________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫) વીને રહે છે જે લોભ ગયો તો સર્વ દોષો પોતાની મેળે નાશ પામે છે. લોભથી મનની અદશા થતી જાય છે. લેભના પરવશમાં અનેક જીવો મહા અઘોર કર્મ કરે છે, લોભના ઉદયથી મનુષ્યો લાખો અને કરોડો જીવોની હિંસા કરે છે, મોટા મેટા યોગિયો પણ લોભના ઉદયથી ઉપશમશ્રેણિ ચડીને પણ પડી ગયા. અરે લોભ ! તું મહા દુષ્ટ છતાં મનુષ્યો ત્વને પ્રેમથી સહાય છે, ત્યારી પૂજા જગતમાં અનેક પ્રાણીઓ શ્વાસોચ્છાસે કરી રહ્યા છે, એક રૂપૈયો મળતાં છે અને બે મળતાં દશ અને દશ મળતાં સો, હજાર, દશહજાર, લાખ, દશલાખ અને કરોડ આદિ રૂપૈયાનો લોભ વધતો જ જાય છે. લોભના પરવશ થએલા માતૃપિતાને વધ કરે છે અને મિત્રોને પણ નાશ કરે છે. લભના પૂજારીઓ દેવગુરૂ અને ધર્મને પણ હિસાબમાં ગણતા નથી. લોભથી વશથી નીચની પણ સેવા કરવી પડે છે. અહો! પિતાને રૂપની પેટી માનનાર વેશ્યા સ્ત્રી એક કોઢીયાને પણ સેવે છે. એક મૂર્ણ પુરૂષની સેવામાં લોભી એવો વિદ્વાન મનુષ્ય પણ પોતાનું જીવન ગાળે છે. લોભી પુરૂષ પ્રાણથી ખારા એવા મિત્રો પણ પલકમાં વિશ્વાસઘાત કરે છે. અરે લોલ! તું જે જગતમાં ન હોત તો કલેશ, કુસંપ અને મારામારી દેખાત નહિ. અરે લોભી હારા વશમાં થએલાને સ્વમમાં પણ સુખ નથી; તેમ છતાં મનુષ્યો ને હૃદયથી કેમ હોય છે? અરે લાભ! હારી શક્તિ તું સર્વ જીવોપર ચલાવે છે તો પણ તેઓ બિચારા પિતાને પરતંત્ર માનતા નથી, એવી હારી લીલાને કોણ કળી શકે તેમ છે ? અરે લોભ ! તું જ્ઞાની અને અજ્ઞાનીની પણ એક સરખી અવસ્થા કરે છે. અરે લોભ, હારી ઉપર જેણે વિશ્વાસ રાખ્યો તે ખરેખર દેખતો હતો અંધ છે અને સાંભળતો છતો બધિર છે. અરે લોભ ! હારી અધમતાનો પાર આવે તેમ નથી કારણ કે ત્યાર પૂજારીને નરક અને નિગોદનાં દુઃખ તું આપે છે.
| હે લોભ! હારી અપરંપાર લીલા છે, હારા વશમાં આવેલા ઉત્તમ પુરૂષો પણ ગરીબમાં ગરીબ સ્થિતિ પ્રાપ્ત કરી આત્માના સત્યસુખથી પરમુખ રહે છે. હે લોભ ! હવે તું દૂર થા; કારણ કે હારી મિત્રાઇથી અનન્તકાળથી દુઃખોજ પ્રાપ્ત કર્યો છે. લોભ ! તું અનેક વેષે મનમાં પેસીને આચાર, અને વિચારને બગાડી નાખે છે; હારી અધમતા ઉપર વિચાર કરતાં હને કરોડ વખત ધિક્કાર આપવો જોઇએ. હે લોભ ! તું જેને વળગે છે તેને છે મહામહેનતે છોડે છે. હારા સંગથી જ્ઞાનિયોનાં જ્ઞાન નાઠાં, વતીઓનાં વ્રત નાઠાં, અને સત્યવાદિયોનાં સત્ય નાઠાં. હે લોભ તું મોટા મોટા યોગિઓની કિંમત પણ કોડીની કરી નાખે છે. તે લોભ ! હારા વશમાં આવેલા મનુષ્યો પરમેશ્વરની મૂર્તિયોને પણ ચોરી જાય છે અને વેચે છે તેમજ પ્રભુની મૂર્તિદ્વારા આજીવિકા ચલાવે છે. તે લો! તું મેટા મોટા યોગિયોને પણ પૃહા
For Private And Personal Use Only