________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૫૯ )
સાનિપુરૂષો આત્મબળથી મનમાં ઉત્પન્ન થતા અબ્રહ્મચર્યંના વિચારોને હઠાવે છે. તેઓ સ્ત્રીઓના રૂપમાં રંગાતા નથી, સ્ત્રીઓને દેખી તેઓ મનમાં અબ્રહ્મચર્યના વિચારો કરતા નથી. જ્ઞાનિ પુરૂષોએ આત્મામાંજ સુખ દેખ્યું છે તેથી તેઓ મૈથુનના ભ્રમસુખમાં ભ્રમિત થતા નથી. જ્ઞાનિ પુરૂષોને સદાકાલ ઉત્તમ સુખની ઇચ્છા રહે છે, તેઓ નિત્ય સુખ શોધે છે, ક્ષણિક સુખમાં ફસાઈને આયુષ્ય વ્યર્થ ગાળતા નથી. અનેક મહાત્માઓ અબ્રહ્મચર્યની ઇચ્છા ટાળી સત્ય સુખના ભોક્તા બન્યા છે, અને છે અને બનો. આત્મતત્ત્વ સાધકોને સૂચના કે-જ્યારે મનમાં કામની ઇચ્છા થાય કે ત્વરિતજ આત્મસુખની દૃઢભાવથી વિચારણા કરવી; ખરેખર આત્માના પ્રબલ ભાવનારૂપ પુરૂષાથથી અબ્રહ્મચર્યના વિચારો વિલય પામી જશે અને આમ સતત અભ્યાસ કરવાથી અમ્રહ્મચર્યના સંયોગો છતાં અબ્રહ્મચર્ચ્યૂની ઇચ્છાઓ પ્રગટશે નહિ. અબ્રહ્મચર્યની ઇચ્છાઓ ક્ષય સ્વભાવવાળી છે, જેનો ક્ષય સ્વભાવ છે તે અંતે ક્ષય પામે છે. હ્રામનો ક્ષય સ્વભાવ છે તેથી તે અંતે નષ્ટ થયાવિના રહેતો નથી. આત્મજ્ઞાની પુરૂષો અબ્રહ્મચર્યની ઇચ્છાઓને મનમાંથી દૂર કરીને મનનો પ્રત્યાહાર સિદ્ધ કરે છે, હળવે હળવે અબ્રહ્મચર્યની ઇચ્છાઓને નાશ કરતા કરતા અંતે તેઓ સર્વથા કામનો ક્ષય કરે છે.
39
t
નિદ્રા, અને વૈર, બર્શાવે.
જ
મનમાં ઉત્પન્ન થતી નિંદા પણ અનેક દોષોને ઉત્પન્ન કરે છે, નિંદા કરનાર હોય છે તે અવશ્ય અન્ય દોષોનો સેવનાર પણ હોય છે. નિંઢાના ઉપાસકો ખરેખર હિંસાના ઉપાસકો ગણાય છે, પારકાનું ભલું કરવાની બુદ્ધિ હોય તો કેમ નિંદા થાય ? અલબત કદી થાય નહીં. નિંદા કરનારાઓ ખરેખર જગમાં જંગમ વિષવૃક્ષો છે; જે સજ્જન પુરૂષો છે તે કદી પ્રાણાંતે પણ અન્ય પુરૂષોની નિંદા કરતા નથી. નિંદા કરનાર પોતાના આત્માનું અને અન્ય જીવોનું પણ ભૂંડું કરે છે, નિંદા કરનાર જ્યાં ત્યાં વૈરઝેરનાં આજ વાવે છે, નિંદા કરનારની સદાકાળ અવળી દષ્ટિ રહે છે અને તે હજારો ગુણો હોવા છતાં પણ એક અવગુણને દેખે છે. જેમ કાગડો સારી વસ્તુઓ દેખે છે છતાં તેની દૃષ્ટિ વિષ્ઠાના ઉપર જઈ બેસે છે તેમ નિદક પુરૂષો જ્યાં ત્યાં દુર્ગુણો જ શોધ્યા કરે છે અને દુર્ગુણોનો જ્યાં ત્યાં પોકાર કરે છે. નિંદક પુરૂષો સદ્ગુણોને પણ દુર્ગુણોરૂપે જાવે છે, નિન્દકોની અવળી દષ્ટિના યોગે તેમના સમાગમમાં આવનાર હજારો પુરૂષોને નિંદાનો ચેપ લગાડે છે, નિંદકોનો એવો ઝપાટો હોય છે કે તેમના સપાટામાં આવનારને પણ નિંદકો કરે છે. નિંદકો અસત્પુરૂષો છે તેથી તેઓના સમાગમમાં આવનારને નિંદાનો રોગ એવો તો લાગુ પડે છે કે તેમની સદ્ગષ્ટિનો લોપ થઈ જાય છે. નિંદકોના નિંદક વિચારોથી ખરાબ હવાની પેડે હજારો મનુષ્યોને નિંદ્રક વિચારની અસર થાય છે; નિંદક ખરેખર રોગી છે. તેઓ પોતે તરી શકતા નથી અને બીજાઓને
For Private And Personal Use Only