય અને તે આપણું અશુભ કરવા ધારતા હોય તો પણ આપણે તો તેમનું ભલું ઇચ્છવું. શત્રુઓનું પણ ભલું ઇચ્છવાથી તેઓના દુષ્ટ વિચારોની અસર પોતાનાપર થતી નથી; આ નિયમ જે મનુષ્ય ખરી રીતે દૃઢ સંકલ્પથી અજમાવે છે તેને તેનું ખરું રહસ્ય શ્રદ્ધાભ્ય થાય છે. અન્ય જીવો આપણું ભૂંડું કરવા ધારે છે તેમાં ખરું કારણ તો તેઓની અશુદ્ધ પરિણિત છે તો તેમાં અશુદ્ધ પરિણતિનો દોષ છે; જીવ તે અશુદ્ધ પરિણતિના વશ થએલ છે તેથી તેવું આચરે છે, તો સમજવાનું કે તેના આત્માનું ખુરૂં કરવા ઇચ્છા કરવી નહીં. તેને લાગેલી અશુદ્ધ પરિણતિનું ભૂંડું કરવું આદિ કુચેષ્ટિત સમજી તે અશુદ્ધ પરિણતિને કરૂણાદૃષ્ટિથી ટાળવા પ્રયત્ન કરવો; એજ સજ્જન પુરૂષોનું કર્તવ્ય છે. શત્રુઓનું દરરોજ ભલું કરવા વિચારો કરવા, જે જે મનુષ્યો પોતાનાપર શત્રુતા રાખી ભૂંડું કરવા પ્રવૃત્તિ કરતા હોય, તેઓની યાદી કરી એકાંતમાં બેસી તેઓનું ભલું કરવાના વિચારો પ્રવર્તાવવા. તેનામાં હજારો દોષો હોવા છતાં એકપણ સદ્ગુણ હોય તો તેનું, ખરી ટેકથી વરબુદ્ધિ ત્યાગીને સર્વ લોકોની આગળ વર્ણન કરવું; આમ કેટલાક દિવસ અભ્યાસ કરવાથી અન્તે શત્રુઓ પણ મિત્રોના રૂપમાં ફેરવાઈ જાય છે અને વેરની બુદ્ધિનો ત્યાગ કરેછે. પ્રસંગવશાત્ કાપિ જો મનમાં વૈરની બુદ્ધિ પ્રગટે તો તુર્ત ક્ષમાના વિચારોથી દબાવી દેવી. આમ વારંવાર અભ્યાસ કરવાથી પ્રતિદિન વેરની મુદ્રિ ક્ષીણ થતી જાય છે અને અંતે તેનો સર્વથા નાશ કરી શકાય છે. મનમાં એમ ધારવું કે હું કોઇનો શત્રુ નથી અને કોઈ મ્હારા શત્રુ નથી, માટે કદાપિકાળે મ્હારે કોઇને શત્રુ ધારવા જોઇએ નહીં. મ્હારા ઉપર જે દ્વેષ વા
યો. ૨૧
For Private And Personal Use Only