________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૧૫ )
પ્રિય કે અપ્રિય કંઈ જણાતું નથી; તેમ આ ચાગદીપક પુસ્તક વાંચનારને પણ, પોતાની દૃષ્ટિ પ્રમાણેજ ફલ પ્રાપ્ત થઈ શકે, તેમાં કંઈ આશ્ચર્ય નથી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કોઈ પણ વસ્તુનું વિવેચન કરતાં છદ્મસ્થને ભૂલ આવવાનો સંભવ છે, કેમકે સર્વગુણી તો વીતરાગ છે. છદ્મસ્થમાં વીતરાગના જેવા ગુણો ક્યાંથી હોય ? છદ્મસ્થ જીવો વીતરાગ પ્રભુની વાણીના અનુસારે જૈન શાસનની ઉન્નતિને માટે, તેમજ સ્વપરના કલ્યાણ માટે ધંધો બનાવે છે, તેમાં પોતાના કરતાં વિશેષ જ્ઞાનવાળાને તેમાં શાસ્ત્રથી કંઈ ઉલટું લખેલું માલુમ પડે, વા કોઈ ઠેકાણે સુધારવાનું માલુમ પડે, એમ બની શકે છે, તો તે પ્રમાણે આ યોગદીપક ગ્રંથમાં ભૂલચૂક થઈ હોય તો, વિદ્રાનો સુધારશે અને શુભ અધ્યવસાયથી બનાવેલા આ પુસ્તકમાંથી હંસચંચુની પેડ઼ે સારભાગ ગ્રહણ્ કરશે, એવી આશા રાખવામાં આવે છે.
પયમાંથી પણ પુરા કાઢવા જેવો દુર્જનોનો સ્વભાવ હોય છે, તેની પરવા કદી સત્પુરૂષો રાખતા નથી; સૂર્ય ઉગતાં કાગડાઓ કાકા કરે છે અને મનુષ્યો સૂર્યને દેખી ખુશ થાય છે, તે રીતે કોઈ પણ બાબતમાં સર્વ મનુષ્યનો એક અભિપ્રાય મળતો નથી, તેથી મહાત્માઓ પોતાનું કાર્ય કરવાથી કદી પાછા હડતા નથી; તે ન્યાયે ઉચ્ચ આશયથી અને જગતના કલ્યાણ માટે બનાવેલો આ યોગદીપક ગ્રંથ સર્વ મનુષ્યના આત્માઓને પૂર્ણ શાંતિ આપનારો થાઓ.
પોષ વદી ર–શન. સંવત્ ૧૯૬૮--દમણ.
આ ગ્રંથ છપાવવામાં મદત કરનાર સુરત નિવાસી પ્રખ્યાત ઝવેરી દાનવીર શેઠ ધર્મચંદ્ર ઉયચંદના સુપુત્ર શેઠ લલ્લુભાઇ ધર્મચંદ્ર છે, જેઓ સ્વભાવે શાંત, જૈનધર્મના અભિમાની, તથા ગંભીર અને મળતાવડા સ્વભાવના છે. ચિદ્યાનન્દ સ્વરોદયનો કેટલોક ભાગ તેમને ડુમસમાં વંચાવ્યા હતો, તેથી તેમને યેાગના ઉપર રિચ થઈ હતી, જેથી આ ગ્રંથ છપાવીને જગમાં જૈનશાસનની ઉન્નતિ કરવાનું અને દુનિયાના જીવોને ધર્મ પ્રાપ્ત કરાવવાનું કાર્ય હાથમાં લેવા તેમણે આ ગ્રન્થને સહાય આપી, ઘણો લાભ સંપાદન કર્યા છે. આ ગ્રંથનાં પુકો સુધારવામાં છદ્મસ્થ દૃષ્ટિથી શ્લોકોમાં તથા વિવેચનમાં જે કંઈ ભૂલો રહી ગઇ છે, તેનું શુદ્ધિ અશુદ્ધિ પત્રક બનાવ્યું છે; બીજી આવૃત્તિમાં જે કંઈ ભૂલો જણાશે તેનો સુધારો કરવામાં આવશે. આ ગ્રન્થનું વાંચન કરીને ભવ્ય જીવો પરમસુખ પ્રાપ્ત કરો, એમ ઈચ્છીને, આ પ્રસ્તાવના સમાપ્ત કરવામાં આવે છે. ૐ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ.
હી. मुनि बुद्धिसागर.
For Private And Personal Use Only