________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪૮ )
છે, તે પણ કપટથી કોઈને શાંતિ થઈ નથી અને થવાની નથી. ક૫ટની જાળ રચનાર પોતે જ કપટજાળમાં ફસાય છે. અનેક પ્રકારના વિષયોને ઉદ્દેશી કપટ પણ અનેક પ્રકારનું કહેવાય છે. રાજ્યસબન્ધી કપટ, ગૃહસંબન્ધી કપટ, મિત્ર સંબધી કપટ, વ્યાપાર સંબન્ધી કપટ, યુ સંબન્ધી કપટ, ભેજનસંબધી કપટ, ગમનાગમનસંબધી કપટ, પાનસંબન્ધી કપટ, વિદ્યાસંબધી કપટ, હુન્નરસંબધી કપટ, સ્વજાતીયવિજાતીયસંબધી કપટ, પુત્ર સંબધી કપટ, ધર્મસંબધી કપટ, ઉપદેશસંબધી કપટ, સ્વાર્થસંબધી કપટ, પરમાર્થસંબધી કપટ, ભક્તિસંબન્ધી કપટ, ચારિત્રસંબન્ધી કપટ, શ્રાવકસંબન્ધી કપટ, અને સાધુસબન્ધી કપટ, ઈત્યાદિ અનેક પ્રકારનાં કપટ છે. અનંતાનુબંધી માયા, અપ્રત્યાખ્યાની માયા, પ્રત્યાખ્યાની માયા, અને સંજવલની માયા. આ ચાર પ્રકારની માયા, અનુક્રમે નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવગતિની દેનારી છે. અનંતાનુબંધી માયા માવજીવ રહે છે. અપ્રત્યાખ્યાની માયા વર્ષપર્યત રહે છે, પ્રત્યાખ્યાની માયા ચાર માસ પર્યત રહે છે. સંજવલની માયા પન્નર દીવસસુધી રહે છે. પ્રથમના કરતાં બીજીમાં અને બીજી કરતાં ત્રીજીમાં અને ત્રીજી કરતાં ચોથી માયામાં અનુક્રમે અલ્પ અ૫ કર્મ બંધાય છે. આત્માના અનંતગુણની પ્રાપ્તિમાં કપટ વિન્નકારક છે. કપટના પરિણામથી આત્મા, અનંતકર્મની વર્ગણ ગ્રહણ કરે છે. જે જે સમયે કપટના પરિણામ થાય છે તે તે સમયે આત્મા મલીનતાને ધારણ કરે છે. જેવા જેવા કપટના તીવ્ર વા મન્દ પરિણામ થાય છે તેવા તેવા તીવ્ર યા મંદ પરિણામે તીવ્ર વા મંદ, કર્મના બંધ પડે છે, કપટના બે ભેદ છે. વાત અને મરાત તેમાં અપ્રશસ્ત કરતાં પ્રરાસ્ત અપેક્ષાએ જરા ઠીક કહેવાય છે. પણ વસ્તુતઃ જતાં બન્ને પ્રકારનાં કપટ ત્યાગ કરવા લાયક છે, કપટથી કોઈ સુખી થયો નથી અને થવાનો પણ નથી. કપટને પરિણામયોગે અનેક પ્રકારનાં તપ, જપ, અને વ્રત વગેરે કરવામાં આવે છે તો પણ તે નિષ્ફલ જાય છે. કપટથી તરવારની ધાર ઉપર નાચવાની પેઠે ઉત્કૃષ્ટ ચારિત્ર પાળવામાં આવે તે પણ જન્મ જરા અને મરણનાં દુ:ખ ટળતાં નથી. આત્માની શુદ્ધ સરલ દશામાં કપટ આડું આવીને ઉભું રહે છે, જ્યાં સુધી કપટ છે ત્યાં સુધી મનના પરિણામ સરળ રહેતા નથી. આત્માની શુદ્ધ દશાને કપટ ચીરી નાખે છે. કપટથી મોટા મોટા તપસ્વીઓ પણ ઉપરના ગુણસ્થાનકથી નીચે લથડી પડ્યા છે. માન, પૂજા, કીર્તિ, અને સ્વાર્થ આદિ સંયોગોને લેઈમનમાં કપટ ઉત્પન્ન થાય છે. વિનયરન જેવાએ બાહ્યથી મનોહર ચારિત્ર પાળ્યું પણ મનમાં કપટનો પરિણામ લેવાથી પતિઘાત કરી નરકમાં ગયો. બાહ્યથી ધર્મની અનેક ક્રિયાઓ કરનારા, પણ મનમાં કપટના પરિણામ ધારણ કરનારા અનંત જન્મ, જરા અને મરણના દુઃખને પ્રાપ્ત કરે છે. આ જીવે
For Private And Personal Use Only