________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫૬) સોપાનથી પાછા પડે છે તે કોણ જાણતું નથી. કોઈ જીવના ભલામાં હારી સારી વૃત્તિ થતી નથી માટે જ સન્ત પુરૂ હેને ઈર્ષ્યાનું નામ આપે છે. તું ગુપચુપ રીતે મનુષ્યોના હૃદયમાં પ્રવેશ કરે છે માટે તું ચોર કરતાં પણ ભૂંડી છે; ચોર તો બાહ્યનું ધન ચોરે છે પણ તું તે આમાની જ્ઞાન દર્શન અને ચારિત્ર ઋદ્ધિને લુંટે છે; માટે હારા જેવી દુષ્ટા કોઈ નથી. હે ઈર્ષ્યા ! તું મનુષ્પોની માત્ર કાળી બાજુ દેખે છે માટે તું નીચ કહેવાય છે. અનાદિ કાળથી પડેલો હારો સ્વભાવ તું પ્રાણ પણ મૂકતી નથી, માટે તું દુષ્ટ સ્વભાવવાળી જગતમાં ગણાય છે. હારી પ્રબલ શક્તિ છે પણ મનુષ્યો જ્યારે પિતાના આત્માનું જ્ઞાન મેળવે છે ત્યારે તને સહેજે જીતી શકે છે; અનેક તીર્થકરો હને જીતીને મુક્તિ માં ગયા અને અનેક મુક્તિમાં જશે; અનેક મુનિવરો તને જીતે છે અને ભવિષ્યકાળમાં જીતશે. જેમ જેમ આત્મજ્ઞાનથી આત્મબળ વૃદ્ધિ પામે છે તેમ તેમ હારું જેર પૂર્ણિમાના ચંદ્રની પેઠે ઘટવા માંડે છે. જેમ જેમ આત્મજ્ઞાનથી સાધકો મનના ધર્મને વશમાં રાખે છે તેમ તેમ તું દાબમાં આવતી જાય છે; છેવટે હારૂં મૂળમાંથી નિકંદન. થાય છે. બાહ્ય વસ્તુમાં આત્મબુદ્ધિ નહીં ધારણ કરનારા યોગિયો ક્ષણવારમાં લ્હારો નાશ કરે છે અને મનનો પ્રત્યાહાર સિદ્ધ કરે છે.
“અન્નક્ષવર્થ.” જગતમાં જે અબ્રહ્મચર્યની વૃત્તિ ન હોત તે આ સંસારનો અંત આવી જાત. અબ્રહ્મચર્યની ઈચ્છાથી જ્ઞાનિ પુરુષો પણ અજ્ઞાનિની પેઠે આચરણ કરે છે અને પોતાનું સત્ય સુખ ભૂલીને અસત્ય સુખમાં અંધ બને છે. તે કામ! નવમા ગુણસ્થાનક પર્યત તું–લાગ જોઈને મુનિવરોને પડે છે. હે કામ ! હારી શક્તિથી બ્રહ્મા વિષ્ણુ અને મહાદેવ પણ હાર્યા છે. હું મોટામોટા યોગિયોને પણ હારા દાસ કર્યા છે, સર્વત્ર તું વાસ કરીને રહ્યો છે, યુદ્ધમાં મહાબળીયા એવા યોદ્ધાઓ પણ હારાથી હારી જાય છે, તું ઈન્દ્ર, ચંદ્ર, નાગેન્દ્ર અને ચક્રવર્તિ જેવાઓને પણ પોતાના દાસ કરે છે, મોટા-મોટા તપસ્વિયોની લંગોટીયો પણ તું બગાડે છે, મોટા મોટા યોગિયો પણ ત્વારા ઉદયથી બહિર્મુખ વૃત્તિને ધારણ કરી માયાના પાશમાં પડે છે, અબ્રહ્મચર્યની ઈચ્છામાં મનુષ્ય છતી આંખે પણ અંધ બને છે અને ન કરવાનાં કૃત્ય કરે છે ને કરાવે છે. હે કામ! તું ખરેખર જગતમાં સર્વ જીવોને દુઃખ આપે છે, તું ન હોત તો જગતના જીવો જન્મ-જરા અને મરણનાં દુ:ખો ભોગવત નહિ. મોટા મોટા લબ્ધિધારક મુનિયો કે જેઓ હારા સામે યુદ્ધ કરતા હતા તેવાઓને પણ હું સ્ત્રીના દાસ બનાવ્યા,–તેવાઓ પણ પોતાની પ્રતિજ્ઞાથી ભ્રષ્ટ થયા. અરે કામ! સર્વ સંસારી જીવોમાં તરતમયોગે તું રહ્યો છું, હારા પાસમાં આવેલાની શક્તિને તું ક્ષણમાં હરી લે છે. બ્રહ્મચારિયોની અધમ દશા હે કામ ! હારા
For Private And Personal Use Only