________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૬૫૩ )
જોઈએ. સર્વ સંસારના પ્રપંચની પ્રવૃત્તિનું મુખ્ય કારણ મમતા છે. જે મમતા હૃદયમાં છે તે પાંચે ઇન્દ્રિયોમાંથી એક પણ ઇન્દ્રિય જીતાઈ નથી અને જે મમતા ગઈ તે પાંચે ઈન્દ્રિય જીતાઈ એમ સમજી લેવું. મમતાના પ્રેર્યા દેવ અને દાનવો પણ યુદ્ધ કરે છે. મમતાના માર્યા એક દેશવાળા બીજા દેશવાળાની સાથે લડી મરે છે. મમતાના લીધે મનુષ્યભવનું અમૂલ્ય જીવન નાશ પામે છે. મમતાના માર્યા મનુષ્યો પોતપોતાનો ચહેલો પક્ષ તાણીને અન્ય પક્ષનું ખંડન કરે છે. મમતાના માર્યા જીવો સત્યને જાણ્યા છતાં પણ અસત્યને ગ્રહણ કરે છે. મમતાના યોગે મનુષ્યો ક્ષણિક વસ્તુઓની પ્રાપ્તિ માટે રાત્રીદિવસ અનેક પ્રકારની ઝંખનાઓ કર્યા કરે છે. મમતાના માર્યા જીવે અજ્ઞાનમાં અંધ થઈ પોતાનું અને પરનું કલ્યાણ કરવા સમર્થ થઈ શકતા નથી. મમતાના યોગે જીવો હિંસા, જૂઠ, ચોરી, વિશ્વાસઘાત, આરભ, સમારંભ, કલેશ, ઝઘડા, પ્રપંચ, પાખંડ, દગોફટકા, લુચ્ચાઈપણું, થાપણચોરી, દાણચોરી, જૂઠી સાક્ષી ભરવી, કપટની બાજી અને કુયુક્તિયો વગેરે અનેક પાપનાં કૃત્યો કરે છે. આખા શરીરને ટકાવી રાખનાર જેમ વીર્ય છે તેમ સંસારનાં મૂળને ટકાવી રાખનાર મમતા છે.
મનુષ્યો કષ્ટો વેઠી ગુણો ભેગા કરે છે, ત્યારે મમતારાક્ષસી એક લીલામાત્રમાં સર્વ ગુણોનું ભક્ષણ કરી જાય છે. વડના બીજથી ઉગેલી વડ જેમ ઘણી ભૂમિને વ્યાપ્ત કરે છે, તેમ એક મમતાના પ્રપંચથી સર્વ પ્રપંચની કલ્પના થાય છે. મમત્વવડે મનુષ્ય નિઃશંક થઈને આરંભમાં પ્રવૃત્તિ કરે છે. મમત્વવડે એક મનુષ્ય, બહુ મનુષ્યોના પોષણ માટે અનેક પ્રકારનાં પાપ કરી એકલો દુર્ગતિમાં જાય છે. મમતાં તો જે છે તેને દેખતો નથી પણ નથી હેને દેખે છે. મમતાવાળા મનુષ્યના મનમાં કંઈક વચનમાં કંઈ અને ક્રિયામાં તે અન્ય પ્રવૃત્તિ દેખાય છે. મમતાવાન અકાર્યમાં વિચાર કર્યાવિના પ્રવૃત્તિ કરે છે. મમતાથી અંધ થએલ મનુષ્ય પોતાને ખરો માને છે અને–મહારું તે સારું માની અન્યને ધિક્કારે છે. મમતામાં મુંઝાએલો મનુષ્ય હું કોણ? અને સત્ય શું કરવાનું છે, તેને વિચાર કરી શકતો નથી. મમતાના યોગે એક મૂર્ખ પાપી પુરૂષના પણ દાસ બનવું પડે છે. મમતાના વેગમાં કેટલાક પુરુષો ગાંડા બની ગયા, કેટલાક અઘોર કમ કરી નરકમાં ગયા. મમતાના યોગે ખૂનખાર લડાઈયોમાં કરોડો મનુષ્યો મરે છે, રામ અને રાવણ, પાંડવ અને કૌરવ, જાપાન અને રશિયા વગેરે ને જે જે લડાઈ થઈ તેમાં ખરું કારણ તો મમતાજ છે. મમતાના ચોગે લાખો રૂપિયા પાસે છતાં મનુષ્ય એક પૈસો પણ ખર્ચત નથી. મમતાના યોગે મનુષ્ય, પિતાની જે વસ્તુ ન હોય તેને પણ પોતાની માને છે. મમતાંધ મનુષ્યોને જડ વસ્તુઓમાં એવો અહંભાવ બંધાયેલો છે કે તે ટાળ્યો એકદમ ટળી શકતો
ચો. ૨૦
For Private And Personal Use Only