________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦) તારવા માટે સમર્થ થતા નથી, પોતાના શત્રુઓને નિંદકો પોતાની મેળે ઉભા કરે છે. અન્યોનાં શાસ્ત્રોમાં તે સર્વ દોષમાં મૂખ્ય નિંદાને ઠરાવી છે. અનેક જીવે નિંદાના પાપથી દુર્ગતિ પામ્યા, પામે છે અને પામશે. નિંદકોની તપ, જપ, વ્રત અને ક્રિયા સફળ થઈ નથી અને થનાર નથી, માટે સગુણદષ્ટિ ધારણ કરી મનમાંથી નિંદાને દૂર કરવી જોઈએ.
“નિજાના કોઈ જ નવું સોr.” સદ્ગુણદૃષ્ટિ ધારણ કર્યાવિના કોઈ પણ કાલે સદ્ગુણો ઉપર લક્ષ્ય જતું નથી. પંચપરમેષ્ઠિનું સ્મરણ કરવામાં આવે છે તે પણ સદ્ગુણદૃષ્ટિથી જ સમજવું, અનેક તીર્થંકરો થયા અને થશે તે પણ સગુણના પ્રતાપથીજ સમજવું. વીશ સ્થાનકની આરાધનામાં પણ સદ્ગુણદૃષ્ટિથી જ મુખ્ય ઉદ્દેશ સાધી શકાય છે. અનેક નિંદકોનાં નિન્દારૂપ પાપ ધોવાનો સરલ ઉપાય સદ્ગુણ દષ્ટિજ છે. નિન્દાદષ્ટિને ત્યાગ કરનારાઓ સગુણદષ્ટિને ધારણ કરી આ ભવમાં અને પરભવમાં સુખી થાય છે; જીવોની કાળી બાજા દેખતાં અનંત કાળ ગયો તે પણ તેથી આત્માની ઉન્નતિ થઈ નથી અને થવાની નથી, માટે ખરેખર આત્મસાધક બંધુઓએ સગુણદષ્ટિ ધારણ કરવી જોઇએ. તપ, જપ અને સંયમ વગેરેની ક્રિયાઓની સફળતા કરવી હોય તો સદ્ગુણદષ્ટ ધારણ કરવી જોઈએ. સગુણદષ્ટિ ધારણ કરનારાઓ સુંદર નંદનવન સમાન છે. સદ્ગુણદ્રષ્ટિ ધારણ કરનારાઓ કદી નિંદાના વાયરે પણ જતા નથી; કદાપિ તે નિન્દકોના પ્રસંગમાં આવે છે તે પણ નિન્દકોના દોષથી હીતા રહે છે. નિન્દાની દ્રષ્ટિ ટાળી ટળે છે; અનેક પુરૂષો નિન્દાની દષ્ટિ ટાળી સુખી થયા અને થશે. હજારો દોષ છતાં એક જો ગુણ હોય તે જ્ઞાની પુરૂષે હજારો દોષો તરફ દ્રષ્ટિ ન દેતાં એક સગુણ તરફ દૃષ્ટિ દે છે. નિન્દાનો મોટો દોષ જાણતાં પ્રથમ તો નિન્દા ઉપર અત્યંત અરૂચિ થાય છે, પશ્ચાત જ્ઞાનાવસ્થા પ્રગટ થતાં નિન્દાની પ્રવૃત્તિ ઉપર રાગ પણ થતો નથી, તેમ હૈષ પણ થતો નથી, તેથી નિન્દા દોષ સહેજે ટળી જાય છે. નિન્દા ટાળવી હોય તે સરસ ઉપાય તો સગુણદૃષ્ટિ ખીલવવાનેજ છે. આ જગતમાં જમીને જેણે સદ્ગુણદૃષ્ટિ ધારણ કરી નહિ તેણે પોતાનો જન્મ નિષ્ફલ ગુમાવ્યો એમ સમજવું જોઈએ. કોઈ એમ કહેશે કે નિન્દાદોષ કદી ટળી શકતો નથી. તેના ઉત્તરમાં કહેવાનું કે, નિન્દાદોષ ટાળવાથી ટળે છે, કારણ કે અનેક પુરૂષોએ નિન્દાદોષને ટા; છે માટે ઉત્તમ પુરૂએ નિન્દાદોષ ટાળવા પ્રયત્ન કરવો જોઈએ; મહાત્માઓ પરિપૂર્ણ સદ્ગણદષ્ટિ ખીલવીને નિન્દાનો સર્વથા નાશ કરે છે.
નો પુખ ત્યાન વાવો કોણg.” જગતમાં વૈરના વશમાં પડેલા જ પિતાનું અને પરનું ભલું કરી શકતા નથી. વર લેવાની બુદ્ધિથી અનેક જીવો ઘોર કર્મ કરે છે. જ્યાં સુધી
For Private And Personal Use Only