________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫૭ ) બળથી થાય છે અને તેથી તેઓ બ્રહ્મચર્યથી પાછા પડે છે. મહા શૂરવીર થઈને કરેલી પ્રતિજ્ઞાઓને પણ તું એક ક્ષણમાં ભૂલાવે છે. હારા સપાટામાં આવેલાના તું બેહાલ કરે છે, અરે કામ ! હારી સંગતિથી પરાશર આદિ ઋષિયો પડી ગયા. અખંડ બ્રહ્મચારીનું બળ પણ તું હરે છે. જગમાં મનુષ્યોની ફજેતી કરનાર તું છે. તે કામ! હને મનુષ્યો અનેક હેતુઓદ્વારા પૂજે છે. હારી આજ્ઞામાં ન છટકે પણ મનુષ્યોને રહેવું પડે છે. તે કામ! તું અવોર કર્મ કરાવે છે; હારા વશમાં આવેલા જીવો ગાંડાની માફક અનેક પ્રકારના હાસ્યજનક ચાળા કરે છે, તું કોઈની શરમ રાખતો નથી. પુરૂષો, સ્ત્રિયો અને નપુંસકો હારા વેગથી પીડાય છે અને લજજાનો ત્યાગ કરી અકૃત્યમાં પ્રવેશ કરે છે. તે કામ ! હારા વેગમાં સપડાયલો જીવ પોતાનું અને પરનું હિત કરી શકતો નથી. કામાંધ જીવો અનેક જીવોની હિંસા કરે છે, સિદ્ધરાજની પેઠે પારકી સ્ત્રીમાં પ્રેમ ધારણ કરે છે, પૃથ્વીરાજની પેઠે સ્ત્રીના તાનમાં ફસાઈને દેશનો અને ધર્મનો નાશ કરે છે. કામાંધ પુરૂષોને સ્ત્રીઓ નચાવે છે, પાણી ભરાવે છે, લાતો મારે છે, એવું ખવરાવે છે તો પણ મનુષ્પો લલનાના ગુલામ રહેવામાં સુખ માને છે. કામના વશ થએલી સ્ત્રીએ પણ, કુલની લજજાનો ત્યાગ કરે છે, હિંસા કરે છે, જૂઠું બોલે છે, વિશ્વાસઘાત કરે છે, ઘોર પાપકર્મ કરતાં જરા માત્ર અચકાતી નથી, વેશ્યાના ધંધા પણ કરે છે, પિંગલાની પેઠે મૂઢ મનુષ્યના રૂપમાં પણ મોહ પામે છે. સગાં વહાલાંની શિખામણોને માનતી નથી, કામના વશ થએલી સ્ત્રિયો, કેટલીક પોતાના ધણીને પણ મારી નાખે છે, મુખે જૂઠું બોલે છે, કાયાથી જુદી ચેષ્ટાઓ કરે છે અને મનમાં કંઈક જુદું ચિંતવે છે. કામના વશમાં પડેલી સ્ત્રીઓ રાત્રી અને દિવસ અબ્રહ્મચર્યના વિચારો કર્યા કરે છે, અને અનેક પ્રકારનાં કુકર્મ કરે છે. કામના વશ થએલી સ્ત્રીઓ પોતાનું ખરું સ્વરૂપ વિચારી શકતી નથી. ઘડીઘડીમાં અબ્રહ્મચર્ય ત્યાગના સંકલ્પ કરી કરીને પણ પ્રતિજ્ઞાથી ભ્રષ્ટ થાય છે. કામના વશ થએલા જુવાન પુત્રો તથા પુત્રીઓ બ્રહ્મચર્યને પાળી શકતાં નથી અને ઉલટા માર્ગે દોરાય છે. કેટલાંક માબાપો પોતાનાં છોકરાંઓને અને છોકરીઓને બાળલગ્નની હોળીમાં હોમે છે, તેથી કેટલાક જુવાન પુત્રો અને પુત્રીઓ અબ્રહ્મચર્યના ભોગ થઈ પોતાની અમૂલ્ય કાયાનો નાશ કરે છે. કામના વશ થએલા નપુંસકો પણ પાયાની પેઠે ચાળા કરતા અબ્રહ્મચર્યના વિચારોથી અનેક પ્રકારનાં કુકર્મ કરે છે અને આત્મહિત સાધી શકતા નથી; કામે જગતના સઘળા જીવોને પોતાના વશમાં લીધા છે. જગતને બાળનાર હે કામ ! હવે તું દૂર થા!! હે કામ ! હારી સંગતિ કરનારા અનેક પ્રકારનાં સંકટોમાં આવી પડે છે અને મરીને નીચ યોનિમાં અવતારો ધારણ કરે છે. દેવતાઓ પણ કામના વશ
For Private And Personal Use Only