________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪૯ ) સ્વાર્થને માટે અનેક પ્રકારનાં કપટ કરી હિંસા, જૂઠ, ચોરી, વ્યભિચાર અને વિશ્વાસઘાત, આદિ કુકર્મો કર્યા પણ હજી તેની શાંતિ થઈ નહીં. હજી પણ મનમાંથી કપટભાવ પૂર્ણપણે જતો નથી. કોઈ પણ સામાન્ય પ્રસંગમાં પણ કપટ કર્યા વિના ચાલે નહિ; આવી સ્થિતિથી મનુષ્ય સંસારમાં જન્મ, જરા અને મરણની વૃદ્ધિ કરતો જાય છે. હજી કોણ જાણે ક્યાં સુધી કપટમાં જીવ પોતાનું જીવન ગાળશે. હે જીવ! જે તું આત્મજ્ઞાનથી સમજે તે, કપટના કંદમાં ફસાય નહિ. જ્યારે ત્યારે પણ કપટનો નાશ કરવો જોઈએ, કારણ કે તેથી અનંતદુઃખ પ્રગટે છે.
कपटनाश करवाना उपायो. પુગલ વસ્તુમાં જ્યાં સુધી મહારાપણાની બુદ્ધિ થાય છે ત્યાં સુધી કપટ છે, જડ પદાર્થોમાં સત્ય સુખ નથી એવો નિશ્ચય કરવો. સરલતા ધારણ કરવાથી જે કાર્યો કરવાનાં ધાર્યા હોય છે તે સુખે પાર પડે છે. કપટ કરવાથી આત્માનો પરિણામ કપટરૂપ બનવાથી પોતાનું અને પરનું ભલું થતું નથી, માટે જે જે વખતે કપટના વિચારો આવે તે તે વખતે સરલતાના વા આત્માની શુદ્ધ પરિણતિના વિચારો કરી કપટના વિચારી થતા ને થતાજ વારવા. અને મુક અમુક સંયોગોમાં અમુક અમુક કારણ પ્રસંગે કપટ થાય તો તે તે વખતે આત્માનું શુદ્ધસ્વરૂપ વિચારવું. સ્વાર્થની માયામાં દુઃખની છાયા છે; એવા સત્ય વિચારીના પ્રકાશથી કપટરૂપ અધકારનો નાશ થાય છે, માયારૂપ વિષવધિનો સરલતારૂપ દાતરડાથી નાશ કરવો જોઈએ. માયારૂપ રાક્ષસીનું જોર ટાળવું હોય તે આત્માની શુદ્ધદશાદેવીનું સ્મરણ કરવું કે જેથી તુર્ત માયા પલાયન કરી જશે. માયારૂપ સાપણીવિષનો નાશ કરવો હોય તો શુપયોગરૂપ જાંગુલીમંત્રનું સ્મરણ કરવું. માયાનું જોર અજ્ઞાનદશામાં બહુ પ્રવર્તે છે, માટે આત્મજ્ઞાનદશા પ્રાપ્ત કરીને માયાનું જોર ટાળવું જોઈએ. સર્વ પ્રકારના વિચાર કરવામાં, સર્વ પ્રકારનું બોલવામાં અને કાયાની પ્રવૃત્તિ કરવામાં અંશમાત્ર પણ કપટકળા કરવી યોગ્ય નથી. કપટની કળાથી જે વિચારાય છે, જે બોલાય છે અને જે કાયાથી કરાય છે તેમાં અંતે આત્મહિત થતું નથી; એમ જાણી આત્માના શુદ્ધ સ્વરૂપમાં રમણતા કરી ત્રણ પ્રકારની ક્રિયાઓમાં નિર્દભતા ધારણ કરવી. કપટનો ત્યાગ કરતાં પ્રથમ જે કંઈ ખમવું પડે તે ખમવું પણ કપટનો કદી આદર કરવો નહીં. કપટ કરનારાઓ કદી લઘુલાઘવી કળાથી પોતાના કાર્યમાં ફાવી જાય, તો પણ મનઃપ્રત્યાહારસાધકે કદી કપટ કરવું નહિ. કપટકળાથી થતી ઉન્નતિ અંતે નાશ પામ્યા વિના રહેતી નથી, માટે અહ૫ એવી પણ આત્મોન્નતિ કપટનો ત્યાગ કરી કરવી.
સમ, સર્વ દોષોનું સ્થાન લોભ છે. જે લોભ છે તો અન્ય દોષ પણ આ
For Private And Personal Use Only