________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૫૮ )
થઇ અનેક પ્રકારનાં યુદ્ધ કરે છે. સર્વ દુર્ગુણોને જીતી શકાય છે પણ કામની દુષ્ટતાને જીતી શકાતી નથી. હે કામ ! ત્હારા વશમાં પડેલા પ્રાણિયો સર્વ પ્રકારની ઉચ્ચ પદવીથી ભ્રષ્ટ થાય છે. માટે તું દુષ્ટ-નીચ–ગણાય છે. દેવતાઓના યુદ્ધને પણ જીતનારા કામના દાસ બને છે, અન્ય જનોને બાળી ભસ્મ કરનારા પણ પતંગીયાની પેઠે કામાગ્નિમાં બળી ભસ્મ થાય છે, આકાશમાં ઉડનારા પુરૂષો પણ કામરૂપ નાગપાશથી બંધાયેલા જરામાત્ર ચાલી શકવાને સમર્થ થતા નથી, યુદ્ધમાં અનેક પુરૂષોને વિંધી નાંખનારાઓ પણ કામથી વિંધાતાં પોતાની શુદ્ધ બુદ્ધિ ભૂલી જાય છે. મંત્ર તંત્રથી દેવ દેવીઓને વશ કરનારાઓ પણ કામના મંત્ર તંત્રમાં ફસાઇ જઇને રાત્રી દીવસ કામનું આરાધન કરે છે. કેટલાક મનુષ્યો લિંગને પણ ઈશ્વર માની તેની પૂજા કરે છે, કેટલાક લોકો ઉપરથી કામની નિંદા કરે છે પણ અન્તરમાં કામની વાસનાના દાસ અને છે, કેટલાક કાયા થકી બ્રહ્મચારી ગણાય છે પણ કામની વાસનાના યોગે હૃદયમાં તો વ્યભિચારી હોય છે. આ રીતે ચદ રાજલોકમાં કામની સત્તા વ્યાપી રહી છે. અહો ! કામથી પુરૂષો અબ્રહ્મચર્યમાં રાચીમાચીને પ્રવૃત્તિ કરે છે, તેનામાટે તાઢ, તાપ, તૃષા, અને ક્ષુધા, વગેરેનાં અનેક કષ્ટો વેઠાય છે. અબ્રહ્મચર્યની ઇચ્છા દરરોજ વૃદ્ધિ પામતી જાય છે અને તે ભોગ ભોગવતાં પણ ઘટતી નથી. અબ્રહ્મચર્યના કામિપુરૂષો સર્વ પ્રકારનાં પાપ કરે છે, ચાર પ્રકારની મહાઘાતો પણ કામના વશથી થાય છે, અબ્રહ્મચય્યના યોગે જગમાં અત્યંત અત્યાચારો દેખવામાં આવે છે. કામના વશમાં પીડાતા જનો ઔયિક ભાવમાં રંગાય છે, આત્મસુખથી ભ્રષ્ટ થાય છે, અન્યાયના માર્ગમાં દેખતા છતા પ્રવૃત્તિ કરે છે. પોતાના આત્માની અધોગતિ કરે છે અને અન્ય જનોને પણ ઉન્માર્ગમાં દોરે છે. અબ્રહ્મચર્યની આવી અધમ દશામાં સપડાયેલા જીવો ચિન્તારૂપી ચિતામાં મળે છે અને દ્રવ્ય તથા ભાવપ્રાણનો નાશ કરે છે.
" अब्रह्मचर्य्यनी अभिलाषा त्यागवा योग्य छे.
33
અબ્રહ્મચર્યની અભિલાષામાં અને તેની પ્રવૃત્તિમાં નક્કી સમજવું કે ત્રણ કાલમાં સુખ મળનાર નથી, અનંતકાળથી જીવો અબ્રહ્મચર્યની પ્રવૃત્તિ કરે છે પણ તેમાં કોઇને સત્ય સુખ થયું નથી અને કોઇને સત્ય સુખ થનાર નથી. શરીરોના સંબંધમાં સત્ય સુખની આશા રાખવી તે કેવલ ભ્રમણા છે. જે મહાત્માઓ આત્માનુભવ સુખનો સ્વાદ ચાખે છે, તેઓને અબ્રહ્મચર્યમાં સુખની બુદ્ધિ રહેતી નથી. શરીરોના સંબંધમાં અજ્ઞાની સુખ માની લે છે, જો કે જ્ઞાની પુરૂષો પ્રારબ્ધ કર્મના ઉદ્મયે સ્ત્રીશરીરના સંસર્ગમાં આવે છે. છતાં શરીરના સંબંધથી તેઓ સુખ માની લેતા નથી. જેઓએ આત્માના સુખની વ્હેરિયો લીધી છે. તેઓ કદી અબ્રહ્મય્યમાં સુખનો વિશ્વાસ ધારણ કરતા નથી.
For Private And Personal Use Only