________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૫૮ ) નથી. લક્ષ્મીની મમતાવાળાને લક્ષમી વિના સર્વત્ર શુન્યતા ભાસે છે, સ્ત્રીની મમતા કરનારને સર્વત્ર સ્ત્રીવિના શુન્યતા ભાસે છે. અનેક વસ્તુઓ પર થતી મમતાના ચોગે મમતાના અનેક ભેદો પડે છે, મમતાવાળો એક કોડીની કિંમતવાળી વસ્તુને પણ કરોડ રૂપિયાની કિંમત જેવી માને છે. મમતાં પુરૂ પિતાના સ્વાર્થમાં એવા તે મચ્યા રહે છે કે તે અન્ય જીવોનું ભલું કરવા જરા માત્ર પણ લક્ષ્ય આપતા નથી. મમતાવંત પુરૂષ, રાત્રી અને દીવસ અનેક પ્રકારના વિકલ્પ સંક૯પ કરે છે. મમતાવંત પુરૂષ, હું ને મારું, જ્યાં ત્યાં માની મનની નિર્મલતા કરી શકતો નથી. મમતાવંત અનેક જીવો દુર્ગતિ પામ્યા અને પામશે; ખરેખર મમતાનો ત્યાગ કર્યાવિના જીવન ઉચ્ચ થતું નથી.
મમતાનો ત્યાગ વો ગોzr.” મમતાને ત્યાગ કરવો હોય તો સમતાનો આદર કરવો જોઈએ. સમતાના વિચારો આવતાં મમતાના વિચારો તુરત પલાયન કરી જાય છે. કોઈ વસ્તુ પર રાગ નહિ તેમ છેષ પણ નહિ આવી સમતાની દશા અંગીકાર કરવાથી અનેક ભવની દઢ થએલી મમતાની વાસના જોત જોતામાં ચાલી જાય છે અને તેથી મનની સમાનતા રહે છે. મમતારૂપ રક્તતા મનની અંદરથી જતાં-સમતાની સ્વચ્છતાથી–મનરૂપ સ્ફટિકની કાનિત દેદીપ્યમાન થાય છે. અમુક પ્રિય અને અમુક અપ્રિય છે એવી કલ્પનાને નાશ સમતાથી ત્વરિત થાય છે. શુદ્ધ માં રમણ કરનારાઓને દ્વિધાભાવ જણાતો નથી. આ મહારું અને આ હારૂં એવી વ્યવહારની કલ્પનામાં સમતાવંત પુરૂષનું લક્ષ્ય રહેતું નથી. મમતા એ રાક્ષસી છે એમ જાણ્યા બાદ કોણ પુરૂષ મમતા કરી શકે ? અલબત આત્માર્થી, ભવભીરૂ પુરૂષ તો મમતાની છાયામાં પણ જાય નહિ. હે આત્મન ! ત્યારે જગની કોઈ પણ વસ્તુપર મહારાપણાની બુદ્ધિ રાખવી તે યોગ્ય નથી, કારણ કે મહારી માનેલી વસ્તુઓમાંથી એક પણ પિતાની થતી નથી. પર વસ્તુને પોતાની માનીને તેની પ્રાપ્તિ માટે આત્મા અનેક કષ્ટો વેઠે છે, પણ અને તે વસ્તુઓ ઉલટી દુઃખની દેનારી થાય છે. મમતાના યોગે જો કોઈ પણ વસ્તુમાં મમતાની વાસના રહી જાય છે તો પુનઃ ત્યાં અવતાર ધારણ કરવો પડે છે; મરતી વખતે મમતાવંતનો જીવ ઘણે આકુલ વ્યાકુલ થાય છે અને તેથી તેને નીચ યોનિમાં અવતરવું પડે છે; માટે મમતાને અવશ્ય ત્યાગ કરવો જોઈએ. જે જે વસ્તુઓ પર મમતાભાવ પ્રગટે કે તુરત મનમાં તે તે વસ્તુઓની અસારતા ચિંતવવી અને તે ક્ષણિક વસ્તુ
નાં રૂપાંતરો કેવી રીતે ફરે છે તેનો વિચાર કરવો; કે જેથી તુર્ત મમતાના વેગ શમી જાય. કોઈ પણ ક્ષણિક વસ્તુઓ હારી નથી આવી હૃદયમાં સતત ભાવના એવી ભાવ્યા કરવી કે જેથી મમતાને એક પણ વિચાર હૃદયમાં અસર
For Private And Personal Use Only